બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 8th Pay Commission: 3 નહિં, 5 લોકોના હિસાબે નક્કી થશે 8માં પગાર પંચનું ફિટમેંટ ફેક્ટર? જાણો સરકારે શું આપ્યો જવાબ

photo-story

6 ફોટો ગેલેરી

બિઝનેસ / 8th Pay Commission: 3 નહિં, 5 લોકોના હિસાબે નક્કી થશે 8માં પગાર પંચનું ફિટમેંટ ફેક્ટર? જાણો સરકારે શું આપ્યો જવાબ

Last Updated: 10:11 PM, 31 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

8મા પગાર પંચને લઇ સરકારે સંસદમાં કહ્યું છે કે તે સ્વતંત્ર છે અને 3 સામે 5 સભ્યોની માંગ અંગેની આંતરિક ચર્ચાની માહિતી તેની પાસે નથી. હજુ ફિટમેન્ટ ફેક્ટર અંગે કોઈ અંતિમ નિર્ણય થયો નથી.

1/6

photoStories-logo

1. 8મુ પગાર પંચ

આઠમા પગાર પંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓ વચ્ચે સૌથી વધુ ચર્ચા ફિટમેન્ટ ફેક્ટરને લઈને ચાલી રહી છે. આ વચ્ચે સંસદમાં એક એવો પ્રશ્ન પૂછાયો જેને લાખો કર્મચારીઓનું ધ્યાન ખેંચી લીધું હતું. જેમાં પ્રશ્ન એ હતો કે શું હવે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતી વખતે પરિવારમાં માત્ર 3 નહીં પણ 5 સભ્યોને આધાર માનવામાં આવશે? આ અંગે સરકારે પહેલી વાર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. ચાલો જાણીએ સરકારે શું જવાબ આપ્યો અને તમારી પગારની ગણતરી પર તેનો શું અસર પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ફિટમેન્ટ ફેક્ટર

જ્યારે પણ કોઈ પગાર પંચ મિનિમમ સેલરી અને ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે ત્યારે તે એવું માનીને ચાલે છે કે તમારા પરિવારમાં 3 સભ્યો છે. જેમા તમે, તમારી પત્ની કે પતિ અને એક બાળક. આ 3 લોકોના ખર્ચના આધારે જ બેઝિક સેલરીનું ફોર્મ્યુલા તૈયાર થાય છે. પણ કર્મચારી સંગઠનોનું કહેવું છે કે આજના સમયમાં મોંઘવારી આસમાનને અડી રહી છે. દરેક સરકારી કર્મચારી પોતાના વૃદ્ધ માતા-પિતાની પણ સંભાળ રાખે છે. એટલે પરિવારને 3 નહીં પણ 5 સભ્યો (માતા-પિતા સહિત)નું માનવામાં આવે. આ 5 લોકોની ‘ફેમિલી યુનિટ’ના ખર્ચ મુજબ જ ફિટમેન્ટ ફેક્ટર અને નવી સેલરી નક્કી થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સંસદમાં સરકારે શું કહ્યું?

રાજ્યસભા સાંસદ જાવેદ અલી ખાને સીધુ સરકારને પૂછ્યું કે શું કર્મચારી સંગઠનોની આ ‘5 સભ્યોવાળી માંગ’ પર કોઈ વાતચીત ચાલી રહી છે? શું પંચ કર્મચારીઓની વાત સાંભળી રહ્યું છે? એના પર નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ 28 જુલાઈએ લેખિત જવાબ આપતાં જે કહ્યું તે ખૂબ રસપ્રદ છે. સરકારે સ્પષ્ટ રીતે હાથ પાછા ખેંચીને કહ્યું, “અમને અંદરની કોઈ માહિતી નથી.” મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે 3 નવેમ્બર 2025ના રોજ જ્યારે 8મા પગાર પંચની રચના થઈ હતી ત્યારથી જ તે પોતાનું કામ કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે. પંચના નિયમોમાં એવું ક્યાંય લખ્યું નથી કે તેને પોતાની દરેક મીટિંગ, ચર્ચા કે ફોર્મ્યુલાની માહિતી સરકારને આપવી પડે. એટલે પગાર પંચે અત્યાર સુધી કેટલી બેઠકો કરી છે, કયા યુનિયનો સાથે વાત કરી છે કે ‘3 વિરુદ્ધ 5’ સભ્યોવાળા નિયમ પર શું નિર્ણય થઈ રહ્યો છે, તેનો કોઈ પણ ડેટા હાલમાં સરકાર પાસે ઉપલબ્ધ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 3 ને બદલે 5 સભ્યો પર આધારિત હશે ફિટમેન્ટ ફેક્ટર ?

હાલમાં તેનો જવાબ ‘નહીં કહી શકાય’ એવો છે. સરકારે એવું નથી કહ્યું કે પ્રસ્તાવ મંજૂર થઈ ગયો છે અને ન તો તેને નકાર્યો છે. જેમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે પંચ સ્વતંત્ર રીતે કામ કરી રહ્યું છે અને તેની આંતરિક ચર્ચાની માહિતી સરકાર પાસે નથી. એટલે હજુ આ મુદ્દે કોઈ અંતિમ નિર્ણય સામે આવ્યો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. શું છે ફિટમેન્ટ ફેક્ટર?

ફિટમેન્ટ ફેક્ટર એ જ મલ્ટિપ્લાયર છે જેના આધારે કર્મચારીઓની બેઝિક સેલરી વધારવામાં આવે છે. આના જ આધારે નક્કી થાય છે કે નવા સેલરી સ્ટ્રક્ચરમાં કોઈ કર્મચારીની બેઝિક પે કેટલી હશે. તેની અસર માત્ર સેલરી પર જ નહીં, પણ પેન્શન અને અન્ય રિટાયરમેન્ટ લાભો પર પણ પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કર્મચારીઓ માટે આ અપડેટનો મતલબ

સંસદમાં સરકારના આ જવાબનો સૌથી મોટો અર્થ એ છે કે હજુ ફિટમેન્ટ ફેક્ટર, પરિવારની સાઈઝ કે નવી સેલરીને લઈને કોઈ અંતિમ નિર્ણય થયો નથી. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે પંચ સ્વતંત્ર રીતે કામ કરી રહ્યું છે અને તેની આંતરિક પ્રક્રિયાની માહિતી સરકાર પાસે પણ નથી. એટલે અલગ-અલગ જગ્યાએ ચાલી રહેલા ઘણા દાવાઓ પર વિશ્વાસ કરતા પહેલાં અધિકારીક જાહેરાતની રાહ જોવી વધુ સારું રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

fitment factor central employees 8th Pay Commission
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ