બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કેદારનાથથી રામેશ્વરમ સુધી એક જ સીધી રેખામાં કેમ આવેલા છે ભગવાન શિવના 7 મંદિર? જાણો રહસ્ય

photo-story

5 ફોટો ગેલેરી

જાણવા જેવુ / કેદારનાથથી રામેશ્વરમ સુધી એક જ સીધી રેખામાં કેમ આવેલા છે ભગવાન શિવના 7 મંદિર? જાણો રહસ્ય

Last Updated: 11:44 AM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

shiv shakti Mandir Rahasya: અનેક મંદિરો તેમની સુંદરતા અને ચમત્કારિક સ્વરૂપ માટે જાણીતા છે. દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમના દર્શન કરવા માટે ઉમટી પડે છે. ભારતીય ઇતિહાસમાં આવા ઘણા મંદિરો છે જે રહસ્યમય માનવામાં આવે છે. ભગવાન શિવનાં સાત મહત્વપૂર્ણ મંદિરો એક જ સીધી રેખામાં કેમ સ્થિત છે?

1/5

photoStories-logo

1. સાત દિવ્ય મંદિરો પાછળના રહસ્ય

બ્રહ્માંડ અસંખ્ય રહસ્યોથી ભરેલું છે, અને તે દરેક રહસ્ય પોતપોતાની રીતે અદ્ભુત અને આશ્ચર્યજનક છે. ભારતમાં આવેલા પ્રાચીન શિવ મંદિરોનું અવલોકન કરતાં એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉદ્ભવે છે: આ મંદિરો એક સીધી રેખામાં ખાસ કરીને 79° પૂર્વ રેખાંશ પર કઈ રીતે નિર્મિત કરવામાં આવ્યા હતા? શ્રાવણના આ પવિત્ર માસ દરમિયાન, આપણે 'શિવ-શક્તિ ધરી' પર સ્થિત આ સાત દિવ્ય મંદિરો પાછળના રહસ્ય અને ઉજ્જૈનના ખગોળીય મહત્વ વિશે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કેવી રીતે એક સૂત્રમાં બંધાયેલા છે સાત મંદિર?

કહેવામાં આવે છે કે ઉત્તરાખંડના કેદારનાથ મંદિરથી લઇને તમિલનાડુમાં આવેલા રામેશ્વરમ મંદિર સુધી વિસ્તરેલા શિવના અનેક પ્રસિદ્ધ મંદિરો લગભગ એક સીધી રેખામાં આવેલા છે. કેટલાક લોકો આ ગોઠવણને 'શિવ-શક્તિ ધરી' તરીકે ઓળખાવે છે. માન્યતા અનુસાર, આ રેખા પર આવેલા મુખ્ય મંદિરોમાં કેદારનાથ, અરુણાચલેશ્વર, થિલ્લાઈ નટરાજ, જંબુકેશ્વર, એકામ્બરેશ્વરનાથ, શ્રીકાલાહસ્તી અને અંતે રામેશ્વરમનો સમાવેશ થાય છે. આ મંદિરો 'પંચભૂત' સાથે પણ સંકળાયેલા છે: શ્રીકાલાહસ્તી વાયુ તત્વનું, એકામ્બરેશ્વર પૃથ્વી તત્વનું, જંબુકેશ્વર જળ તત્વનું, અરુણાચલેશ્વર અગ્નિ તત્વનું અને થિલ્લાઈ નટરાજ આકાશ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. મંદિરો વિશેની આશ્ચર્યજનક વાત

કહેવાય છે કે આ તમામ મંદિરો 79 ડિગ્રી પૂર્વ રેખાંશ પર એક સીધી રેખામાં સ્થિત છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ મંદિરો હજારો વર્ષો પહેલાં, એટલે કે આધુનિક ટેકનોલોજી કે સેટેલાઇટ સિસ્ટમ્સના આગમન પહેલાં બનાવવામાં આવ્યા હતા. આમ છતાં, પ્રાચીન સમયમાં આટલા ચોક્કસ સ્થાનો અને સંરેખણની પસંદગી આ ઘટનાને રહસ્યમય બનાવે છે. માનવામાં આવે છે કે, તે યુગના વિદ્વાનોએ કદાચ ખગોળશાસ્ત્ર અને ગણિતના સિદ્ધાંતોના આધારે આ સ્થળોની પસંદગી કરી હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ભારતની ગ્રીનવિચ છે ઉજ્જૈન

ઉજ્જૈનને 'ભારતના ગ્રીનવિચ' તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે પ્રાચીન સમયમાં અહીંથી જ સમયની ગણતરી કરવામાં આવતી હતી. જોકે આજે વિશ્વ ગ્રીનવિચને ઓળખે છે, પરંતુ તે પહેલાં ઘણા સમયથી ઉજ્જૈનને દેશની મધ્ય રેખાંશ રેખા માનવામાં આવતું હતું. પ્રાચીન વિદ્વાનોએ તેમની ગણતરીઓના આધારે ઉજ્જૈનને 'શૂન્ય રેખાંશ' તરીકે નિર્ધારિત કર્યું હતું. એવું કહેવાય છે કે કર્કવૃત્ત આ પ્રદેશમાંથી પસાર થતું હતું, જેનાથી ખગોળીય અભ્યાસમાં સરળતા રહેતી હતી. ઉજ્જૈનને પૃથ્વી અને આકાશ વચ્ચે સંતુલનનું કેન્દ્ર પણ માનવામાં આવતું હતું. આ કારણોસર, અહીં સમય, અવકાશી પદાર્થો અને પંચાંગને લગતી ગણતરીઓ સરળ અને સચોટ ગણાતી હતી. ઇતિહાસમાં ઉજ્જૈનનું પણ એક વિશિષ્ટ સ્થાન રહ્યું છે. પ્રખ્યાત ગ્રીક ગણિતશાસ્ત્રી ક્લોડિયસ ટોલેમી આ સ્થળને ભૌગોલિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનતા હતા. ગ્રીક લોકો ઉજ્જૈનને 'ઓઝેને' તરીકે ઓળખતા હતા અને તે સમયે તેની ગણના વિશ્વના મુખ્ય શહેરોમાં થતી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. સાત મંદિર એક જ રેખામાં કેવી રીતે બન્યા છે?

(1) કેદારનાથ (79.0669° પૂર્વ) આ પવિત્ર તીર્થસ્થળ ઉત્તરાખંડના હિમાલયમાં આવેલું છે. એવી માન્યતા છે કે પાંડવોએ તેનું નિર્માણ કર્યું હતું અને બાદમાં આદિ શંકરાચાર્યે તેનો જીર્ણોદ્ધાર કર્યો હતો. (2) શ્રીકાળહસ્તી (79.6983° પૂર્વ) આંધ્રપ્રદેશમાં આવેલું આ મંદિર 'વાયુ' તત્વનું પ્રતીક માનવામાં આવે છે અને તે 'રાહુ-કેતુ દોષ' સંબંધિત ઉપાયો માટે જાણીતું છે. (3)એકામ્બરેશ્વર (79.42° પૂર્વ) તમિલનાડુમાં આવેલું આ મંદિર પૃથ્વી તત્વ સાથે જોડાયેલું છે. તેનું નિર્માણ પ્રાચીન રાજાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. (4) અરુણાચલેશ્વર (79.0677° પૂર્વ) આ મંદિર અગ્નિ તત્વનું પ્રતીક છે અને તે તિરુવન્નામલાઈમાં આવેલું છે. (5) જંબુકેશ્વર (આશરે 79.07° પૂર્વ) આ મંદિર જળ તત્વનું પ્રતીક છે. તેની એક વિશેષતા એ છે કે તેના ગર્ભગૃહમાં હંમેશાં જળ રહેલું હોય છે. (6) થિલ્લાઈ નટરાજ (79.6935° પૂર્વ) ચિદમ્બરમમાં આવેલું આ મંદિર આકાશ તત્વ સાથે સંકળાયેલું છે અને ભગવાન શિવના નટરાજ સ્વરૂપને સમર્પિત છે. (7) રામેશ્વરમ (79.3129° પૂર્વ) તમિલનાડુમાં આવેલું આ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. એવી માન્યતા છે કે ભગવાન રામે અહીં શિવલિંગની સ્થાપના કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

shiv shakti Mandir Rahasya 7 ancient shiva mandir made in one straight line
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ