બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વર્કશોપ ફૂલ, સ્પેર પાર્ટ્સની અછત! વરસાદગ્રસ્ત વાહન માલિકોની મુશ્કેલી વધી

અમદાવાદ / વર્કશોપ ફૂલ, સ્પેર પાર્ટ્સની અછત! વરસાદગ્રસ્ત વાહન માલિકોની મુશ્કેલી વધી

Published By: Priykant Shrimali

Last Updated: 02:47 PM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Flood Damaged Vehicles : વરસાદમાં બંધ પડ્યાં વાહનો! રિપેરિંગ માટે 25 દિવસનું વેઈટિંગ, લાખોના નુકસાનની ભીતિ

Ahmedabad Flood Damaged Vehicles : અમદાવાદમાં ગયા ગુરુવારે તૂટી પડેલા અતિભારે વરસાદ બાદ પાણી તો ઊતરી ગયું છે, પરંતુ પૂરનાં પાણીમાં ફસાઈને બંધ પડેલાં કાર અને બાઈકના માલિકોની મુશ્કેલીઓ હજુ યથાવત છે. શહેરના કંપની અધિકૃત વર્કશોપ પાર્કિંગમાં પણ ભરાઈ ગયાં હોવાથી વાહનો સ્વીકારવામાં સાતથી ૧૦ દિવસનો વિલંબ થઈ રહ્યો છે. ત્યાર બાદ વીમા સર્વે અને સ્પેર પાર્ટ્સની અછતના કારણે રિપેરિંગ માટે લગભગ ૨૫ દિવસ જેટલી રાહ જોવી પડે તેમ છે.

શહેરમાં અંદાજે ૪૫ અધિકૃત કાર વર્કશોપ અને ૧૫૦થી વધુ ટુ-વ્હીલર વર્કશોપ પૂર અને વરસાદી પાણીના કારણે નુકસાન પામેલા વાહનોથી ઊભરાઈ રહ્યા છે. કાર રિપેરિંગનો ખર્ચ રૂ. ૫૦ હજારથી લઈને લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે, જ્યારે ટુ-વ્હીલરના કિસ્સામાં રૂ. પાંચ હજારથી રૂ. ૪૦ હજાર સુધીનો ખર્ચ થઈ શકે છે. ગંભીર નુકસાન થાય તો વીમા કંપની વાહનને ‘ટોટલ લોસ’ પણ જાહેર કરી શકે છે.

વર્કશોપના ટેક્નિશિયનના જણાવ્યા મુજબ, વીમા સર્વે પૂર્ણ થયા પછી વાહનનું ફ્લોરિંગ કાઢી વાયરિંગ, ઇલેક્ટ્રોનિક સેન્સર અને અન્ય ભાગોની વિગતવાર તપાસ કરવામાં આવે છે. વરસાદી પાણીમાં ડૂબેલાં વાહનોમાં એન્જિન અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમને સૌથી વધુ નુકસાન થતું હોવાથી રિપેરિંગમાં વધુ સમય લાગે છે.

આ પણ વાંચો : ગુજરાતના શિક્ષણ મોડેલની દેશભરમાં પ્રશંસા! NCERTએ બિરદાવ્યું, અનેક રાજ્યો બન્યા પ્રેરિત

વાહન ડૂબી જાય તો શું કરવું?

  • પાણીમાં ડૂબેલું વાહન ફરી સ્ટાર્ટ ન કરો.
  • તરત જ વીમા કંપનીને જાણ કરીને ક્લેમ નોંધાવો.
  • વાહન અને પાણીના સ્તરના ફોટા લઈ રાખો.
  • રોડસાઈડ આસિસ્ટન્સ અથવા ટો-ટ્રકથી જ વાહન ખસેડો.
  • વીમા સર્વે પહેલાં મરામત શરૂ ન કરાવો.
  • ટોઇંગ, અંદાજ અને મરામતનાં તમામ બિલ-રસીદ સાચવી રાખો.

વીમામાં શું કવર થાય?

  • કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ સામાન્ય રીતે પૂરથી થયેલા નુકસાનને આવરી લે છે.
  • થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પોતાના વાહનના નુકસાન માટે લાગુ પડતું નથી.
  • એન્જિન પ્રોટેક્ટ એડ-ઓન પાણીથી એન્જિનને થયેલા નુકસાન માટે ઉપયોગી બની શકે છે.
  • ઝીરો ડિપ્રિશિયેશન બદલાયેલા પાર્ટ્સ પર ઘસારાનો ખર્ચ ઘટાડે છે, પરંતુ તમામ પ્રકારની મરામત આવરી લેતું નથી.
  • રિટર્ન ટુ ઇનવોઇસ અને રોડસાઈડ આસિસ્ટન્સ જેવી એડ-ઓન સુવિધાઓ ચોક્કસ શરતો હેઠળ વધારાની મદદરૂપ બને છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Rain Car Repair Flood Damaged Vehicles

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ