બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાતમાં EWS માટે મોટી રાહતની તૈયારી, આવક મર્યાદા ₹6 લાખથી વધારી ₹10 લાખ કરવાની વિચારણા

ગાંધીનગર / ગુજરાતમાં EWS માટે મોટી રાહતની તૈયારી, આવક મર્યાદા ₹6 લાખથી વધારી ₹10 લાખ કરવાની વિચારણા

Published By: Priykant Shrimali

Last Updated: 02:34 PM, 28 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EWS Income Limit :શિક્ષણ અને સ્વરોજગાર સહાયનો વ્યાપ વધશેઃ GUJEDC હેઠળ કોલેટરલ-ફ્રી લોન અંગે પણ વિચારણા

EWS Income Limit : ગુજરાત સરકાર સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટેની કલ્યાણકારી યોજનાઓમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. રાજ્ય સરકાર EWS લાભાર્થીઓ માટેની વાર્ષિક કુટુંબ આવક મર્યાદા હાલની રૂ. છ લાખથી વધારીને રૂ. ૧૦ લાખ કરવાની વિચારણા કરી રહી છે. આ નિર્ણયથી શિક્ષણ અને સ્વરોજગાર સહાય મેળવવા માટે વધુ પરિવારોને લાભ મળી શકે છે.

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ગુજરાત અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ (GUJEDC) હેઠળ ચાલતી યોજનાઓ માટે આવક માપદંડમાં સુધારા અંગે કવાયત શરૂ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ મર્યાદા વધારવાનો પ્રસ્તાવ તૈયાર થઈ રહ્યો છે અને આગામી સમયમાં તેની જાહેરાત થવાની શક્યતા છે.

હાલમાં GUJEDCની મોટા ભાગની યોજનાઓમાં આવક મર્યાદા રૂ. છ લાખ છે, જ્યારે કેટલીક યોજનાઓમાં રૂ. આઠ લાખ સુધીની આવક ધરાવતા અરજદારોને પણ પાત્રતા આપવામાં આવે છે. નવી મર્યાદાનો ઉદ્દેશ સામાન્ય વર્ગના લાભાર્થીઓને અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) અને અન્ય પછાતવર્ગ (ઓબીસી)ને મળતા લાભોની સમકક્ષ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે.

કોલેટરલ-ફ્રી લોનની પણ વિચારણા

સરકાર GUJEDC હેઠળ આપવામાં આવતી લોન યોજનાઓમાં ગેરંટી વગર (કોલેટરલ-ફ્રી) લોનની સુવિધા શરૂ કરવા અંગે પણ વિચાર કરી રહી છે. હાલમાં એસસી અને એસટી લાભાર્થીઓ માટેની કેટલીક યોજનાઓમાં મિલકત ગીરવે રાખવાની જરૂર પડતી નથી, પરંતુ GUJEDCની યોજનાઓમાં આવી સુવિધા ઉપલબ્ધ નથી.

આ પણ વાંચો : શું તમે જાણો છો? ભારતમાં એક એવા વ્યક્તિ હતા જેમના ઘર પાસે જ હતું પોતાનું રેલવે સ્ટેશન!

GUJEDC દ્વારા અનામત વર્ગ બહારના પાત્ર લાભાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ, સ્વરોજગાર અને અન્ય હેતુઓ માટે આર્થિક સહાય આપવામાં આવે છે. સપ્ટેમ્બર-૨૦૧૭માં અનામત બહારના વર્ગો, ખાસ કરીને પાટીદાર સમાજના આંદોલન બાદ આ નિગમની સ્થાપના કરવામાં આવી હતી.જો આ બંને સુધારા મંજૂર થશે તો GUJEDCના કાર્યક્ષેત્રનું અત્યાર સુધીનું સૌથી મોટું વિસ્તરણ ગણાશે. નવા નિયમોથી હજારો વધુ પરિવારોને સરકારી સહાય અને શિક્ષણ તથા ઉદ્યોગ માટે સરળતાથી ધિરાણ મળી શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat EWS GUJEDC EWS Income Limit

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ