બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ભારે વરસાદની આગાહી વચ્ચે વાહનચાલકોને મળી વિશેષ સુવિધા, સમગ્ર દેશ માટે એક હેલ્પલાઈન નંબર થયો જાહેર

ગાંધીનગર / 1 ઓગસ્ટ 2026થી ગુજરાતમાં ટ્રાફિક ફરિયાદ માટે માત્ર 112 પર કરો કૉલ

Published By: Vishal Khamar

Last Updated: 04:20 PM, 31 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાગરિકોની સુવિધા અને ઝડપી પ્રતિસાદ માટે ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિક ફરિયાદો માટેનો અલગ નંબર હવે સમગ્ર દેશમાં કાર્યરત ૧૧૨ (112 Emergency Response Support System - ERSS) હેલ્પલાઇન સાથે મર્જ કરવામાં આવ્યો છે.

નાગરિકોની સુવિધા અને ઝડપી પ્રતિસાદ માટે ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિક ફરિયાદો માટેનો અલગ નંબર હવે સમગ્ર દેશમાં કાર્યરત 112૨ (112 Emergency Response Support System - ERSS) હેલ્પલાઇન સાથે મર્જ કરવામાં આવ્યો છે. તા. 01 ઓગસ્ટ 2026 થી ટ્રાફિક સંબંધિત તમામ ટેલિફોનિક ફરિયાદો અને રજૂઆતો માત્ર ૧૧૨ પર જ નોંધાવી શકાશે.

ટ્રાફિક સંબંધિત ફરિયાદો માટે કાર્યરત જૂના ટોલ-ફ્રી નંબર (1800 233 1122) પર પ્રમાણમાં ખૂબ ઓછી ફરિયાદો આવતી હતી. ભારત સરકારની ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ હેઠળ તમામ ઇમરજન્સી સેવાઓને એક જ છત નીચે લાવવાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હેલ્પલાઇન નંબર બદલાયો છે, પરંતુ ઓનલાઇન અને એપ આધારિત ફરિયાદો માટેના અન્ય તમામ માધ્યમો યથાવત રહેશે.

રાજ્યના તમામ નાગરિકોને ભવિષ્યમાં ટ્રાફિક સંબંધિત તમામ ફરિયાદો, સૂચનો કે રજૂઆતો માટે ૧૧૨ હેલ્પલાઇનનો ઉપયોગ કરી વાહનવ્યવહાર અને ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવામાં પોલીસ તંત્રને સહયોગ આપવા સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા જણાવાયું છે.

આ પણ વાંચોઃ 8 કલાકમાં ગુજરાત પાણી-પાણી! ઉમરપાડા 10 ઈંચ, નડિયાદ-વસોમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવા કે વૃક્ષો ધરાશાયી થવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય ત્યારે પણ નાગરિકો ત્વરિત સહાય માટે ૧૧૨ નંબર પર સંપર્ક કરી શકશે. વરસાદી આફત કે ઈમરજન્સીના સમયે વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે અને ટ્રાફિકનું સુચારુ સંચાલન થઈ શકે તે માટે પોલીસ તંત્ર સજ્જ છે, આથી આવી પરિસ્થિતિમાં પણ હવેથી અલગ અલગ નંબર યાદ રાખવાને બદલે માત્ર એક જ ઈમરજન્સી નંબર ‘૧૧૨’ પર જ કોલ કરવાનો રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

traffic complaints Gujarat Gujarat traffic news 112 helpline

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ