બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ધર્મનું શિક્ષણ આપવાનું કહ્યું, નોકરીની લાલચ આપી, મુંબઈ લઈ જઈ યુવતી સાથે કર્યું ન કરવાનું કામ, બની બેઠેલા ગુરુની હરકતોનો પર્દાફાશ

ક્રાઇમ / ધર્મનું શિક્ષણ આપવાનું કહ્યું, નોકરીની લાલચ આપી, મુંબઈ લઈ જઈ યુવતી સાથે કર્યું ન કરવાનું કામ, બની બેઠેલા ગુરુની હરકતોનો પર્દાફાશ

Published By: Priykant Shrimali

Last Updated: 12:13 PM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bharuch Crime : પરિવારે વિશ્વાસ રાખીને યુવતીને મુંબઈ મોકલી હતી. ફરિયાદ મુજબ, ત્યાં રહેવા દરમિયાન આરોપીએ તેની સાથે છેડછાડ શરૂ કરી હતી અને બાદમાં યુવતીની મરજી વિરુદ્ધ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદમાં એવો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ દરમિયાન બે વખત યુવતી ગર્ભવતી બનતાં આરોપીએ તેને ગર્ભપાત માટે દવાઓ આપી હતી.

Bharuch Crime : ધાર્મિક શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યના સપના બતાવી એક 22 વર્ષીય યુવતીને મુંબઈ લઈ જઈ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવાના ગંભીર આરોપસર ભરૂચ પોલીસે મહારાષ્ટ્રના એક મદ્રેસાના ટ્રસ્ટી અને સંચાલકની ધરપકડ કરી છે. આરોપીએ યુવતીનો વિશ્વાસ જીત્યા બાદ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા, ગર્ભ રહેતા ગર્ભપાત કરાવ્યો અને અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કર્યાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ભરૂચ કોર્ટે આરોપીના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

પકડાયેલો આરોપી મુંબઈ સ્થિત 'અંજુમને તકદીરૂનીશા અલ ઇસ્લામીયા લીલ બનાત' મદ્રેસાનો ટ્રસ્ટી અને સંચાલક મુફ્તી અલાઉદીન અબ્દુલ ગફ્ફાર અન્સારી હોવાનું સામે આવ્યું છે. યુવતીના ભાઈ મદ્રેસામાં અભ્યાસ કરતા હોવાથી આરોપીનો પરિવાર સાથે પરિચય થયો હતો. આ પરિચયનો લાભ લઈ આરોપીએ યુવતીને ધાર્મિક શિક્ષણ અપાવવાની સાથે કોલેજના સમગ્ર અભ્યાસનો ખર્ચ અને મદ્રેસામાં નોકરી અપાવવાની લાલચ આપી પરિવારનો વિશ્વાસ જીત્યો હતો.

પરિવારે વિશ્વાસ રાખીને યુવતીને મુંબઈ મોકલી હતી. ફરિયાદ મુજબ, ત્યાં રહેવા દરમિયાન આરોપીએ તેની સાથે છેડછાડ શરૂ કરી હતી અને બાદમાં યુવતીની મરજી વિરુદ્ધ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદમાં એવો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ દરમિયાન બે વખત યુવતી ગર્ભવતી બનતાં આરોપીએ તેને ગર્ભપાત માટે દવાઓ આપી હતી.

યુવતી ભરૂચ પરત ફર્યા બાદ પણ આરોપીનો ત્રાસ બંધ થયો નહોતો. પોલીસ ફરિયાદ અનુસાર, આરોપી ફોન પર સતત સંપર્ક કરીને ફરી મુંબઈ આવવા દબાણ કરતો હતો. યુવતીએ ઇનકાર કરતાં તેણે અશ્લીલ ફોટા વાયરલ કરવાની, ખોટું નિકાહનામું જાહેર કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું.

આખરે યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરતાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ગુનાની ગંભીરતા જોતા તપાસ શહેર 'એ' ડિવિઝન પોલીસને સોંપવામાં આવી હતી. પીઆઈ આર. એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસની વિશેષ ટીમ મહારાષ્ટ્ર પહોંચી હતી અને મુંબઈમાંથી આરોપીની ધરપકડ કરીને ભરૂચ લાવવામાં સફળ રહી હતી.

DYSP સી.કે. પટેલે જણાવ્યું હતું કે, આરોપી લગભગ આઠ મહિના પહેલાં યુવતીના ઘરે આવ્યો હતો અને માતા-પિતાને ધાર્મિક અભ્યાસ તેમજ નોકરીની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા અને તેના અભદ્ર ફોટા લઈને વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાના પુરાવા તપાસ દરમિયાન સામે આવ્યા છે.

આ પણ વાંચો : "મને આજે મજૂરીએ કેમ ન બોલાવ્યો?" આટલું બોલી મિત્રને ચપ્પાના 8 ઘા માર્યા, CCTVમાં કેદ ઘટના

આરોપીને ભરૂચ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ પુરાવા એકત્રિત કરી રહી છે. સાથે જ આરોપી સામે અન્ય કોઈ યુવતી સાથે પણ આવી ઘટના બની છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bharuch News Bharuch Update Muslim community News

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ