બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ફરજ પહેલાં, પરિવાર પછી! 72 કલાકની મહેનતથી AMCના 13 હજાર કર્મચારીઓએ અમદાવાદને સંભાળ્યું
Last Updated: 02:31 PM, 28 July 2026
અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદ બાદ સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના ૧૩ હજારથી વધુ કર્મચારીઓએ કર્તવ્યનિષ્ઠા અને સમર્પણનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સતત ૭૨ કલાકથી વધુ સમય સુધી ૫૯૦થી વધુ ટીમોએ દિવસ-રાત રાહત અને પાણીના નિકાલની કામગીરી કરીને શહેરને ઝડપથી સામાન્ય સ્થિતિમાં લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ADVERTISEMENT
આ કામગીરી દરમિયાન અનેક કર્મચારીઓએ પોતાની વ્યક્તિગત મુશ્કેલીઓને પાછળ મૂકી ફરજ નિભાવી હતી. કિડનીના ઓપરેશન બાદ શરીરમાં સ્ટેન્ટ હોવા છતાં એક કર્મચારી મેદાનમાં ઊતર્યા હતા, જ્યારે ૧૦૨ ડિગ્રી તાવમાં પણ અધિકારીઓએ કામગીરી ચાલુ રાખી હતી. કેટલાક કર્મચારીઓએ ગંભીર રીતે બીમાર પરિવારજનોને ઘરે મૂકીને રાહત કામગીરીમાં ભાગ લીધો હતો તો કેટલાકના પોતાના ઘરમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયાં હોવા છતાં તેઓ શહેરના અંડરબ્રિજ અને રસ્તાઓ ખુલ્લા કરાવવા તહેનાત રહ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજકોટમાં પતિ દ્વારા પત્નીને માર માર્યાનો CCTV વાયરલ, પત્નીનો પતિ અને ટ્યુશન શિક્ષિકા સામે ગંભીર આક્ષેપ
સફાઈ કામદારો, ડ્રાઇવરો, પંપ ઓપરેટરો, ઇજનેરો, સેનેટરી ઇન્સ્પેક્ટર્સ અને ફિલ્ડ સ્ટાફે પાલડી કંટ્રોલરૂમથી લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં સતત સંકલન જાળવી કામગીરી કરી હતી. વરસાદી સંકટમાં એએમસીના આ કર્મચારીઓએ સાબિત કર્યું કે તેમના માટે આ માત્ર નોકરી નહીં, પરંતુ અમદાવાદ પ્રત્યેની સેવા અને કર્તવ્ય છે. શહેર ફરી સામાન્ય બન્યું ત્યારે તેની પાછળ હજારો કર્મચારીઓના ત્યાગ અને અવિરત મહેનત છુપાયેલી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.