બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / "મને આજે મજૂરીએ કેમ ન બોલાવ્યો?" આટલું બોલી મિત્રને ચપ્પાના 8 ઘા માર્યા, CCTVમાં કેદ ઘટના
Last Updated: 11:09 AM, 30 July 2026
Anand Crime News : આણંદ શહેરમાં મજૂરી કામને લઈને થયેલો સામાન્ય વિવાદ લોહિયાળ હત્યામાં ફેરવાતા ચકચાર મચી ગઈ છે. રેલવે સ્ટેશન સામે આવેલી ફ્રૂટ માર્કેટમાં વર્ષોથી સાથે કામ કરતા બે મિત્રો વચ્ચે 'મને આજે મજૂરીએ કેમ ન બોલાવ્યો?' જેવા મુદ્દે બોલાચાલી થઈ હતી. વાત એટલી વણસી ગઈ કે એક મિત્રએ ગુસ્સામાં આવી બીજા મિત્ર પર છરી વડે ઉપરાછાપરી હુમલો કરી દીધો. ગંભીર રીતે ઘાયલ થયેલા મજૂરનું સારવાર દરમિયાન મોત થયું છે. સમગ્ર હત્યાકાંડ નજીકના CCTV કેમેરામાં કેદ થયો છે, જ્યારે આરોપી ઘટના બાદ ફરાર થઈ ગયો છે.
ADVERTISEMENT
માહિતી મુજબ, આણંદ રેલવે સ્ટેશન સામે આવેલી ફ્રૂટ માર્કેટમાં મજૂરી કરતા રમેશ ગોસાઈ અને કાંતિ દેસાઈ ઠાકોર વચ્ચે મજૂરી કામે ન બોલાવવાની બાબતે બોલાચાલી થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી કાંતિ ઠાકોરે રમેશ ગોસાઈને પ્રશ્ન કર્યો હતો કે, "મને આજે મજૂરીએ કેમ ન બોલાવ્યો?" આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર તકરાર શરૂ થઈ હતી.
બોલાચાલી દરમિયાન આરોપી ઉશ્કેરાઈ ગયો અને પોતાની પાસે રહેલી છરી વડે રમેશ ગોસાઈ પર ઉપરાછાપરી ત્રણથી ચાર ઘા ઝીંક્યા હતા. હુમલો એટલો અચાનક હતો કે આસપાસ હાજર લોકો કંઈ સમજે તે પહેલાં જ રમેશ ગંભીર રીતે લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા. ઘટનાથી ફ્રૂટ માર્કેટમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ADVERTISEMENT
સ્થાનિક લોકોની મદદથી રમેશ ગોસાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. સમગ્ર હુમલાની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે તપાસ વધુ તેજ બનાવી છે.
બનાવની જાણ થતાં આણંદ શહેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. હત્યા બાદ આરોપી કાંતિ દેસાઈ ઠાકોર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તેની શોધખોળ માટે આણંદ એલસીબી અને આણંદ શહેર પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. વિવિધ સ્થળોએ દરોડા પાડીને આરોપીને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : પંચમહાલના હાલોલમાં હાઈવે હોટલમાં તોડફોડનો તાંડવ, રોકડ-લેપટોપની લૂંટ
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વર્ષોથી સાથે કામ કરતા બે મિત્રો વચ્ચે માત્ર મજૂરીના મુદ્દે શરૂ થયેલો સામાન્ય વિવાદ અંતે એકના જીવ પર આવીને અટક્યો. પોલીસે CCTV ફૂટેજ સહિતના અન્ય પુરાવાઓના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.