બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'રામાયણ'માં 56 વર્ષની આ એક્ટ્રેસ નિભાવી રહી છે રાવણની માતાનો રોલ, જાણો રજનીકાંત સાથેનું ખાસ કનેક્શન
5 ફોટો ગેલેરી
Last Updated: 04:37 PM, 31 July 2026
1/5
દિગ્દર્શક નિતેશ તિવારી અને પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાની ફિલ્મ 'રામાયણમ્' (Ramayana) ને ભારતીય સિનેમાની સૌથી મોંઘી અને ભવ્ય ફિલ્મ માનવામાં આવી રહી છે. ₹4000 કરોડના અધધ બજેટમાં બની રહેલી આ ફિલ્મના ટ્રેલરમાં અનેક જાણીતા કલાકારોની ઝલક જોવા મળી છે.
2/5
ફિલ્મના ટ્રેલરમાં નીચે મુજબના મુખ્ય કલાકારોની ઝલક જોવા મળી ચૂકી છે. ભગવાન શ્રીરામ: રણબીર કપૂર, રાવણ: યશ (40 વર્ષ), રાજા દશરથ: અરુણ ગોવિલ, માતા સીતા: સાઈ પલ્લવી, શૂરપંખા: રકુલપ્રીત સિંહ, મહારાણી કૈકેયી: લારા દત્તા, મંથરા: શીબા ચડ્ડા, વિદ્યુતજિહ્વા: વિવેક ઓબેરોય, લક્ષ્મણ: રવિ દુબે.
3/5
રામાયણમાં રાક્ષસ કુળની રાવણની માતા 'કૈકસી' નું મહત્વનું પાત્ર પ્રખ્યાત અભિનેત્રી શોભના ભજવી રહી છે. ટ્રેલરમાં તેમના લુક અને અભિનયની ભારે પ્રશંસા થઈ રહી છે. વાસ્તવિક જીવનમાં શોભનાની ઉંમર 56 વર્ષ છે, જ્યારે રાવણનું પાત્ર ભજવતા યશની ઉંમર 40 વર્ષ છે. એટલે કે ઓનસ્ક્રીન મા-દીકરાનો રોલ કરી રહેલા આ બંને કલાકારો વચ્ચે માત્ર 16 વર્ષનો જ તફાવત છે.
4/5
એક્ટ્રેસ શોભના મલયાલમ સિનેમાનું ખૂબ જ જાણીતું નામ છે. તેમણે મલયાલમ ઉપરાંત તમિલ, તેલુગુ, હિન્દી, અંગ્રેજી અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. શોભનાનો સુપરસ્ટાર રજનીકાંત સાથે પણ ખાસ સંબંધ રહ્યો છે. તેમણે રજનીકાંત સાથે 1989 માં આવેલી ફિલ્મ 'શિવા' અને 1991 ની બ્લોકબસ્ટર 'થલાપતિ' માં કામ કર્યું હતું, જેમાં તેમની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ સિવાય 2014 માં તેઓ રજનીકાંતની ફિલ્મ 'કોચડાઈયાન' માં પણ જોવા મળ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ