બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજે ભારે વરસાદની આગાહી, અમદાવાદ-સુરત સહિત 13 જિલ્લામાં રેડ એલર્ટ
7 ફોટો ગેલેરી
Last Updated: 07:02 AM, 31 July 2026
1/7
ગુજરાતમાં આજે વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદનું જોર વધવાની સંભાવના છે. ખાસ કરીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
2/7
હવામાન વિભાગે અમદાવાદ અને સુરત સહિત કુલ 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓમાં અમદાવાદ, બોટાદ અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત આણંદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
3/7
આ સાથે ભરૂચ, નર્મદા અને સુરત જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ અતિભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. જ્યારે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
4/7
બીજી તરફ હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી પણ જાહેર કરી છે. તેમાં સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત ગાંધીનગર અને ખેડા જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે.
5/7
વરસાદની આ ગંભીર આગાહીને ધ્યાનમાં રાખીને અનેક જિલ્લાઓમાં વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ મોડ પર આવી ગયું છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા, નદી-નાળાઓમાં પાણીની આવક વધવાની સંભાવના તેમજ શહેરી વિસ્તારોમાં ટ્રાફિક અને જનજીવન પર અસર પડી શકે છે. તેથી લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
6/7
ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના 9 જિલ્લાની શાળા અને કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી વરસાદ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને. શાળા સંચાલકો અને વાલીઓને પણ જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.
7/7
હાલ રાજ્યમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગામી કલાકોમાં અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધુ વધી શકે છે. ગાજવીજ, વીજળીના કડાકા અને તેજ પવન સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી લોકો ખાસ સાવચેતી રાખે, નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળે અને હવામાન વિભાગ તેમજ સ્થાનિક તંત્રની સત્તાવાર સૂચનાઓ પર સતત નજર રાખે તેવી અપીલ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ