ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / PT લેક્ચર દરમિયાન કરુણ દુર્ઘટના! ધાબા પર વીજપોલને અડતાં વિદ્યાર્થીએ ગુમાવ્યો જીવ
Last Updated: 01:46 PM, 28 July 2026
ADVERTISEMENT
Surat Khatodara News: સુરતમાં શાળાની બેદરકારીએ વિદ્યાર્થીનો ભોગ લીધો છે. ખટોદરાની સુમન શાળામાં વીજ કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત નીપજ્યુ છે. ધાબા પર વીજપોલને અડી જતા વિદ્યાર્થીને કરંટ લાગ્યો હતો.
ADVERTISEMENT
ખટોદરાની સુમન શાળામાં PTના લેક્ચર માટે ધાબા પર વિદ્યાર્થીઓ ગયા હતા. ધાબા પર લાઈટના થાંભલાને અડી જતા ઘટના બની હતી જેમાં અબ્દુલ રહેમાન મહોમ્મદ સલીમ નામના વિદ્યાર્થીનું મોત થયુ છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર સુરતના ખટોદરા વિસ્તારમાં સુમન શાળા નંબર 16 આવેલી છે. આ સ્કુલના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે પરંતુ વિદ્યાર્થીઓની યોગ્ય સારસંભાળ લેવામાં નહી આવતી હોવાનું દેખાઇ રહ્યુ છે.
ADVERTISEMENT
સુરતના ખટોદરા વિસ્તારની સુમન શાળા નંબર 16માં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યુ છે. 9 માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીને ધાબા પર વીજપોલને અડી જતા કરંટ લાગ્યો હતો. અબ્દુલ રહેમાન મહમદ સલીમ નામના વિદ્યાર્થીનું કરંટ લાગતા મોત નીપજ્યુ છે. નવમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ પીટીના લેક્ચર માટે ધાબા પર ગયા હતા ત્યારે આ બનાવ બન્યો છે. સરકારી શાળાની જ કેમ્પસમાં આવેલ લાઈટના લોખંડના થાંભલા પર કરંટ આવતો હતો.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગાંધીનગર / જમીન ફાળવણી થશે વધુ ઝડપી! રાજ્ય સરકારે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આપી વધુ સત્તા
સ્કુલમાં બનેલી આ દુર્ઘટનાને લઇને વાલીઓ પણ ચિંતિત બન્યા છે. સ્કુલના જવાબદાર લોકો દ્વારા છાત્રોની સુરક્ષાને લઇ યોગ્ય ધ્યાન નહી રાખવામાં આવતુ હોવાની રાવ ઉઠી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT