બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ નજીક વહેલી સવારે ભૂકંપનો આંચકો! 2.6ની તીવ્રતાથી ધરતી ધ્રૂજી
Last Updated: 07:48 AM, 30 July 2026
Ahmedabad Earthquake : આજે એટલે કે, ગુરુવારે વહેલી સવારે અમદાવાદ નજીક ભૂકંપનો હળવો આંચકો નોંધાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR), ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર સવારે 4:39 વાગ્યે રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર અમદાવાદથી આશરે 29 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ (SSW) વિસ્તારમાં હતું. ભૂકંપની ઊંડાઈ જમીનની સપાટીથી અંદાજે 20 કિલોમીટર નોંધાઈ હતી.
ADVERTISEMENT
ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી મોટા પ્રમાણમાં નુકસાન કે જાનહાનિના કોઈ અહેવાલ સામે આવ્યા નથી. જોકે વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં લોકોને હળવો ધ્રુજારો અનુભવાયો હોવાની ચર્ચા થઈ રહી છે. ગુજરાત ભૂકંપ સંવેદનશીલ રાજ્ય હોવાથી સમયાંતરે નાના-મોટા આંચકા નોંધાતા રહે છે.
અમદાવાદ પાસે ભૂકંપનો આંચકો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 30, 2026
2.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો
જે વહેલી સવારે 4:39 વાગ્યે ભૂકંપનો આંચકો નોંધાયો
ભૂકંપની તીવ્રતા 2.6 નોંધાઈ, ભૂકંપનું કેન્દ્ર અમદાવાદથી 29 કિમી
દૂર નોંધાયું, 20 કિમી ઊંડાઈએ ભૂકંપ આવ્યો હોવાનું ISRએ
જણાવ્યું, હાલ કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી… pic.twitter.com/XiFxqEEOS1
ADVERTISEMENT
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઓછી તીવ્રતાના આવા ભૂકંપ સામાન્ય રીતે ગંભીર અસર કરતા નથી, તેમ છતાં સતર્કતા રાખવી જરૂરી છે. ISR દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભૂકંપની તીવ્રતા 2.6, સ્થાનાંક 22.829° ઉત્તર અક્ષાંશ અને 72.407° પૂર્વ રેખાંશ તેમજ સમય 30 જુલાઈ 2026ના રોજ સવારે 4:39 વાગ્યે નોંધાયો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.