બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / પેટ્રોલમાં 28 KMથી વધુ માઇલેજ! ખરીદી પહેલાં જોઈ લો ભારતની ટોપ 5 ફ્યુઅલ-એફિશિયન્ટ કારો

photo-story

6 ફોટો ગેલેરી

ઓટો / પેટ્રોલમાં 28 KMથી વધુ માઇલેજ! ખરીદી પહેલાં જોઈ લો ભારતની ટોપ 5 ફ્યુઅલ-એફિશિયન્ટ કારો

Last Updated: 02:34 PM, 28 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Top 5 Highest Mileage car in india: જો તમે પેટ્રોલ પર ઉત્તમ માઇલેજ આપતી કાર ખરીદવા માંગતા હોય, તો આ સમાચાર તમારા માટે છે. ભારતમાં હવે એવી ઘણી પેટ્રોલ અને હાઇબ્રિડ કાર ઉપલબ્ધ છે જે 25 થી 28.65 kmpl સુધીનું ARAI રેટેડ માઇલેજ આપવાનો દાવો કરે છે.

1/6

photoStories-logo

1. ભારતની સૌથી વધુ ફ્યુઅલ-એફિશિયન્ટ ટોચની 5 કાર

જો તમે પેટ્રોલ પર ઉત્તમ માઈલેજ આપતી કાર ખરીદવા માંગતા હોય, તો આ માહિતી તમારા માટે છે. ભારતમાં હવે એવી ઘણી પેટ્રોલ અને હાઇબ્રિડ કાર ઉપલબ્ધ છે જે 25 થી 28.65 kmpl સુધીની ARAI રેટેડ માઈલેજ આપવાનો દાવો કરે છે. તેમાં મારુતિ, ટોયોટા અને હોન્ડા જેવી કંપનીઓના મોડલ્સનો સમાવેશ થાય છે. અહીં ભારતની સૌથી વધુ ફ્યુઅલ-એફિશિયન્ટ ટોચની 5 કારની કિંમત, એન્જિનની વિગતો અને માઈલેજ અંગેની માહિતી આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મારુતિ વિક્ટોરિસ

મારુતિ વિક્ટોરિસ હાલમાં ભારતમાં સૌથી વધુ ફ્યુઅલ-એફિશિયન્ટ પેટ્રોલ કારમાંની એક છે. તેમાં 1.5-લિટર એટકિન્સન-સાયકલ પેટ્રોલ એન્જિન છે, જે 80 hpની ઇલેક્ટ્રિક મોટર સાથે જોડાયેલું છે. આ બંને મળીને 116 hpનો સંયુક્ત પાવર આઉટપુટ આપે છે અને તેમાં e-CVT ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, તે 28.65 kmplની ARAI માઇલેજ આપે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 16.38 લાખ રુપિયાથી 19.99 લાખ રુપિયાની વચ્ચે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ટોયોટા અર્બન ક્રૂઝર હાઈરાઈડર અને મારુતિ ગ્રાન્ડ વિટારાના સ્ટ્રોંગ

હાઈબ્રિડ મોડલ્સ બીજા ક્રમે આવે છે. બંને SUV 1.5-લિટર એટકિન્સન-સાયકલ પેટ્રોલ એન્જિન અને 80 hpની ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ છે. તે સંયુક્ત રીતે 116 hpનો પાવર આપે છે અને તેમાં e-CVT ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. બંને મોડલ્સ ARAI દ્વારા પ્રમાણિત 27.97 kmplની માઈલેજ આપે છે અને તેની કિંમત 16.63 લાખ રુપિયા થી 20.19 લાખ રુપિયાની વચ્ચે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. હોન્ડ સિટી ઇ:એચઇવી

જો તમે સેડાન કાર પસંદ કરતા હોય, તો Honda City e:HEV સૌથી વધુ માઇલેજ આપે છે. તેમાં 1.5-લિટર એટકિન્સન-સાયકલ પેટ્રોલ એન્જિન અને ઇલેક્ટ્રિક મોટર ધરાવતું હાઇબ્રિડ સેટઅપ આપવામાં આવ્યું છે. આ બંને મળીને 126 hpની પાવર ક્ષમતા પ્રદાન કરે છે અને તેને e-CVT ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેની ARAI-રેટેડ માઇલેજ 27.26 kmpl છે. તેની એક્સ-શોરૂમ કિંમત 20 લાખ રુપિયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મારુતિ સેલેરિયો

મર્યાદિત બજેટમાં વધુ માઇલેજ મેળવવા ઈચ્છતા લોકો માટે મારુતિ સેલેરિયો એક સારો વિકલ્પ છે. તેમાં 1.0-લિટરનું થ્રી-સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 69 hpની પાવર અને 91 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેનું AMT વેરિઅન્ટ ARAI-પ્રમાણિત 26 kmplનું માઇલેજ આપે છે, જ્યારે મેન્યુઅલ વેરિઅન્ટ 24.97 kmplથી 25.24 kmplની વચ્ચે માઇલેજ આપે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 4.70 લાખ રુપિયા થી 6.73 લાખ રુપિયાની વચ્ચે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મારુતિ સ્વિફ્ટ

મારુતિ સ્વિફ્ટમાં 1.2-લિટરનું, થ્રી-સિલિન્ડર Z-સિરીઝ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 82 hpની પાવર અને 112 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેનું AMT વેરિઅન્ટ 25.75 kmplની ARAI-રેટેડ માઈલેજ આપે છે, જ્યારે મેન્યુઅલ વેરિઅન્ટ 24.8 kmplની માઈલેજ આપે છે. તેના હળવા વજનના બાંધકામને કારણે, તે ઉત્તમ ફ્યુઅલ એફિશિયન્સી ધરાવતી હોવાનું માનવામાં આવે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 5.79 લાખ રુપિયાથી 8.65 લાખ રુપિયાની વચ્ચે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

automobile Top 5 Highest Mileage car Petrol Cars in India 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ