બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદમાં સાળીએ સગા બનેવીના સેરવી લીધા 50 લાખના દાગીના, એવું ભેજું લગાડ્યું કે પોલીસ હેરાન

ક્રાઈમ / અમદાવાદમાં સાળીએ સગા બનેવીના સેરવી લીધા 50 લાખના દાગીના, એવું ભેજું લગાડ્યું કે પોલીસ હેરાન

Published By: Hiralal Parmar

Last Updated: 07:47 PM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં એક મહિલાએ તેના સગા બનેવીના ઘેરથી 50 લાખના દાગીનાની ચોરી કરી હતી જોકે પોલીસે ગણતરીની પળોમાં આ ભેદ ઉકેલી નાખ્યો હતો.

અમદાવાદમાં હાઈ-ટેક ચોરીનો એક ચોંકાવનારો ભેદ ઈસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. વેપારીના ઘરમાંથી અંદાજે 50 લાખ રૂપિયાના સોનાના દાગીના ગાયબ થયા હતા. પરંતુ તપાસમાં સામે આવ્યું કે આ ચોરી કોઈ બહારની ગેંગે નહીં, પરંતુ ફરિયાદીની સગી સાળીએ જ સ્માર્ટ લોકનો પાસવર્ડ જાણી અંજામ આપી હતી.

ઘરના હપ્તા ભરવા બનેવીના દાગીના ચોર્યાં

પોલીસે તમામ મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે. આ મહિલા આરોપીએ પોતાના ઘર માટે લીધેલી લોન ભરવા માટે ચોરી કરી હોવાનો ખુલાસો થયો. ઇસનપુર પોલીસ કસ્ટડીમાં રહેલી આ મહિલા આરોપીનું નામ ફરહાનાજ નાસીર ખાન પઠાણ છે.મહિલા આરોપીએ પોતાની બહેનના ઘરમાં જ ચોરીને અંજામ આપ્યો હતો. ફટાકડાના વેપારી નદીમમિયા બાગબાન પરિવાર સાથે બહાર જમવા ગયા હતા. અને ઘરે પરત ફરતા ઘરના કબાટમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ ગાયબ મળી આવ્યા હતા.ઘરના દરવાજા પર સ્માર્ટ લોક હોવાથી ક્યાંય તોડફોડના નિશાન ન હતા. જેથી પોલીસે શંકાના આધારે પરિવાર અને નજીકના સંબંધીઓની પૂછપરછ શરૂ કરી. FSL, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી હતી.જેની તપાસમાં વેપારીની સગી સાળી ફરહાનાઝ પઠાણે જ ચોરી કરી હોવાનું ખુલ્યું હતું.

સ્માર્ટ લોકનો પાસવર્ડ ખબર હતી

મહિલા આરોપી વારંવાર બહેનના ઘરે આવતી હોવાથી તેને સ્માર્ટ લોકનો પાસવર્ડ અને દાગીના ક્યાં રાખેલા છે તેની સંપૂર્ણ જાણકારી હતી. સાલમના રોયલ નવાબ ફ્લેટમાં રહેતા નદીમ મિયા બાગબાન ના ઘરમાં પ્રવેશ કરી તિજોરી નું લોક ખોલી રોકડ અને સોનાના દાગીના મળી 60 લાખથી વધુની રકમની મુદા માલની ચોરી કરી હતી.. જોકે પોલીસે તપાસ હાથ ધરતા પ્રાથમિક તપાસમાં મહિલાએ ગુનાને અંજામ આપ્યા નો ઇન્કાર કર્યો હતો.. પરંતુ ડોગ સ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટની મદદથી તપાસ કરતા મહિલાએ ગુનાની કબુલાત કરી.. અને ચોરીનો મુદ્દામાલ તેના મિત્રના ઘરે મૂક્યો હોવાની કબુલાત કરતા પોલીસે તમામ સોનાના દાગીના કબજે કરીને મહિલા આરોપીની ધરપકડ કરી છે.

મુથૂટ ફાઇનાન્સમાંથી 14 લાખ રૂપિયાની લોન લીધી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીની માતાએ ઘર લેવા મુથૂટ ફાઇનાન્સમાંથી 14 લાખ રૂપિયાની લોન લીધી હતી અને હપ્તો ભરવાનો હોવાથી નાણાંની તંગીને કારણે આરોપીએ ચોરીનું કાવતરું રચ્યું હતું.. મહિલાએ ભાણેજોને ભોળવી સ્માર્ટ લોકનો પાસવર્ડ મેળવી તેણે આ સમગ્ર પ્લાન બનાવ્યો હતો.26 તારીખના રોજ પરિવાર બહાર જમવા ગયો ત્યારે આરોપીએ પાસવર્ડથી દરવાજો ખોલ્યો, કબાટમાંથી દાગીના અને રોકડ પોતાના પર્સમાં ભરી લીધા અને ત્યાર બાદમાં પોતાના મિત્ર સાદીકઅલી સૈયદને મળી દાગીના તેના સ્કૂટરની ડેકીમાં રાખી દીધા હતા.આરોપીની કબૂલાત બાદ પોલીસે તેના મિત્ર પાસેથી તમામ ચોરાયેલો મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલું વાહન કબજે કર્યું છે. કુલ અંદાજે 50 તોલના દાગીના જેની અંદાજીત કિંમત રૂ 60 લાખના સોનાના દાગીના રિકવર કરવામાં આવ્યા છે.

વધુ વાંચો : VIDEO : બસ ડ્રાઈવરના ઘેરથી થેલે થેલા ભરીને રૂપિયા નીકળ્યાં, ગણતાં ગણતાં તો મશીનોએ તોડ્યો દમ

અગાઉ ઓળખીતાના ઘેર કરી હતી ચોરી

મહિલા આરોપીએ અગાઉ પણ તેને પોતાના એક પરિચિત ના ઘરે ચોરીને અંજામ આપ્યો હતો, પરંતુ તે અંગે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી..ઈસનપુર પોલીસે માત્ર ગણતરીના દિવસોમાં 60 લાખ રૂપિયાની હાઈ-ટેક ચોરીનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વિશ્વાસના સંબંધનો જ દુરુપયોગ કરીને સગી સાળીએ સ્માર્ટ લોકનો પાસવર્ડ મેળવી ચોરીને અંજામ આપ્યો હતો. હવે પોલીસે આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી હતી કે નહીં તે મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Ahmedabad crime Ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ