બ્રેકિંગ ન્યુઝ
10 ફોટો ગેલેરી
Last Updated: 05:54 PM, 31 July 2026
1/10
કલ્પના કરો... એક યુવાને પોતાના બળે વ્યવસાય ઊભો કર્યો, પણ એક જ ઝટકામાં બધું ધરાશાયી થઈ ગયું. કંપની દેવાળિયા થઈ ગઈ, લેણદારોએ તે ઘરની હરાજી કરી દીધી જે તેના માતા-પિતાએ મોટી મન્નતો સાથે બંધાવ્યું હતું. પરિવાર રસ્તા પર આવી ગયો. આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ તૂટીને વેરવિખેર થઈ જાય. પણ જે વ્યક્તિની વાત આપણે કરી રહ્યા છીએ તેણે તૂટવાને બદલે તે રાખમાંથી ફરીથી ઊભા થવાની સોગંધ લીધી. આ સ્ટોરી છે ગ્રેવિટા ઈન્ડિયા લિમિટેડના ફાઉન્ડર રજત અગ્રવાલની. જેમણે રીસાયક્લિંગના વ્યવસાયમાં એવું કામ કર્યું કે આજે તેઓ 12,000 કરોડની કંપનીના માલિક છે.
2/10
રજત કોઈ ધનાઢ્ય પરિવારમાંથી નહોતા આવ્યા. તેમના પિતા સરકારી ડોક્ટર હતા તેથી તેમનું બાળપણ રાજસ્થાનના વિવિધ જિલ્લાઓના સરકારી સ્કૂલોમાં પસાર થયું હતું. જ્યારે તેમને એન્જિનિયરિંગ કૉલેજ (MNIT)માં પ્રવેશ લીધો. ત્યારે બીજા છોકરાઓ સરકારી નોકરી કે સિવિલ સર્વિસના સપના જોઈ રહ્યા હતા ત્યારે રજતના મનમાં ‘બિઝનેસ’નો આઈડિયા હતો.
3/10
તેમને માતા-પિતા પાસેથી એક લાખ રૂપિયા માંગ્યા. જેમાં તેમને 90 હજાર રૂપિયામાં જયપુરથી 30 કિલોમીટર દૂર 20 એકર પડતર જમીન ખરીદી. કોલેજનો અભ્યાસ કરતા સાથે સાથે આ યુવાન પોતાના ખેતરોમાં કૂવા ખોદાવી રહ્યો હતો. ત્યાં હાઇબ્રિડ ખેતી શરૂ કરી અને સાથે 10 ગાયોથી ડેરી ખોલી, જે ટૂંક સમયમાં 35 ગાયો સુધી પહોંચી ગઈ. રજત પોતાના ખેતરની શાકભાજી ટ્રકમાં ભરીને સીધી દિલ્હીની આઝાદપુર મંડીમાં મોકલતા હતા.
4/10
5/10
પર્યાવરણ બચાવવાની ધૂનમાં રજતે રીસાયક્લિંગના ક્ષેત્રમાં ઉતરવાનું નક્કી કર્યું. તેમને વેસ્ટ ઓઈલ, જૂના ટાયર, થિનર અને જૂની બેટરીઓની રીસાયક્લિંગ પર સ્ટડી કરી. જેમાં અંતે નિર્ણય લીધો જૂની કાર બેટરીઓમાંથી લીડ કાઢવાનો, કારણ કે તે સમયે ભારતમાં તેની ભારે અછત હતી. રજતે પોતાની 35 ગાયોવાળી ડેરી વેચી, બેન્કમાંથી લોન લીધી અને 1994 માં પોતાનો પહેલો નાનો રીસાયક્લિંગ પ્લાન્ટ લગાવ્યો. તેમનું કામ ચાલી નીકળ્યું અને એક્સાઈડ જેવી મોટી કંપનીઓ તેમની ગ્રાહક બની ગઈ.
6/10
રજત વર્ષ 1996માં ઇન્ટરનેશનલ સ્તરે ‘બેઝલ કન્વેન્શન’ પર સહી થઈ અને રાતોરાત ખતરનાક કચરાના આયાત પર પ્રતિબંધ લાગી ગયો. રજતની કંપની માટે કાચો માલ આવવાનું બંધ થઈ ગયું. તેમને લીડમાંથી કેમિકલ બનાવવાનું કામ શરૂ કર્યું પણ ત્યારે ભારત સરકારનો એક અધ્યાદેશ આવ્યો. સરકારે આયાત ડ્યૂટી 35 %થી ઘટાડીને 5 % કરી દીધી. આ તે હથોડો હતો જેને રજતના વ્યવસાયને તોડવાનું કામ કર્યું.
7/10
ચીન અને મલેશિયાથી સસ્તો માલ આવવા લાગ્યો અને રજતની ફેક્ટરી ઠપ થઈ ગઈ. તેઓ બેન્કનું વ્યાજ પણ ભરી શકતા નહોતા. કંપનીનું દેવાળિયુ ફુંકાયું. બેન્કે રિકવરી માટે જેમાં તેઓ રહેતા હતા તેમના માતા-પિતાનું ઘર હરાજી કરી દીધું . પરિવાર રાતોરાત બેઘર થઈને ભાડાના મકાનમાં આવી ગયો. ફેક્ટરી પર તાળું લાગી ગયું.
8/10
દેવાળિયા થયા બાદ પણ રજત હાર્યા નહીં. તેઓ પત્ની સાથે સિંગાપુર ચાલ્યા ગયા. ત્યાં એક ટ્રેડિંગ કંપનીમાં 11 મહિના કામ કર્યું જેથી ઇન્ટરનેશનલ બજાર સમજી શકે. તેમને સમજાઈ ગયું કે સમસ્યા ભારતમાં છે, બહાર નહીં તેમને NRI મિત્રો પાસેથી ઉધાર માંગ્યું અને પોતાની પહેલી વિદેશી યુનિટ શ્રીલંકામાં લગાવી. તે યુનિટ સારી ચાલી. પછી તેમને આફ્રિકા તરફ નજર કરી અને ત્યાં ઈથિયોપિયા, ઘાના, મોઝામ્બિકમાં એક બાદ એક પ્લાન્ટ લગાવ્યા. આફ્રિકા તેમના માટે ગેમ-ચેન્જર સાબિત થયું અને ત્યાંથી તેમને ખુબ નફો કમાયો.
9/10
પૈસા કમાયા બાદ માણસ સૌથી પહેલાં શું કરે છે? રજતે 2006 માં ભારતની તે બેન્કના દરવાજા ખખડાવ્યા જેને તેમને દિવાળિયા જાહેર કર્યા હતા. તેમને દરેક પૈસો ચૂકવીને પોતાની જયપુરવાળી ફેક્ટરી પાછી ખરીદી. વર્ષો બાદ જ્યારે રજત તે બંધ પડેલી ફેક્ટરીમાં પહોંચ્યા ત્યારે દીવાલો કાળી પડી ચૂકી હતી, છત પર પીપળાના વૃક્ષો ઊગી આવ્યા હતા. તે પળ એટલી ભાવુક હતી કે આજે પણ તેને યાદ કરીને રજતની આંખો છલકાઈ આવે છે.
10/10
2010 માં ગ્રેવિટા ઈન્ડિયાનું IPO આવ્યો અને તે 43 ગણો સબ્સ્ક્રાઈબ થયો. આજે કંપની માત્ર બેટરી જ નહીં, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક અને રબર પણ રીસાયકલ કરે છે. વિશ્વના 60 થી વધુ દેશોમાં તેઓ પોતાના સ્પર્ધકોને પોતાની બનાવેલી મશીનો વેચે છે. કંપનીનું માર્કેટ કેપ આજે 12,000 કરોડને પાર કરી ચૂક્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ