બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 09:39 PM, 30 July 2026
1/6
નિતેશ તિવારીની 'રામાયણ'નું રીલીઝ ટ્રેલર જાહેર થતાં જ સોશિયલ મીડિયા પર તેની દરેક નાની-મોટી વિગતોની ચર્ચા થઇ રહી છે. જેમાં કોઈ રણબીર કપૂરના ભગવાન રામના લુકની વાત કરે છે તો કોઈ યશના રાવણ અવતારની તારીફ કરે છે. પરંતુ ટ્રેલરમાં એક એવો ચહેરો પણ દેખાયો કે જેને જોઈને 'એનિમલ'ના ફેન્સની યાદો તાજી થઈ ગઈ છે.આ ચહેરો છે સૌરભ સચદેવાનો જેને રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'માં ખતરનાક વિલેન આબિદ હક બનીને ખૂબ નામ કમાયું હતું. હવે તે જ એક્ટર 'રામાયણ'માં એકદમ અલગ અંદાજમાં જોવા મળશે .
2/6
3/6
રાવણના કહેવાથી મારીચ સોનેરી હરણનું રૂપ ધારણ કરે છે. સીતા તે હરણને જોઈને તેને લાવવાની જીદ કરે છે અને ભગવાન રામ તેની પાછળ જતા રહે છે. ત્યારબાદ મારીચ રામના અવાજમાં લક્ષ્મણને પણ કુટિરથી દૂર મોકલી દે છે. આ જ તે ક્ષણ છે જે બાદ રાવણ સીતાહરણ કરે છે અને અહીંથી જ રામ-રાવણ યુદ્ધના પડઘા પડે છે.
4/6
સૌરભે 'એનિમલ'માં આબિદ હકનું પાત્ર ભજવ્યું હતું. ઓછા સ્ક્રીન ટાઈમ છતાં તેની જોરદાર એક્ટિંગ અને ખતરનાક અંદાજે દર્શકોને આકર્ષ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ તેમના કામની ખૂબ તારીફ થઈ હતી. હવે તેઓ ફરી રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે, પરંતુ આ વખતે સ્ટોરી અને પાત્ર બંને સાવ અલગ છે.
5/6
મારીચ રામાયણનો એક માયાવી રાક્ષસ, તાડકાનો પુત્ર અને રાવણનો મામા હતો. તેની મદદથી જ રાવણે સીતાહરણ કર્યું હતું. તે માયાવી શક્તિઓ અને રૂપ બદલવાની કળા માટે પ્રસિદ્ધ હતો. તેને સોનાના મૃગનું રૂપ ધારણ કર્યું હતું જેને જોઈને સીતાજી મોહિત થઈ ગયાં હતાં. શ્રીરામ તે હરણને પકડવા ગયા અને અંતે શ્રીરામના બાણથી મારીચનો અંત થયો હતો. મરતી વખતે તેને શ્રીરામ જેવા અવાજમાં લક્ષ્મણને બુમ પાડી હતી. જેથી ભ્રમિત થઈને લક્ષ્મણ સીતાજીને કુટિમાં એકલાં છોડીને ચાલ્યા ગયા અને રાવણે છલ કરીને સીતાહરણ કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ