બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / પિતાએ કેન્સરની વાત પણ છુપાવી! સંઘર્ષની કહાની બાદ સારાંશ જૈનની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી

photo-story

5 ફોટો ગેલેરી

ક્રિકેટ / પિતાએ કેન્સરની વાત પણ છુપાવી! સંઘર્ષની કહાની બાદ સારાંશ જૈનની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી

Last Updated: 01:21 PM, 28 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Cricket News: મધ્યપ્રદેશના ઓલરાઉન્ડર સારાંશ જૈનની રાહ આખરે પૂરી થઈ છે. શાનદાર ડોમેસ્ટિક કારકિર્દી પછી આ સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડરને શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં પ્રથમ વખત સ્થાન મળ્યું છે. તેને ઘાયલ વોશિંગ્ટન સુંદરની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

1/5

photoStories-logo

1. કારકિર્દીમાં અનેક ઉતાર-ચઢાવ

2014 માં સારાંશ જૈન મધ્યપ્રદેશના એક ક્લબ સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ગયો હતો. તે દરમિયાન તેના પિતાને કેન્સર હોવાનું નિદાન થયું હતું અને તેના ચહેરાની સર્જરી કરાવવામાં આવી હતી. જોકે પરિવારે સારાંશને તેના વિશે કોઇ ભનક પણ લાગવા દિધી ન હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. પિતાએ પુત્રને ભાવનાત્મક પત્ર આપ્યો

એકમાત્ર કારણ એ હતું કે તેના પુત્રનું ધ્યાન ક્રિકેટ પરથી ન ભટકે. જ્યારે સરાંશ જૈન ઓસ્ટ્રેલિયાથી પાછો ફર્યો, ત્યારે તેને પહેલી વાર ખબર પડી કે તેના પિતા કેન્સર સામે લડી રહ્યા છે અને તેની મોટી સર્જરી થઈ છે. તે મુશ્કેલ સમય દરમિયાન તેના પિતાએ તેને એક નાની ચીઠ્ઠી આપી. પત્રમાં લખ્યું હતું, "હું હવે ઠીક છું, દીકરા." તું જેટલું સારું રમીશ, તેટલી ઝડપથી હું સ્વસ્થ થઈશ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. પિતાના પ્રેરણારૂપ શબ્દો

તેમના પિતાના આ શબ્દો સારાંશ જૈન માટે માત્ર પ્રોત્સાહન જ નહીં પરંતુ જીવનભર પ્રેરણારૂપ બન્યા. આજે ઘણા ખેલાડીઓ IPL દ્વારા ઓળખ મેળવે છે, ત્યારે સારાંશ જૈને એક અલગ રસ્તો પસંદ કર્યો. તેમણે રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી, ઈરાની ટ્રોફી અને ઈન્ડિયા A ટીમો માટે સતત સારું પ્રદર્શન કર્યું, પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ટીમમાં આપ્યુ મહત્વનું યોગદાન

તેણે શ્રીલંકાના તાજેતરના પ્રવાસ દરમિયાન ઈન્ડિયા A ટીમ સાથે રમાયેલી બે અનૌપચારિક ટેસ્ટ મેચોમાં પણ પોતાની ઉપયોગીતા સાબિત કરી. પહેલી મેચમાં તેમણે ખાસ પ્રભાવ પાડ્યો ન હતો, પરંતુ બીજી મેચમાં તેમણે છ વિકેટ લીધી અને 70 રનની મહત્વપૂર્ણ અણનમ ઇનિંગ રમી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. એક શાનદાર ફર્સ્ટ-ક્લાસ કારકિર્દી

ડાબોડી બેસ્ટમેન અને જમણા હાથે ઓફ-સ્પિન બોલિંગ કરનાર 33 વર્ષીય સારાંશ જૈને એપ્રિલ 2014 માં મધ્યપ્રદેશ માટે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તેમણે 54 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 27.30 ની સરેરાશથી 188 વિકેટ લીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Test Cricket Saransh Jain Team India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ