બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં વરસાદનો જોર ધીમો પડશે, ઉત્તર ગુજરાત અને કચ્છમાં 2 ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા

photo-story

5 ફોટો ગેલેરી

વરસાદી માહોલ / ગુજરાતમાં વરસાદનો જોર ધીમો પડશે, ઉત્તર ગુજરાત અને કચ્છમાં 2 ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા

Last Updated: 11:18 PM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન વિભાગ (IMD) ની નવી આગાહી અનુસાર, 02 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનું જોર ધીમે-ધીમે ઘટશે અને મેઘરાજા ભારે વરસાદથી વિરામ લેશે.

1/5

photoStories-logo

1. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં વરસાદની શક્યતા

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય રહેલી વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે નબળી પડવાની સંભાવના છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, 2 ઓગસ્ટથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘટશે. જોકે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા યથાવત રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 2 ઓગસ્ટે ક્યાં પડી શકે ભારે વરસાદ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. 3 ઓગસ્ટે અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ

3 ઓગસ્ટના રોજ અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, રાજકોટ, કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, જામનગર, અમરેલી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 4 ઓગસ્ટે દક્ષિણ અને મધ્ય-પૂર્વ ગુજરાતમાં વરસાદની અસર વધુ

4 ઓગસ્ટે અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. 5 થી 7 ઓગસ્ટ ભારે વરસાદની શક્યતા નહીં

હવામાન વિભાગના અનુમાન મુજબ 5, 6 અને 7 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વ્યાપક અથવા ભારે વરસાદની કોઈ શક્યતા નથી. જોકે સ્થાનિક વાતાવરણના પ્રભાવને કારણે કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે. તે ઉપરાંત અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, રાજકોટ, જામનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

IMD gujarat forecast Gujarat Rain Alert Gujarat Weather Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ