બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / લગ્ન સર્ટિફિકેટમાં હવે પતિ-પત્નીનો ફોટો પણ! અમદાવાદમાં નવી ઓનલાઈન સેવા શરૂ

ગુજરાત / લગ્ન સર્ટિફિકેટમાં હવે પતિ-પત્નીનો ફોટો પણ! અમદાવાદમાં નવી ઓનલાઈન સેવા શરૂ

Published By: Nidhi Panchal

Last Updated: 09:26 AM, 31 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં લગ્ન નોંધણી કરાવનારા નાગરિકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન થશે અને હવે ફોટા સાથેનું ડિજિટલ લગ્ન પ્રમાણપત્ર આપવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને લગ્ન નોંધણી પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 1 ઓગસ્ટથી લગ્ન નોંધણીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે. નવી વ્યવસ્થા હેઠળ હવે અરજદારો પોતાના ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકશે, જ્યારે લગ્ન પ્રમાણપત્ર પણ વર અને કન્યાના ફોટા સાથેનું આપવામાં આવશે. આ સાથે અત્યાર સુધી ચાલતી ઓફલાઈન લગ્ન નોંધણીની સિસ્ટમ સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે.

Marriage-2

નવી ઓનલાઈન વ્યવસ્થા અમલમાં મૂકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાની વેબસાઈટ https://ahmedabadcity.gov.in પર લગ્ન નોંધણી માટે નવું પોર્ટલ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પોર્ટલ પર જઈને અરજદારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તેમજ જરૂરી તમામ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. જેથી સમગ્ર પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને પારદર્શક બની રહેશે.

31 જુલાઈના રોજ લગ્ન નોંધણીની કામગીરી

નવી સિસ્ટમ લાગુ કરવામાં આવતી હોવાથી જૂની ઓફલાઈન પ્રક્રિયા બંધ કરવામાં આવી છે. તેના કારણે 31 જુલાઈના રોજ લગ્ન નોંધણીની કામગીરી બંધ રાખવામાં આવશે. ત્યારબાદ 1 ઓગસ્ટથી માત્ર ઓનલાઈન અરજી જ સ્વીકારવામાં આવશે.

marriage-certicfate

વેબસાઈટ પર લગ્ન નોંધણી માટે અલગ ટાસ્ક અને જરૂરી માર્ગદર્શિકા પણ મૂકવામાં આવી છે. તેમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, કયા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે તેમજ આગળની પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે. અરજદાર દ્વારા ઓનલાઈન અરજી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા બાદ સંબંધિત કચેરી દ્વારા તેની ચકાસણી કરવામાં આવશે.

રજાના દિવસ સિવાયનો સમય અને તારીખનો સ્લોટ ઓનલાઈન બુક કરી

જો દસ્તાવેજોની ચકાસણી દરમિયાન કોઈ વાંધો નહીં હોય તો અરજદારને સંબંધિત લગ્ન નોંધણી વોર્ડ ઓફિસમાં હાજર રહેવા માટે તારીખ અને સમય પસંદ કરવાની સુવિધા આપવામાં આવશે. અરજદાર પોતાની અનુકૂળતા મુજબ જાહેર રજાના દિવસ સિવાયનો સમય અને તારીખનો સ્લોટ ઓનલાઈન બુક કરી શકશે.

પતિ-પત્નીએ સંબંધિત લગ્ન નોંધણી વોર્ડ ઓફિસ ખાતે રૂબરૂ હાજર રહેવાનું

બુક કરાયેલા દિવસ અને સમયે પતિ-પત્નીએ સંબંધિત લગ્ન નોંધણી વોર્ડ ઓફિસ ખાતે રૂબરૂ હાજર રહેવાનું રહેશે. ત્યાં લગ્ન નોંધણી રજીસ્ટરમાં બંનેએ સહી કરવાની રહેશે તેમજ નિયમ મુજબ લગ્ન નોંધણી ફી ભરવાની રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તરત જ અરજદારના લોગિનમાં વર અને કન્યાના ફોટા સાથેનું ડિજિટલ લગ્ન પ્રમાણપત્ર ઉપલબ્ધ થઈ જશે.

આ પણ વાંચો : સવારમાં ફરનારા ધ્યાન આપે! ભારે વરસાદની આગાહી બાદ અમદાવાદમાં લેક-ગાર્ડન બંધ રહેશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ આ નવી ઓનલાઈન વ્યવસ્થાથી નાગરિકોને મોટી રાહત મળશે. હવે લોકોને વારંવાર કચેરીના ધક્કા ખાવાની જરૂર નહીં રહે. ઘરે બેઠા અરજી કરવી, જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા, અરજીની સ્થિતિ ઓનલાઈન તપાસવી, ફિઝિકલ વેરિફિકેશન માટે અનુકૂળ સમય નક્કી કરવો અને અંતે ડિજિટલ સહી તેમજ વર-કન્યાના ફોટા સાથેનું લગ્ન પ્રમાણપત્ર મેળવવું વધુ સરળ બનશે. નવી વ્યવસ્થા લગ્ન નોંધણી પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શક અને નાગરિકમૈત્રી બનાવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AMC Marriage Certificate Online Marriage Registration Ahmedabad Marriage Registration

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ