બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / રાજ્યની તમામ શાળાઓમાં જંક ફૂડ પર પ્રતિબંધ! જાણો ક્યાં લેવાયો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે FDAનો મોટો નિર્ણય
Last Updated: 10:07 AM, 30 July 2026
Maharashtra School Junk Food Ban : બાળકોમાં સ્વસ્થ જીવનશૈલી અને પૌષ્ટિક આહારની ટેવ વિકસે તે હેતુથી મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ રાજ્યની તમામ શાળાઓ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. નવા નિયમો મુજબ હવે શાળાના કેમ્પસ તેમજ શાળાના પ્રવેશદ્વારથી 50 મીટરની અંદર જંક ફૂડનું વેચાણ, જાહેરાત અથવા મફત વિતરણ કરી શકાશે નહીં. આ નિર્ણય રાજ્યની તમામ સરકારી, અનુદાનિત, ખાનગી, નિવાલી તેમજ CBSE, ICSE અને અન્ય શિક્ષણ બોર્ડ સાથે જોડાયેલી શાળાઓ માટે લાગુ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સુરક્ષિત, સ્વચ્છ અને પૌષ્ટિક ખોરાક ઉપલબ્ધ કરાવવાનો છે.
ADVERTISEMENT
નવી માર્ગદર્શિકા મુજબ શાળાની કેન્ટીન, ટક શોપ, મધ્યાહન ભોજન કેન્દ્ર, હોસ્ટેલ રસોડાં તેમજ ખાદ્ય સામગ્રી પૂરી પાડતા તમામ સપ્લાયરો માટે FSSAIનું માન્ય લાઇસન્સ અથવા નોંધણી ફરજિયાત રહેશે. આ ઉપરાંત દરેક શાળામાં ફૂડ સેફ્ટી ડિસ્પ્લે બોર્ડ લગાવવું, ફૂડ સેફ્ટી સુપરવાઇઝરની નિમણૂક કરવી અને હેલ્થ એન્ડ વેલનેસ એમ્બેસેડર નિયુક્ત કરવો પણ જરૂરી બનશે.
ADVERTISEMENT
વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ખોરાક મળે તે માટે દરેક શાળામાં દર વર્ષે ઓછામાં ઓછા બે વખત ખાદ્ય સુરક્ષાની તપાસ કરવામાં આવશે. ઉપરાંત વર્ષમાં એક વખત ખાદ્ય સામગ્રીના નમૂનાઓનું પરીક્ષણ પણ કરાશે જેથી ખાદ્યપદાર્થોની ગુણવત્તા પર સતત નજર રાખી શકાય.
ADVERTISEMENT
મહારાષ્ટ્રની તમામ શાળાઓમાં જંક ફૂડ પર પ્રતિબંધ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 30, 2026
ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનો મહત્વનો નિર્ણય
શાળાથી 50 મીટરની અંદર જંક ફૂડના વેચાણ પર પ્રતિબંધ
જંક ફૂડની જાહેરાત અને મફત વિતરણ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ
વિદ્યાર્થીઓમાં સ્વસ્થ ખાણી-પીણીની આદતોને પ્રોત્સાહન આપવા નિર્ણય#Maharashtra… pic.twitter.com/pp36c0RqZP
ADVERTISEMENT
FDAએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ શાળા, કેન્ટીન સંચાલક અથવા વેચાણકર્તા આ નિયમોનું પાલન નહીં કરે તો તેમની સામે સુધારણા નોટિસ આપવાથી લઈને લાઇસન્સ સસ્પેન્ડ અથવા રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે. જરૂર પડે તો કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : સાંસદ પપ્પુ યાદવને ધમકીભર્યો સંદેશ! પરિવારને બોમ્બથી ઉડાવવાની ધમકીથી મચ્યો ખળભળાટ
ADVERTISEMENT
અન્ન સુરક્ષા આયુક્ત તુકારામ મુઢેએ જણાવ્યું કે દરેક બાળકને સુરક્ષિત અને પૌષ્ટિક આહાર મળવો એ તેનો મૂળભૂત અધિકાર છે. બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે સ્વસ્થ ખોરાક ખૂબ જ જરૂરી છે. તેમણે શાળા સંચાલન, શિક્ષણ વિભાગ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, વાલીઓ અને સમાજને આ અભિયાનમાં સક્રિય સહયોગ આપવા અપીલ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં ચાલી રહેલા જનજાગૃતિ અભિયાન હેઠળ અત્યાર સુધી 42 કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યશાળાઓ દ્વારા 3,567 શાળાઓના કુલ 4,199 શિક્ષકોને અન્ન સુરક્ષા, સ્વચ્છતા અને સંતુલિત આહાર અંગે તાલીમ આપવામાં આવી છે. સરકારની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં આરોગ્યપ્રદ ખાણીપીણીની ટેવ વિકસાવવાનો અને રાજ્યની દરેક શાળાને 'ઈટ રાઈટ સ્કૂલ' તરીકે વિકસાવવાનો છે, જેથી ભવિષ્યની પેઢી વધુ તંદુરસ્ત અને સ્વસ્થ બની શકે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.