બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / ધર્મેન્દ્ર નહોતા ઇચ્છતા હેમા માલિની રાજકારણમાં જાય! વર્ષો બાદ સામે આવ્યું સાચું કારણ
6 ફોટો ગેલેરી
Last Updated: 11:01 PM, 27 July 2026
1/6
બોલિવુડમાં 'ડ્રીમ ગર્લ' તરીકે જાણીતા અને ભાજપના વર્તમાન સાંસદ હેમા માલિની છેલ્લા ઘણા વર્ષોથી રાજકારણમાં સક્રિય છે. તેઓ વારંવાર મથુરાથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં છે. પરંતુ શું તમે જાણો છો કે જ્યારે હેમા માલિનીએ રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય લીધો ત્યારે ધર્મેન્દ્ર તેના સાવ વિરુદ્ધ હતા? હાલમાં એક ઇન્ટરવ્યૂમાં હેમાએ આ પ્રસંગને લઇ અવાત કરી છે અને જણાવ્યું કે ધર્મેન્દ્ર તેમને રાજકારણમાં જતાં કેમ રોકવા માંગતા હતા.
2/6
હેમા માલિનીએ કહ્યું કે, ભાજપ તરફથી તેમને અલગ-અલગરાજ્યોમાં ચૂંટણી પ્રચાર માટે મોકલવામાં આવતા. ત્યાં વિશાળ ભીડ જોઈને ધર્મેન્દ્ર ખૂબ ગભરાઈ જતા. હેમાએ જણાવ્યું કે- શરૂઆતના સમયમાં ધર્મેન્દ્રજી ખૂબ પરેશાન રહેતા. જ્યારે હું મોટી ભીડમાં જતી ત્યારે તેમને મારી સુરક્ષાની ખૂબ ચિંતા થતી. તેઓ વારંવાર કહેતા- 'તું આટલી મોટી ભીડમાં જાય છે, બસ સાચવીને રહેજે.'
3/6
4/6
1999ના લોકસભા ચૂંટણીમાં હેમા માલિનીએ વિનોદ ખન્ના માટે પ્રચાર કર્યો હતો. ત્યારે જ તેમના મનમાં રાજકારણમાં આવવાનો વિચાર જાગ્યો હતો. તેમને કહ્યું કે, પ્રચાર દરમિયાન મને પહેલી વખત તેમની લોકપ્રિયતાનો ખ્યાલ આવ્યો હતો. જ્યારે મોટી ભીડમાં લોકો મને જોવા આવતા ત્યારે હું આશ્ચર્ય પામતી અને પૂછતી 'શું આ લોકો મારા માટે આવ્યા છે?' લોકો 'હા' કહેતા અને આ વાત મને ખૂબ સારી લાગતી.
5/6
શરૂઆતમાં હેમા માલિનીએ રાજકારણમાં આવવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. પરંતુ તેમની માએ તેમને સમજાવ્યા હતા. જેમાં હેમાએ કહ્યું- મારી માએ જણાવ્યું કે ભાજપ સારી પાર્ટી છે, અટલજી અને આડવાણીજી જેવા મહાન નેતાઓ છે. તેમને કહ્યું- 'તેં લોકોનું ઘણું મનોરંજન કરી લીધું છે, હવે દેશ માટે પણ કંઈક કર. આવો અવસર વારંવાર નથી મળતો.' માતાની આ વાત હેમા માલિનીના દિલને સ્પર્શી ગઈ અને તેમને રાજકારણમાં પગ મૂકવાનો નિર્ણય લીધો હતો.
6/6
હેમા માલિનીએ ભાજપ સામે એક શરત મૂકી હતી. જેમાં તેમને કહ્યું- જો હું ચૂંટણી લડીશ તો માત્ર મથુરાથી જ કેમ કે હું ભગવાન શ્રીકૃષ્ણની મોટી ભક્ત છું. શરૂઆતમાં આ સીટ બીજા કોઈને આપવામાં આવી હતી પરંતુ બાદમાં મને મળી. આ દરમિયાન સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલીએ મને પૂરો સાથ આપ્યો હતો. આજે તેમની ખૂબ યાદ આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ