બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં પતિ દ્વારા પત્નીને માર માર્યાનો CCTV વાયરલ, પત્નીનો પતિ અને ટ્યુશન શિક્ષિકા સામે ગંભીર આક્ષેપ
Last Updated: 12:48 PM, 28 July 2026
રાજકોટમાં પતિ દ્વારા પત્ની પર હુમલો કરવામાં આવ્યો હોવાનો CCTV વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. વીડિયો વાયરલ થયા પછી પીડિત મહિલાએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને પતિ તેમજ એક ટ્યુશન શિક્ષિકા સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
ADVERTISEMENT
ચાર વર્ષથી બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા રહ્યા
પીડિત મહિલાના જણાવ્યા અનુસાર, તેમના પતિનું પૂજા પંડ્યા નામની ટ્યુશન શિક્ષિકા સાથે અફેર ચાલી રહ્યું છે. તેમના કહેવા મુજબ, આ સંબંધને લઈને છેલ્લા ચાર વર્ષથી બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા રહ્યા છે અને તેમને સતત માનસિક તેમજ શારીરિક હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે.
ADVERTISEMENT
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ
ADVERTISEMENT
મહિલાએ વધુમાં જણાવ્યું કે, બે દિવસ પહેલાં પણ તેમના પતિ અને શિક્ષિકા સાથે બેઠા હોવાની માહિતી મળતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન પતિએ તેમની સાથે મારપીટ કરી હતી, જે ઘટનાના દૃશ્યો નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા હતા અને બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
તેમને બે દીકરીઓ અને બે દીકરાઓઃ પીડિતા
ADVERTISEMENT
પીડિતાએ જણાવ્યું કે તેમને બે દીકરીઓ અને બે દીકરાઓ છે. તેમનો આક્ષેપ છે કે ટ્યુશન શિક્ષિકા પૂજા પંડ્યાના કારણે તેમનું પારિવારિક જીવન ખોરવાઈ ગયું છે. તેમણે માંગ કરી છે કે સંબંધિત શિક્ષિકા તેમના પતિથી તાત્કાલિક દૂર રહે જેથી તેમના પરિવારને વધુ નુકસાન ન પહોંચે.
આ પણ વાંચોઃ દરિયાપુરમાં દુર્ઘટના! 3 માળનું મકાન તૂટી પડતાં એકનું મોત, કાટમાળમાંથી યુવકને બચાવાયો
ADVERTISEMENT
પીડિત મહિલા પોલીસ મથકે અરજી આપવા ગઈ હતી
મહિલાએ એવો પણ દાવો કર્યો કે તેઓ આ મામલે પોલીસ મથકે અરજી આપવા ગયા હતા. જોકે, તેમના કહેવા મુજબ પોલીસે આ ઘટનાને પતિ-પત્ની વચ્ચેનો પારિવારિક વિવાદ ગણાવી ઘરે પરત મોકલી દીધા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.