બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / માંજલપુર પેટાચૂંટણીમાં સવારે 9 વાગ્યા સુધી 6.06% મતદાન, ફરવા પહેલાં મતદાતાઓએ નિભાવી ફરજ
Last Updated: 10:02 AM, 30 July 2026
Manjalpur By Election : વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર આજે યોજાઈ રહેલી પેટાચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ હતી. ચૂંટણીના પ્રથમ બે કલાક દરમિયાન એટલે કે સવારે 7 થી 9 વાગ્યા સુધીમાં 6.06 ટકા મતદાન નોંધાયું હોવાનું ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું છે.
ADVERTISEMENT
મતદાન મથકો પર વહેલી સવારથી જ મતદાતાઓની અવરજવર જોવા મળી હતી. અનેક જાગૃત નાગરિકોએ પોતાના રોજિંદા કાર્યક્રમ અને પ્રવાસ પહેલાં મતદાનને પ્રાથમિકતા આપી હતી. ખાસ કરીને સાપુતારા સહિત અન્ય સ્થળોએ ફરવા જવા નીકળેલા કેટલાક મતદાતાઓ ટ્રાવેલ બેગ સાથે સીધા મતદાન મથક પર પહોંચ્યા અને મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ જ પ્રવાસ માટે રવાના થયા.
વડોદરાની માંજલપુર બેઠક પર આજે પેટાચૂંટણીનું મતદાન, 260 બૂથ પર કડક સુરક્ષા વચ્ચે પ્રક્રિયા શરૂ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 30, 2026
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર આજે પેટાચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી બેઠક માટે ભાજપે સતીષ પટેલને અને કોંગ્રેસે ભીખા રબારીને… pic.twitter.com/84RV6xWoSV
ADVERTISEMENT
મહિલા મતદાતાઓએ પણ ઉત્સાહપૂર્વક મતદાનમાં ભાગ લીધો હતો. ઘણા પરિવારો પોતાના દૈનિક કાર્યક્રમ પહેલાં લોકશાહીના આ મહાપર્વમાં જોડાયા હતા. મતદાતાઓનું કહેવું હતું કે મતદાન કરવું માત્ર અધિકાર નહીં, પરંતુ દરેક નાગરિકની મહત્વપૂર્ણ ફરજ છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ લોકોના પ્રશ્નો સાંભળે અને વિકાસના કામો કરે તે માટે મતદાન જરૂરી હોવાનું તેમણે જણાવ્યું.
માંજલપુર પેટાચૂંટણીમાં જાગૃત મતદારોનો ઉત્સાહ, સાપુતારા જતાં પહેલાં મતદાન કરી નિભાવી લોકશાહીની ફરજ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 30, 2026
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં જાગૃત મતદારોનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો. સાપુતારા ફરવા જવા નીકળેલા અનેક મતદારો ટ્રાવેલ બેગ સાથે સીધા મતદાન મથકે પહોંચ્યા અને 'પહેલા… pic.twitter.com/JaGpoxQVWn
ADVERTISEMENT
આ પણ વાંચો : અમદાવાદ નજીક વહેલી સવારે ભૂકંપનો આંચકો! 2.6ની તીવ્રતાથી ધરતી ધ્રૂજી
આ દરમિયાન વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની પણ પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન બાદ તેમણે આ ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવામાં આવી છે, જેથી લોકશાહી વધુ મજબૂત બને.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.