બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાતના શિક્ષણ મોડેલની દેશભરમાં પ્રશંસા! NCERTએ બિરદાવ્યું, અનેક રાજ્યો બન્યા પ્રેરિત
Last Updated: 02:05 PM, 30 July 2026
Gujarat Education : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 (NEP-2020)ના અસરકારક અમલીકરણમાં ગુજરાતે ફરી એક વખત દેશ સમક્ષ નવી દિશા રજૂ કરી છે. ડિજિટલ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ (Holistic Progress Card-HPC) અમલમાં મૂકનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યની આ પહેલને NCERT-PARAKH દ્વારા પણ પ્રશંસા મળી છે, જ્યારે ગોવા, હિમાચલ પ્રદેશ અને મણિપુર સહિતના અનેક રાજ્યો ગુજરાતના મોડેલનો અભ્યાસ કરવા માટે આગળ આવ્યા છે.
ADVERTISEMENT
નવી શિક્ષણ નીતિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ દિશામાં HPC મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. હવે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન માત્ર પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે નહીં, પરંતુ તેમની સર્જનાત્મકતા, જીવનમૂલ્યો, સંવાદ કૌશલ્ય, રમતગમત, કલા, સામાજિક જવાબદારી અને ભાવનાત્મક વિકાસ જેવા વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. આ નવી મૂલ્યાંકન પદ્ધતિમાં માત્ર શિક્ષક જ નહીં, પરંતુ વિદ્યાર્થી, વાલી અને સહાધ્યાયીઓ પણ મહત્વની ભૂમિકા ભજવશે. આથી વિદ્યાર્થીઓના 360 ડિગ્રી સર્વાંગી વિકાસનું વધુ અસરકારક મૂલ્યાંકન શક્ય બનશે.
પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે પરંપરાગત કાગળ આધારિત પ્રોગ્રેસ કાર્ડને બદલે સંપૂર્ણ ડિજિટલ HPC સિસ્ટમ વિકસાવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે સમગ્ર શિક્ષા અભિયાન (SSA)ના સહયોગથી ઓનલાઈન મોડ્યુલ તૈયાર કર્યું છે, જેના માધ્યમથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ સરળતાથી માહિતી અપડેટ કરી શકશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : એક સાથે 4 સિસ્ટમ સક્રિય, આવતીકાલનો દિવસ 8 જિલ્લા માટે ભારે, રેડ એલર્ટ અપાયું
શૈક્ષણિક વર્ષ 2026-27થી રાજ્યના દરેક જિલ્લામાં પસંદ કરાયેલી 10 ટકા સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પાયલોટ ધોરણે HPCનો અમલ શરૂ કરવામાં આવશે. આ માટે શિક્ષકોને તાલીમ આપવા ઝોનવાઈઝ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. PARAKH-NCERTના CEO ડૉ. ઈન્દિરાણી ભાદુરીએ ગુજરાતની આ પહેલને સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ ગણાવી અભિનંદન પાઠવ્યા છે. સાથે જ અન્ય રાજ્યોના શિક્ષણ બોર્ડના પ્રતિનિધિઓએ પણ ગુજરાતના ડિજિટલ HPC મોડેલને નવીન અને અસરકારક પહેલ તરીકે બિરદાવ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.