ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / VIDEO : 'એક દિવસ આપણે બધા મરી જવાના' ચર્ચમાં મૃત્યું પર ભાષણ આપતાં હતા પાદરી, ભારેખમ ક્રોસ પડતાં મોત
Last Updated: 03:45 PM, 19 October 2026
ADVERTISEMENT
દક્ષિણ અમેરિકી દેશ ઈક્વાડોરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એક કેથોલિક પાદરીનું માથા પર ભારે ક્રુસિફિક પડતાં મૃત્યુ થયું. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે પાદરી પેટ્રિક આલ્ફ્રેડો સાંચેઝ મોલિનારી ઉપદેશ આપી રહ્યા હતા. અચાનક, તેમની પાછળ દિવાલ સાથે જોડાયેલ એક ભારે ક્રુસિફિક તેમના માથા પર પડી. તેમને માથામાં ગંભીર ઈજાઓ થઈ અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
ADVERTISEMENT
A priest was killed in Ecuador after a massive cross collapsed on him during services. The incident happened in front of worshippers and was captured on a livestream. https://t.co/0ia3NKTsjG
— Open Source Intel (@Osint613) October 18, 2026
મંડળને સંબોધિ રહ્યા હતા ત્યારે ક્રોસ પડ્યો
ADVERTISEMENT
ચર્ચ દ્વારા જારી કરાયેલા એક નિવેદન મુજબ , શનિવારે પાદરી વેદી પાસે ઉભા હતા અને મંડળને સંબોધિત કરી રહ્યા હતા. તેમની પાછળ દિવાલ પર લગાવેલ એક ભારે લાકડાનો ક્રુસિફિક્સ અચાનક તૂટી ગયો અને સીધો તેમના પર પડ્યો. ક્રુસિફિક્સ સીધા પાદરીના માથા પર વાગ્યો, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ. આ સમય દરમિયાન ચર્ચમાંથી પાદરીનો ઉપદેશ જીવંત પ્રસારિત થઈ રહ્યો હતો. આ દુ:ખદ ઘટના પહેલા, પાદરી જીવન અને મૃત્યુ પર ઉપદેશ આપી રહ્યા હતા. ઉપદેશ દરમિયાન, તેમણે કહ્યું, "આપણે બધા અહીં એક દિવસ મરી જઈશું. તેથી ક્યારેક આપણે જે વસ્તુઓ પર આપણો સમય વિતાવીએ છીએ તે ભગવાન સાથે વિતાવેલા સમય જેટલી મહત્વપૂર્ણ નથી. તેમના ઉપદેશમાં, તેમણે ઈસુ ખ્રિસ્તના ઉપદેશોનો ઉલ્લેખ કર્યો. મંડળને સંબોધતા, તેમણે તેમને વિનંતી કરી કે તેઓ તેમના મોબાઇલ ફોન પર સ્ક્રોલ કરવામાં પોતાનો સમય બગાડે નહીં. તેના બદલે, તેઓએ ભગવાનની પૂજા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
વધુ વાંચો : VIDEO : ગરબામાં જ ભાજપ નેતાએ છોકરીને માર્યો ધક્કો, વીડિયો વાયરલ, FIR દાખલ કરાઈ
ADVERTISEMENT
ચર્ચે જારી કર્યો શોક સંદેશ
ગ્વાયાક્વિલના આર્ચડિયોસીસે રવિવારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા સંદેશમાં પાદરીના મૃત્યુની પુષ્ટિ કરી. તેમાં કહેવામાં આવ્યું છે કે પર્પેટુઓ સોકોરો ચર્ચમાં પાદરી તરીકે સેવા આપતા ફાધર પેટ્રિક આલ્ફ્રેડો સાંચેઝનું હવે અવસાન થયું છે. આર્ચડિયોસીસે દિવંગત પાદરીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરી. શોક સંદેશમાં કહેવામાં આવ્યું હતું કે, "પ્રભુ, તેમને શાશ્વત શાંતિ આપો અને તેમની પર તમારી અનંત કૃપા વરસાવો. તેમના આત્માને શાંતિ મળે, અમે પ્રાર્થના કરીએ છીએ." આ દુર્ઘટનાએ સ્થાનિક કેથોલિક સમુદાયમાં શોકની લહેર ફેલાવી છે. લાઇવસ્ટ્રીમ જોનારા વિશ્વભરના લોકોએ પણ પાદરીના અવસાન પર શોક વ્યક્ત કર્યો અને શ્રદ્ધાંજલિ આપી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો