બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કરોડોના કામ પણ નિષ્ફળ? અમદાવાદના 3 વિસ્તારોમાં વરસાદી પાણીની સમસ્યા યથાવત્
Last Updated: 02:43 PM, 28 July 2026
ગત ૨૩ જુલાઈએ સવારના છથી સાંજના ચાર વાગ્યા દરમિયાન શહેરમાં સરેરાશ પોણા ચાર ઈંચ (૯૫.૯ મિ.મી.) વરસાદ નોંધાયો હતો. ચોમાસા પહેલાં પાણી ભરાઈ જવાની સમસ્યા માટે કુખ્યાત બનેલાં ૯૦ ટકા સ્થળો પરથી વરસાદી પાણી ઊતરી ગયું, પરંતુ શહેરના ત્રણ વિસ્તારોમાં ફરીથી ભારે જળબંબાકાર સર્જાયો હતો. છેલ્લા એક દાયકામાં આ વિસ્તારોમાં પૂરરોધક માળખાકીય કામો પાછળ અંદાજે રૂ. ૬૦ કરોડનો ખર્ચ છતાં સ્થિતિમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી.
ADVERTISEMENT
એએમસીએ મહિલા તળાવ (બોડકદેવ), શ્રીનંદનગર (વેજલપુર) અને મધુમાલતી એપાર્ટમેન્ટ (કઠવાડા) વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઇન, િડસિલ્ટિંગ, પમ્પિંગ સ્ટેશન અને પરકોલેટિંગ વેલ જેવા અનેક પ્રોજેક્ટ હાથ ધર્યા છે. તેમ છતાં દર વર્ષે વરસાદમાં રહેણાક વિસ્તારોમાં પાણી ઘૂસી જાય છે. આ વખતે પણ અનેક મકાનોમાં પાણી ભરાતાં કેટલાક વિસ્તારોમાં રહેવાસીઓને ફૂડ પેકેટ વહેંચવાની ફરજ પડી હતી.
ADVERTISEMENT
ત્રણ વિસ્તારોની ગંભીર સ્થિતિ
રાજપથ-રંગોલી રોડ (બોડકદેવ):
ADVERTISEMENT
છેલ્લાં પાંચ વર્ષમાં અહીં લગભગ રૂ. ૨૫ કરોડનાં કામ કરવામાં આવ્યાં છે. સ્ટ્રોમ વોટર લાઇન, િડસિલ્ટિંગ અને પરકોલેટિંગ વેલ બન્યા છતાં મહિલા તળાવ આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત્ છે. એએમસી હવે અહીં કાયમી સ્ટ્રોમ વોટર પમ્પિંગ સ્ટેશન બનાવવા માટે જમીન ખરીદી રહી છે.
ADVERTISEMENT
શ્રીનંદનગર, વેજલપુર:
દસ વર્ષથી પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરી રહેલા આ વિસ્તારમાં રૂ. ૧૨.૫ કરોડથી વધુનાં વિકાસકામ થયાં છે. અગાઉ રૂ. ૧૦ કરોડના ખર્ચે પમ્પિંગ સ્ટેશન પણ બનાવાયું હતું, છતાં તાજેતરના વરસાદમાં શ્રીનંદનગર, બકેરી સિટી અને આસપાસની સોસાયટીઓ ફરી પાણીમાં ગરકાવ થઈ હતી. હવે સોનલ સિનેમા રોડથી સાબરમતી સુધી નવી આરસીસી ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
મધુમાલતી એપાર્ટમેન્ટ, કઠવાડા:
ADVERTISEMENT
ઔડા અને એએમસીએ મળીને આશરે રૂ. ૩૦ કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર પાઇપલાઇન નાખી હતી, પરંતુ સિગરવા તળાવમાં ક્ષમતા કરતાં વધુ પાણી આવતાં વિસ્તાર ફરી ડૂબ્યો હતો. હવે સિગરવા, દયાવન અને ખોડિયાર તળાવને પરસ્પર જોડવાની નવી યોજના તૈયાર કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ફરજ પહેલાં, પરિવાર પછી! 72 કલાકની મહેનતથી AMCના 13 હજાર કર્મચારીઓએ અમદાવાદને સંભાળ્યું
બોપલમાં પણ સ્થિતિ ગંભીર
૨૨ ઇંચ જેટલો ભારે વરસાદ તૂટી પડ્યાના કેટલાય દિવસો બાદ પણ બોપલના અનેક વિસ્તારોમાં પાણી સંપૂર્ણપણે ઊતર્યું નથી. સ્ટર્લિંગ સિટી સહિત અનેક સોસાયટીઓમાં રસ્તા અને ઘરોમાં હજુ પાણી ભરાયેલું છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ વરસાદી પાણી સીધું ઘરોમાં ઘૂસતાં ભારે નુકસાન થયું છે. કેટલાક લોકોએ રસ્તાની ઊંચાઈ વધારવાનાં કામ અને જાળવણીના અભાવને પણ પાણી ભરાવાનું એક કારણ ગણાવ્યું છે. નગરજનોનું કહેવું છે કે કરોડો રૂપિયાના ખર્ચ છતાં દર વર્ષે એ જ વિસ્તારોમાં જળબંબાકાર સર્જાતો હોવાથી લાંબા ગાળાનો અસરકારક ઉકેલ હવે સમયની માગ બની ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.