બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદ સહિત 13 જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી, સાગબારા-ગરુડેશ્વરમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ

photo-story

8 ફોટો ગેલેરી

ગુજરાત / અમદાવાદ સહિત 13 જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી, સાગબારા-ગરુડેશ્વરમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ

Last Updated: 10:19 AM, 31 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં 'રેડ એલર્ટ' વચ્ચે ભારે વરસાદના નવા રાઉન્ડનો પ્રારંભ થઈ ગયો છે. માત્ર સવારે બે કલાકમાં જ 82 તાલુકામાં વરસાદ નોંધાતા અનેક જિલ્લાઓમાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.

1/8

photoStories-logo

1. વરસાદનો નવો રાઉન્ડ શરૂ

ગુજરાતમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતાં રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં જ રાજ્યના 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના સાગબારા અને ગરુડેશ્વરમાં નોંધાયો છે, જ્યાં માત્ર બે કલાકમાં 4.65 ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરત અને વડોદરામાં ગરનાળાઓમાં પાણી ભરાઈ જતાં અનેક વાહનો બંધ પડી ગયા હતા, જ્યારે છોટાઉદેપુર, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પણ મધ્યમ વરસાદ નોંધાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. રાજ્યનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે એક્શન

આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રાજ્યનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ, વડોદરા અને સુરત સહિત કુલ 9 જિલ્લાઓમાં શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી 'વેધર વૉચ ગ્રુપ'ની બેઠકમાં તમામ વિભાગોને જરૂરી સાધનો, મશીનરી અને ટીમો સાથે સંપૂર્ણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત કુલ 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં યેલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી બે દિવસ સુધી પાવાગઢ યાત્રા મોકૂફ

પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી બે દિવસ સુધી પાવાગઢ યાત્રા મોકૂફ રાખવા ભક્તોને અપીલ કરવામાં આવી છે. બીજી તરફ સુરતમાં રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. બચાવ કામગીરી માટે આર્મીની બે ટીમોની પણ માંગ કરવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને બપોર બાદ કામ વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ પણ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. સાબરકાંઠા જિલ્લામાં મોડીરાતથી વરસાદ ચાલુ રહ્યો

મહીસાગર, છોટાઉદેપુર અને સાબરકાંઠા જિલ્લામાં મોડીરાતથી વરસાદ ચાલુ રહ્યો હતો. સાબરકાંઠાના પોશીનામાં સૌથી વધુ 21 મિમી વરસાદ નોંધાયો છે. વડોદરામાં વરસાદ બંધ થયા બાદ પણ અલકાપુરી સ્ટેશન ગરનાળામાં પાણી ભરાયેલા રહેતાં અનેક વાહનો બંધ પડી ગયા હતા અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સુરતમાં લિંબાયત ગરનાળામાં પણ પાણી ભરાતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને મુખ્ય માર્ગો પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. ચાર વરસાદી સિસ્ટમ સક્રિય

હાલ રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે. તેમાં ડીપ ડિપ્રેશન, મોનસૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે. આ ચારેય સિસ્ટમના કારણે વરસાદનું જોર વધ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા મુજબ 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સાથે જ થંડરસ્ટ્રોમ અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. આગામી દિવસો માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. ડેસર તાલુકામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો

વડોદરાના ડેસર તાલુકામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યા સુધીમાં 1.38 ઈંચ (35 મિમી) વરસાદ પડતાં ચાલુ સીઝનનો કુલ વરસાદ 13.35 ઈંચ (339 મિમી) પર પહોંચી ગયો છે. વરસાદને કારણે અનેક માર્ગો પર પાણી વહેવા લાગ્યા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. નાગરાજે નાગરિકોને ખાસ અપીલ

સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજે નાગરિકોને ખાસ અપીલ કરી છે કે અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળે. કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું છે કે અસરગ્રસ્ત અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યભરમાં વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને તમામ વિભાગોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Red Alert Gujarat Gujarat Rain Update Heavy Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ