બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / અજિંક્ય રહાણેએ ક્રિકેટને કહ્યું અલવિદા, સંન્યાસ પછી પણ BCCI આપશે ₹8,40,000 નું પેન્શન
Last Updated: 12:27 AM, 31 July 2026
ભારતીય ક્રિકેટ ટીમના સૌથી ભરોસાપાત્ર બેટ્સમેનોમાં ગણાતા અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. લગભગ બે દાયકા સુધી ભારતીય ક્રિકેટમાં મહત્વનું યોગદાન આપનાર રહાણેએ સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કરીને પોતાની નિવૃત્તિની જાણકારી આપી હતી. રહાણેએ પોતાના કરિયરમાં ઘણી યાદગાર ઈનિંગ્સ રમી છે અને વિદેશી ધરતી પર ભારતની ઐતિહાસિક જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં તેમની ટેકનિકલ બેટિંગ અને શાંત કેપ્ટનશીપની હંમેશા પ્રશંસા થઈ છે.
ADVERTISEMENT
An illustrious career comes to an end 🇮🇳
— BCCI (@BCCI) July 30, 2026
Thank you @ajinkyarahane88 for your immense contribution to Indian cricket and all the memories that will be cherished forever
Wishing you the very best in your next chapter #TeamIndia | #ThankYouAjinkya pic.twitter.com/Gbi7sIcgwS
ADVERTISEMENT
મનોરંજન અને રમતગમતના મીડિયા અહેવાલો મુજબ, અજિંક્ય રહાણેની અંદાજિત નેટવર્થ ₹70 થી ₹80 કરોડ વચ્ચે હોવાનું માનવામાં આવે છે. જોકે રહાણે કે તેમના પરિવારે ક્યારેય પોતાની કુલ સંપત્તિનો સત્તાવાર ખુલાસો કર્યો નથી, તેથી આ આંકડા અનુમાનિત છે.
🚨 News 🚨
— BCCI (@BCCI) July 30, 2026
BCCI pays tribute to @ajinkyarahane88's distinguished international career following his decision to retire from international cricket 🇮🇳
🔽 More Details | @MithunManhas | @lonsaikia | #TeamIndia https://t.co/yzQqH4bLT5
ADVERTISEMENT
ભારતીય ટીમ તરફથી રમતી વખતે તેમને મેચ ફી અને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો લાભ મળ્યો હતો (જોકે છેલ્લા 2 વર્ષથી તેઓ કોન્ટ્રાક્ટનો હિસ્સો નહોતા).
ADVERTISEMENT
રહાણે વર્ષોથી IPL માં વિવિધ ફ્રેન્ચાઇઝીઓ તરફથી રમ્યા છે. કોઈ એક સીઝનમાં તેમને મહત્તમ ₹9.5 કરોડ સુધીનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. IPL 2026 માં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) એ તેમને ₹1.5 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યા હતા.
ADVERTISEMENT
સ્થાનિક ક્રિકેટ અને જાહેરાતો દ્વારા પણ તેમની સારી કમાણી થાય છે. તેઓ NIKE, CEAT, IDFC First Bank જેવી જાણીતી બ્રાન્ડ્સની જાહેરાતોમાં જોવા મળ્યા છે.
ADVERTISEMENT
Class. Timing. Resilience 💙
— BCCI (@BCCI) July 30, 2026
The numbers behind one of our most dependable match-winners ever 🫡#TeamIndia | #ThankYouAjinkya | @ajinkyarahane88 pic.twitter.com/A8xCD1R2st
આ પણ વાંચો- ચેતીને રહેજો! આંધી-પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની ડરામણી આગાહી
નિવૃત્તિ પછી પણ રહાણેને BCCI તરફથી આજીવન પેન્શન મળતું રહેશે.
BCCI પેન્શન યોજના: નિયમ મુજબ BCCI પોતાના નિવૃત્ત ખેલાડીઓને પેન્શન આપે છે. 75 થી વધુ ટેસ્ટ મેચ રમનારા ખેલાડીઓને દર મહિને ₹70,000 નું પેન્શન આપવામાં આવે છે.
રહાણેના ટેસ્ટ આંકડા: રહાણેએ ભારત માટે કુલ 85 ટેસ્ટ મેચ રમી છે. આથી નિયમ મુજબ તેમને દર મહિને ₹70,000 એટલે કે વાર્ષિક ₹8,40,000 ની પેન્શન રકમ મળશે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ હવે રહાણે કોચિંગ કે કોમેન્ટ્રી જેવા ક્ષેત્રમાં પ્રવેશ કરે છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.