બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 27 કે 28 ઓગસ્ટ કયારે છે રક્ષાબંધન? જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / 27 કે 28 ઓગસ્ટ કયારે છે રક્ષાબંધન? જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

Last Updated: 10:27 PM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વર્ષ 2026માં રક્ષાબંધન ક્યારે મનાવવામાં આવશે શું આ દિવસે ભદ્રા રહેશે ? આજે આ આર્ટીકલમાં આ વિષયે જાણવાનો પ્રયાસ કરીશું.

1/7

photoStories-logo

1. રક્ષાબંધન

હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે શ્રાવણ પૂર્ણિમા તિથિનો પ્રારંભ 27 ઓગસ્ટે સવારે 9:09 પર થશે અને તેનો અંત 28 ઓગસ્ટે સવારે 9:49 પર થશે. કેમ કે 28 ઓગસ્ટે પૂર્ણિમા ઉદયા તિથિમાં રહેશે તેથી રક્ષાબંધનનો તહેવાર આ જ દિવસે મનાવવામાં આવશે. 28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે બહેનો સવારે 5:57 થી સવારે 9:48 સુધીના સમયમાં પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ભદ્રા નહીં રહે

દર વર્ષે શ્રાવણ પૂર્ણિમા તિથિ પર રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે. આ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભાઈ-બહેનના સ્નેહ, વિશ્વાસ અને અટૂટ સંબંધનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે બહેનો ભાઈની કલાઈ પર રક્ષાસૂત્ર બાંધીને તેમના સ્વસ્થ, સુખી જીવન અને દીર્ઘાયુની કામના કરે છે. બદલામાં ભાઈ પોતાની બહેનની રક્ષા અને દરેક મુશ્કેલીમાં તેમની સાથે ઊભા રહેવાનું વચન આપે છે. દર વર્ષની જેમ આ વખતે પણ લોકોના મનમાં રક્ષાબંધનની સાચી તિથિ અને શુભ સમયને લઈને ઘણા સવાલો છે. ચાલો જાણીએ કે આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે મનાવવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. રક્ષાબંધન કયા દિવસે ?

દૃગ પંચાંગ અનુસાર આ વર્ષે શ્રાવણ પૂર્ણિમા તિથિનો પ્રારંભ 27 ઓગસ્ટે સવારે 9 વાગ્યા અને 09 મિનિટે થશે અને તેનો અંત 28 ઓગસ્ટે સવારે 9 વાગ્યા અને 49 મિનિટે થશે. 28 ઓગસ્ટે પૂર્ણિમા ઉદયા તિથિમાં રહેશે જેથી રક્ષાબંધનનો તહેવાર આ જ દિવસે મનાવવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. રાખડી બાંધવાનો શુભ સમય કયો?

રક્ષાબંધન પર શુભ મુહૂર્તમાં રાખડી બાંધવાથી આ તહેવારનું મહત્વ વધી જાય છે.. જેમાં 28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે બહેનો સવારે 5 વાગ્યા અને 57 મિનિટથી સવારે 9 વાગ્યા અને 48 મિનિટ સુધીના સમયમાં પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધી શકશે. આ અવધિને રક્ષાસૂત્ર બાંધવા માટે શુભ માનવામાં આવે છે. ઉદયા તિથિને કારણે 28 ઓગસ્ટે આખો દિવસ તહેવાર મનાવી શકાશે. તેથી બહેનો સવારે 11 વાગ્યા અને 56 મિનિટથી બપોરે 12 વાગ્યા અને 48 મિનિટ સુધીના અભિજિત મુહૂર્તમાં પણ ભાઈની કલાઈ પર રાખડી બાંધી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. શું રક્ષાબંધન પર ભદ્રાનો રહેશે પ્રભાવ ?

ભદ્રા કાળમાં રક્ષાસૂત્ર બાંધવું વર્જિત માનવામાં આવે છે. રાહતની વાત એ છે કે 28 ઓગસ્ટ 2026 ના રોજ રક્ષાબંધનના દિવસે ભદ્રા નહીં રહે. જોકે શ્રાવણ પૂર્ણિમા પર 27 ઓગસ્ટે સવારે 9 વાગ્યા અને 8 મિનિટથી રાત્રે 9 વાગ્યા અને 32 મિનિટ સુધી ભદ્રાનો પ્રભાવ રહેશે. પરંતુ 28 ઓગસ્ટે પૂર્ણિમા ઉદયા તિથિ સાથે સાથે ભદ્રા રહિત પણ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કેવી રીતે શરૂ થઈ રક્ષાબંધનની પરંપરા?

રક્ષાબંધન સાથે જોડાયેલી એક પ્રસિદ્ધ ધાર્મિક માન્યતા મહાભારતકાળથી જોડાયેલી છે. જેમાં એક અવસરે ભગવાન શ્રીકૃષ્ણની આંગળી સુદર્શન ચક્રને કારણે ઘાયલ થઈ ગઈ હતી. તે સમયે દ્રૌપદીએ મોડું કર્યા વગર પોતાની સાડીનો એક ભાગ ફાડીને તેમની આંગળી પર બાંધી દીધો. દ્રૌપદીના આ સ્નેહ અને સમર્પણથી ભાવુક થઈને શ્રીકૃષ્ણે આજીવન તેમની રક્ષાનો સંકલ્પ લીધો. બાદમાં જ્યારે દ્રૌપદીના સન્માન પર સંકટ આવ્યું ત્યારે શ્રીકૃષ્ણે તેમની લાજ બચાવીને પોતાનું વચન નિભાવ્યું. આ જ પ્રસંગને ભાઈ-બહેનના પ્રેમ, વિશ્વાસ અને સુરક્ષાના પ્રતીક તરીકે જોવામાં આવે છે અને રક્ષાબંધનનો તહેવાર તે જ ભાવના સાથે મનાવવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shravan Purnima Bhadra Raksha Bandhan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ