બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'ટોક્સિક'માં બોલ્ડ અવતાર કેમ? કિયારા અડવાણીએ તોડ્યું મૌન, કહી આ ખાસ વાત"

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / 'ટોક્સિક'માં બોલ્ડ અવતાર કેમ? કિયારા અડવાણીએ તોડ્યું મૌન, કહી આ ખાસ વાત"

Last Updated: 10:37 AM, 31 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Kiara Advani: કિયારા અડવાણી યશ સાથેની તેની આગામી ફિલ્મ 'ટોક્સિક' માટે તૈયારી કરી રહી છે. 'ટોક્સિક'ને કિયારાની અત્યાર સુધીની સૌથી બોલ્ડ ફિલ્મ માનવામાં આવી રહી છે, અને તાજેતરમાં બહાર પાડવામાં આવેલી પ્રમોશનલ સામગ્રીએ પ્રેક્ષકોનો ઉત્સાહ વધુ વધારી દીધો છે. હવે, તાજેતરની એક વાતચીતમાં કિયારાએ ખુલાસો કર્યો છે કે તેણે 'ટોક્સિક'નો ભાગ બનવાનું કેમ નક્કી કર્યું ?

1/5

photoStories-logo

1. પાત્ર વિશેની વિગતો ગુપ્ત

કિયારા અડવાણીએ મીડિયાને કહ્યું, "જ્યારે મેં વાર્તા સાંભળી, ત્યારે તે પાત્રની ઉત્તમ રચના જોઈને હું ખૂબ પ્રભાવિત થઈ હતી. તેમાં એવી તમામ બાબતો હતી જેની એક અભિનેત્રીને હોય છે. મને લાગ્યું કે મારા કરિયરમાં હું એવા તબક્કે પહોંચી છું જ્યાં મારામાં આવું પાત્ર ભજવવાનો આત્મવિશ્વાસ છે." જોકે તેના પાત્ર વિશેની વિગતો ગુપ્ત રાખવામાં આવી છે, તેમ છતાં યશ સાથેના તેના બોલ્ડ દ્રશ્યોએ જેમાં તે 'નાદિયા'ની ભૂમિકામાં તેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કિયારાએ બીજુ શું કહ્યું ?

આ જ વાતચીત દરમિયાન, કિયારાએ એક અભિનેત્રી તરીકે કોઈ ચોક્કસ પ્રકારની ભૂમિકાઓમાં સીમિત ન રહેવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. તેણે કહ્યું, "મને મહિલાઓને કોઈ એક ચોક્કસ માળખામાં કે સ્ટીરિયોટાઇપ કરવાનું પસંદ નથી. આપણે તેના કરતાં ક્યાંય વિશેષ છીએ, તો પછી આપણાં પાત્રો કેમ ન હોવા જોઈએ?" તેણે ભારપૂર્વક કહ્યું કે મહિલા પાત્રો મજબૂત, વાસ્તવિક અને જટિલ હોવા જોઈએ. આ વાત કદાચ 'ટોક્સિક' ફિલ્મમાં તેની આગામી ભૂમિકા વિશેનો સંકેત હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કિયારાના પાત્રનું પોસ્ટર રિલીઝ

ગયા વર્ષે, જ્યારે કિયારાના પાત્રનું પોસ્ટર રિલીઝ થયું ત્યારે તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, "એક એવું પાત્ર જેણે મારી પાસેથી શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે ઘણું બધું માંગ્યું અને જેણે મને સંપૂર્ણપણે બદલી નાખી. આ અત્યાર સુધીની મારી સૌથી પડકારજનક ભૂમિકા રહી છે. મહિનાઓની સખત મહેનત. એક નિર્ભય પગલું. આ ફર્સ્ટ લુક માટે મળતો અઢળક પ્રેમ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું કેટલી આભાર છું તે શબ્દોમાં વર્ણવી શકતી નથી."

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. અનેક ભાષામાં ફિલ્મ થશે ડબ

યશ અને ગીતુ મોહનદાસ દ્વારા લિખિત અને ગીતુ મોહનદાસ દ્વારા નિર્દેશિત 'ટોક્સિક' નું શૂટિંગ અંગ્રેજી અને કન્નડ એમ બંને ભાષાઓમાં એકસાથે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, તેને હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને અન્ય ઘણી ભાષાઓમાં ડબ કરવાની પણ યોજના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. યશ કિયારા ઉપરાંત આ કલાકારો જોવા મળશે

આ ફિલ્મનું નિર્માણ વેંકટ કે. નારાયણ અને યશ દ્વારા KVN પ્રોડક્શન્સ અને મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. યશ અને કિયારા ઉપરાંત, આ ફિલ્મમાં નયનતારા, તારા સુતારિયા, હુમા કુરેશી, રુકમિણી વસંત અને અન્ય કલાકારો પણ જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

kiara advani toxic film actress reaction why choose boldest Roll
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ