બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના જમાલપુરમાં કોલેજ નજીક જર્જરીત મકાન ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

દુર્ઘટના / અમદાવાદના જમાલપુરમાં કોલેજ નજીક જર્જરીત મકાન ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

Published By: Priykant Shrimali

Last Updated: 09:47 AM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Building Collapse : અમદાવાદના જમાલપુરમાં જર્જરિત મકાન ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

Ahmedabad Building Collapse : અમદાવાદના જમાલપુર વિસ્તારમાં કોલેજ નજીક મોડી રાત્રે એક જર્જરિત મકાન અચાનક ધરાશાયી થતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મકાન ધરાશાયી થવાનો જોરદાર અવાજ સંભળાતા આસપાસના રહેવાસીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને સમગ્ર વિસ્તાર લોકોની ભીડથી છલકાઈ ગયો.

શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક માહિતી મુજબ, મકાન લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું. જોકે, સદનસીબે ઘટના સમયે મકાનમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાઈ નથી. આ કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર અને સ્થાનિક અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને મકાનની આસપાસ ચેતવણી બોર્ડ લગાવવામાં આવ્યા હતા અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

આ પણ વાંચો : અમદાવાદ નજીક વહેલી સવારે ભૂકંપનો આંચકો! 2.6ની તીવ્રતાથી ધરતી ધ્રૂજી

આ ઘટનાને પગલે જમાલપુર સહિત આસપાસના વિસ્તારોમાં આવેલા અન્ય જર્જરિત મકાનોની પણ તપાસ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાતો દ્વારા મકાનોની સ્થિતિનું મૂલ્યાંકન કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી સંભાવના છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે શહેરમાં અનેક જૂના અને જર્જરિત મકાનો હજુ પણ જોખમી સ્થિતિમાં છે. સમયસર સર્વે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે તો આવી ઘટનાઓને અટકાવી શકાય અને લોકોની સુરક્ષા વધુ સુનિશ્ચિત બની શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jamalpur Ahmedabad Building Collapse

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ