બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોળ વિસ્તારોમાં હજારો પરિવારો જોખમમાં! સબસિડી લોન અને સરળ રીડેવલપમેન્ટની માંગ તેજ
Last Updated: 02:46 PM, 30 July 2026
ચોમાસામાં શહેરના ઐતિહાસિક કોટ વિસ્તાર અને પોળમાં આવેલાં વર્ષો જૂનાં જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ ચિંતાજનક બની રહી છે. વરસાદના કારણે નબળાં પડેલા માળખાં ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં હોવાથી સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ છે.
ADVERTISEMENT

નિષ્ણાતોના મતે માત્ર બેદરકારી નહીં, પરંતુ રીડેવલપમેન્ટની જટિલ વહીવટી પ્રક્રિયા અને આર્થિક મુશ્કેલીઓ આ સમસ્યાનાં મૂળમાં છે. છેલ્લા એક અઠવાડિયામાં પાંચથી છ મકાનો પડવાની અને બે લોકોનાં મોત થયાની વિગતો સામે આવી છે.
ADVERTISEMENT
જૂનાં મકાનોના પ્લાન પાસ કરાવવા માટેની લાંબી અને જટિલ પ્રક્રિયા, વિવિધ મંજૂરીઓ તેમજ નિયમોની આંટીઘૂંટીના કારણે અનેક મકાનમાલિકો પુનઃનિર્માણ કરાવી શકતા નથી. બીજી તરફ, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે નવાં બાંધકામ અથવા મોટાં સમારકામનો ખર્ચ ઉઠાવવો પણ મુશ્કેલ બન્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : રાજકોટમાં ધોળા દિવસે આંગડિયા પેઢીમાં ધાડ! 2 લૂંટારુઓ ₹19 લાખ લઈને ફરાર, પોલીસ દોડતી થઈ
સ્થાનિકોએ સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ પોળ વિસ્તાર માટે પ્લાન મંજૂરીની પ્રક્રિયા સરળ અને સિંગલ-વિન્ડો આધારિત બનાવવાની માગ કરી છે. સાથે જ ઓછા વ્યાજદરે સબસિડીયુક્ત લોન યોજના અમલમાં મૂકવા તેમજ તેનો લાભ મકાનમાલિકો ઉપરાંત વર્ષોથી વસતા ભાડૂતોને પણ આપવા રજૂઆત કરી છે. સમયસર નીતિગત નિર્ણયો લેવામાં આવે તો પોળ વિસ્તારમાં હજારો પરિવારોને જાનમાલનાં જોખમમાંથી રાહત મળી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.