બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પંચમહાલના હાલોલમાં હાઈવે હોટલમાં તોડફોડનો તાંડવ, રોકડ-લેપટોપની લૂંટ

ક્રાઇમ / પંચમહાલના હાલોલમાં હાઈવે હોટલમાં તોડફોડનો તાંડવ, રોકડ-લેપટોપની લૂંટ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:02 AM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Halol News: પંચમહાલના હાલોલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવી સરેઆમ કાયદાના ધજાગરા ઉડાવતા લોકોમાં ફફડાટ પ્રસર્યો છે. હાઇવે પરની હોટલમાં 5 યુવકોએ ખુલ્લેઆમ દાદાગીરી કરી તોડફોડ કરી હતી.

Halol News: પંચમહાલના હાલોલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવી સરેઆમ કાયદાના ધજાગરા ઉડાવતા લોકોમાં ફફડાટ પ્રસર્યો છે. હાઇવે પરની હોટલમાં 5 યુવકોએ ખુલ્લેઆમ દાદાગીરી કરી તોડફોડ કરી હતી. હાલોલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવી રોકડ રકમ અને લેપટોપની લૂંટ કરી હતી. આ હૂમલાખોરોએ હોટલ માલિક પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો સમગ્ર તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર પંચમહાલના હાલોલમાં હાઇવે પરની હોટલમાં જમવા આવેલા અમદાવાદના યુવકોએ આતંક મચાવ્યો હતો. કાયદાનો ડર ના હોય તેમ 5 યુવકોએ હોટલમાં ટેબલ-ખુરશી તોડ્યા હતા. દુકાનના ગલ્લામાંથી પૈસા અને લેપટોપની લૂંટ કરી હતી.

આ યુવતોએ ફિલ્મી ઢબે હોટલ માલિક પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો.તોડફોડ કરીને હથિયાર બતાવી ધમકી આપી હતી. પોલીસને જાણ કરી તો હોટલ બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. શખ્સો અમદાવાદના જીલિયા ગૃપના હોવાનું હોટલ માલિકને લાગી રહ્યુ છે. તોડફોડની ઘટના હોટલના સીસીટીવીમાં કેદ થઇ છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ વડોદરા / માંજલપુર પેટાચૂંટણીમાં સવારે 9 વાગ્યા સુધી 6.06% મતદાન, ફરવા પહેલાં મતદાતાઓએ નિભાવી ફરજ

હાલોલ નગરમાં હાઇવે પર હોટલમાં જમવા બાબતે અમદાવાદના યુવકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ યુવકો નશાની હાલતમાં હોવાનું પણ લાગી રહ્યુ હતું. યુવાનો દ્વારા તોડફોડ કર્યા બાદ ગાડીમાંથી બંધુક જેવું હથિયાર કાઢી બતાવી ધમકી આપવામાં આવી હતી. જો કઈ પણ કર્યું તો આગામી સમયમાં હોટલ બંધ કરાવી દઈશું તેમ કહ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Halol Halol Hotel Panchmahal

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ