બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું એન્ટી પેપર લીક બિલ, શુક્રવાર સુધી કાર્યવાહી સ્થગિત

નેશનલ / લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું એન્ટી પેપર લીક બિલ, શુક્રવાર સુધી કાર્યવાહી સ્થગિત

Published By: Pravin Joshi

Last Updated: 10:20 PM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અને પેપર લીક અટકાવવા માટેનું 'એન્ટી પેપર લીક બિલ' લોકસભા બાદ ગુરુવારે રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું છે. બિલ પર ચર્ચા બાદ ગૃહમંત્રી અમિત શાહની ગેરહાજરીના મુદ્દે વિપક્ષી દળોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યો હતો.

દેશની જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા અને પેપર લીક જેવી ગેરરીતિઓ પર લગામ કસવા લાવવામાં આવેલું 'એન્ટી પેપર લીક બિલ' લોકસભા બાદ ગુરુવારે રાજ્યસભામાંથી પણ વિપક્ષી દળોના વોકઆઉટ વચ્ચે પસાર થઈ ગયું છે. બિલ પસાર થયા બાદ રાજ્યસભાની કાર્યવાહી 31 જુલાઈના રોજ સવારે 11 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી.

વિપક્ષનો વોકઆઉટ અને જેપી નડ્ડાનો પ્રહાર

બિલ પસાર થતાં પહેલાં રાજ્યસભામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. ચર્ચાના અંતે જ્યારે સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહને ઉત્તર આપવા માટે બોલાવ્યા, ત્યારે રાજ્યસભામાં વિપક્ષના ડેપ્યુટી લીડર પ્રમોદ તિવારીએ ગૃહમંત્રી અમિત શાહની ગૃહમાં હાજરીની માંગ કરી હતી. આ માંગણી ફગાવી દેવામાં આવતાં કોંગ્રેસ સહિતના અન્ય વિપક્ષી દળોએ ગૃહનો બહિષ્કાર કર્યો હતો. આ અગાઉ ચર્ચાની શરૂઆતમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રીની ગેરહાજરીનો મુદ્દો ઉઠાવ્યો હતો.

ગૃહના નેતા જે.પી. નડ્ડાએ વિપક્ષના આ વલણની સખત ટીકા કરતાં તેને 'બિનજવાબદાર' ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આશરે 8 કલાક ચાલેલી લાંબી ચર્ચા બાદ જ્યારે મંત્રી જવાબ આપવા માટે ઊભા થયા, ત્યારે વિપક્ષનો આવો વિરોધ એ સાબિત કરે છે કે તેમને ચર્ચામાં કોઈ રસ નથી.

વધુ વાંચો : ચેતીને રહેજો! આંધી-પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની ડરામણી આગાહી

નવા કાયદામાં કડક સજા અને દંડની જોગવાઈઓ

નવા સુધારા બિલ અનુસાર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા કડક જોગવાઈઓ કરવામાં આવી છે:

સામાન્ય ગુનાઓ અને ગેરરીતિ માટે: જાહેર પરીક્ષાઓમાં પેપર લીક અથવા ગેરરીતિમાં સામેલ વ્યક્તિઓને ઓછામાં ઓછી 5 વર્ષથી લઈને મહત્તમ 10 વર્ષ સુધીની કેદની સજા અને 50 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.

સંગઠિત અપરાધ (Organized Crime) માટે: પેપર લીક સાથે જોડાયેલા સંગઠિત ગિરોહો માટે વધુ કડક સજા નક્કી કરવામાં આવી છે. આવા કિસ્સામાં ઓછામાં ઓછી 7 વર્ષની જેલ થશે, જે લંબાવીને 10 વર્ષ સુધી કરી શકાય છે. આ સાથે 10 કરોડ રૂપિયા સુધીનો ભારે દંડ લાદવામાં આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ParliamentNews AntiPaperLeakBill RajyaSabha

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ