ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:41 AM, 28 July 2026
ADVERTISEMENT
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મોડી રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ડભગરવાડ વિસ્તારમાં આવેલું ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી થતાં એક વૃદ્ધાનું મોત થયું છે જ્યારે એક યુવકને કાટમાળમાંથી જીવિત બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ અને રેસ્ક્યૂ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. કલાકો સુધી ચાલેલા બચાવ કાર્ય બાદ કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી.
ADVERTISEMENT
દરિયાપુરના ડભગરવાડ વિસ્તારમાં આવેલા મન્સૂરી મહોલ્લામાં ત્રણ માળનું જૂનું મકાન અચાનક ધરાશાયી થઈ ગયું. મકાન તૂટી પડતાં આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી અને તંત્રને જાણ કરી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
મકાન તૂટી પડતાં બે લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને અન્ય રેસ્ક્યૂ ટીમો સ્થળ પર પહોંચી અને ભારે જહેમત બાદ બંનેને બહાર કાઢ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન આસપાસના લોકોને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલી વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ દુર્ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ સુરતના નક્ષત્ર સેફ હાઉસ કૌભાંડનો મોટો ખુલાસો! 206 તોલા સોનું ગાયબ, પિતા-પુત્રો સહિત 4 સામે FIR
ADVERTISEMENT
અન્ય એક યુવકને જીવિત હાલતમાં કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. તેને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ મકાન જૂનું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે મકાન શા માટે તૂટી પડ્યું તે અંગે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થળ પરથી કાટમાળ હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે અને આસપાસના જોખમી મકાનોનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT