ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાવનગર ગેરકાયદેસર મદ્રેસા કેસ: પોલીસ તપાસનો વ્યાપ ભરૂચ સુધી, મૌલાના 10 દિવસના રિમાન્ડ પર
Last Updated: 05:31 PM, 25 July 2026
ADVERTISEMENT
ભાવનગર નજીક સિદસરના 25 વારિયા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા મદ્રેસા મામલે પોલીસ તપાસનો વ્યાપ હવે ભરૂચ સુધી પહોંચ્યો છે. મેગા કોમ્બિંગ દરમિયાન ઝડપાયેલા મૌલાના મોહમ્મદ શરીફ હાલ 10 દિવસના પોલીસ રિમાન્ડ હેઠળ છે. તેની પૂછપરછ દરમિયાન ભરૂચ કનેક્શન સામે આવતાં ભાવનગર SOGની વિશેષ ટીમ મૌલાનાને સાથે રાખી જંબુસર ખાતે પહોંચી હતી.
ADVERTISEMENT

પોલીસ તપાસ મુજબ, સિદસર સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નં. 110, 111 અને 112માં હેતુફેર કરીને મદ્રેસા ચલાવવામાં આવતું હોવાનો આક્ષેપ છે. દરોડા દરમિયાન મૌલાના મોહમ્મદ શરીફ અબ્બાસભાઈ મરેડિયાના કબજામાંથી ઉર્દૂ અને અરેબિક ભાષામાં લખાયેલા આશરે 15 પુસ્તકો તેમજ મૌલાના દ્વારા લખાયેલી 60 પાનાની ડાયરી સહિતનું સાહિત્ય મળી આવ્યું હતું.
ADVERTISEMENT

જપ્ત કરાયેલી સામગ્રીની સંબંધિત એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.પ્રાથમિક પૂછપરછ દરમિયાન મૌલાનાનું ભરૂચ સાથે કનેક્શન સામે આવતાં ભાવનગર SOGની ટીમ તેને સાથે રાખી જંબુસરના દારૂલ કુરાન મદ્રેસા ખાતે પહોંચી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ભાવનગર આવતા અગાઉ મૌલાના ભરૂચમાં રહી અભ્યાસ કરતો હતો. તેના અગાઉના સંપર્કો, રોકાણ અને સંભવિત નેટવર્ક અંગે માહિતી મેળવવા માટે ભરૂચ SOG તથા સ્થાનિક પોલીસના સહયોગથી તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT

આ કેસમાં મૌલાનાને ભાવનગર લાવવા તેમજ તેને નાણાકીય સહાય પૂરી પાડવાના આરોપસર યુસુફ આરીફનાઈ મારજ્ઞણી અને અનસ મોહંમદસીદીક લાખાણીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ જિલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ક્યાંક બસ તો ક્યાંક નાગરિકો ફસાયા, તસવીરોમાં જુઓ વરસાદની તારાજીના દ્રશ્યો
દરમિયાન, પોલીસ દ્વારા સિદસર વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ, મદ્રેસામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓના નિવેદનો નોંધવાની કાર્યવાહી પણ ચાલી રહી છે. મદ્રેસામાંથી મળેલા સાહિત્ય, મૌલાનાની ડાયરી તેમજ તેના ભરૂચ કનેક્શન અંગે તપાસ વિવિધ દિશામાં આગળ વધી રહી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે વધુ વિગતો અને સંભવિત કડીઓ સામે આવે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT