બ્રેકિંગ ન્યુઝ
12 ફોટો ગેલેરી
Last Updated: 09:46 PM, 31 July 2026
1/12
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે 'રેડ એલર્ટ' દરમિયાન સવારે 6 થી રાત્રિના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 201 તાલુકાઓમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં સૌથી વધુ 19 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે તાપીના ડોલવણ અને નવસારીના વાંસદામાં 14-14 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત 5 તાલુકામાં 10 થી 13 ઈંચ અને 30 તાલુકામાં 5 થી 9 ઈંચ વરસાદ પડાતા સમગ્ર રાજ્યમાં પૂર અને જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે.
2/12
ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક ટેમ્પો વીજળીના વાયર સાથે અડી જતાં વીજકરંટ લાગવાથી 3 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ઇજાગ્રસ્ત મજૂરોને સારવાર અર્થે ખારેલ અને સુરત રિફર કરાયા છે. એસ.પી. કચેરી પાસે છલોછલ વહેતી કાંસમાં 3 બાળકો તણાયા હતા. સ્થાનિકોએ 2 બાળકોને બચાવી લીધા હતા, પરંતુ 11 વર્ષની એક બાળકીનું ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું હતું.
3/12
છોટાઉદેપુરના નસવાડીમાં અશ્વિન નદીમાંથી અને તિલકવાડામાં ઝાડ પર ફસાયેલા યુવકોનું રેસ્ક્યૂ કરાયું હતું. વલસાડમાં ઔરંગા નદીના પૂરના કારણે 200 થી વધુ લોકોને રામલાલ મંદિરના હોલમાં સ્થાનાંતરિત કરાયા છે. બીલીમોરામાં કાવેરી અને અંબિકા નદીઓ ભયજનક સપાટી વટાવી જતાં નીચાણવાળા દેસરા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.
4/12
વડોદરાના દેવ ડેમમાંથી પાણી છોડાતા ડભોઈના 10 અને વાઘોડિયાના 7 ગામો સહિત અમરેશ્વર અને નારાયણપુરા જેવા વિસ્તારોને એલર્ટ કરાયા છે. ડભોઈથી વાઘોડિયા તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ડાંગમાં સતત વરસાદથી કાવેરી નદીની સપાટી 2 કલાકમાં 5.5 ફૂટ વધીને 14.50 ફૂટે પહોંચી હતી. વલસાડ જિલ્લામાં 3 નંબરનું દરિયાઈ સિગ્નલ લગાવાયું છે (ધરમપુરમાં સૌથી વધુ 198 મિમી વરસાદ).
5/12
પરીક્ષાઓ મોકૂફ: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 2 ઓગસ્ટે યોજાનારી TAT (ઉચ્ચતર માધ્યમિક)-2026 ની મુખ્ય પરીક્ષા હવે 8 ઓગસ્ટ 2026 ના રોજ લેવાશે (જૂની હોલટિકિટ જ માન્ય રહેશે). આ સાથે 1 ઓગસ્ટે લેવાનારી GPSC ની તમામ પરીક્ષાઓ હવે 9 ઓગસ્ટે યોજાશે. પૂર અને ભારે વરસાદની આગાહીના પગલે 1 ઓગસ્ટે સુરત, રાજકોટ અને ભાવનગર જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો, આંગણવાડીઓ અને ટ્યુશન ક્લાસીસમાં રજા જાહેર કરવામાં આવી છે.
6/12
7/12
8/12
9/12
કચ્છના ભચાઉ અને રાપરમાં તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો છે. અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગરના મહુવામાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહુવા શહેરની સાથે સાથે આસપાસના તમામ ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. મહુવાના ભાદ્રોડ ગામે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ગામ બહાર પાણી કાઢી નાખ્યા હતા.
10/12
આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા તમામ સંબંધિત વિભાગો અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે કાર્યરત હોવાનું જણાવાયું છે. જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને જરૂરિયાત સમયે આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, સુરત (0261-2663200) અથવા સ્થાનિક મામલતદાર અને પ્રાંત કચેરીનો સંપર્ક કરવા અપીલ કરી છે.
11/12
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ દક્ષિણ ગુજરાતના અનેક તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં સૌથી વધુ 11.46 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ભરૂચ જિલ્લાના નેત્રંગમાં 11.02 ઈંચ અને સુરત જિલ્લાના ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે.સુરત જિલ્લાના માંગરોળમાં 9.88 ઈંચ, નવસારી જિલ્લાના વાંસદામાં 9.84 ઈંચ, ખેડામાં 9.53 ઈંચ અને તાપી જિલ્લાના ડોલવણમાં 9.37 ઈંચ વરસાદ પડ્યો છે. ડાંગના સુબીરમાં પણ 8.50 ઈંચ વરસાદ નોંધાયો છે.
12/12
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર પર મધ્યમ વરસાદ અને દરિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવતા બંદર તંત્રે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લીધો છે. તંત્ર દ્વારા તમામ માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સતર્ક રહેવા અને અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ