બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 52 ગામના હજારો લોકોના જીવને તંત્રની નિષ્ક્રિયતાને કારણે જોખમ, નવી કચેરી તૈયાર પણ ઉદઘાટન નથી થતું!

વેરાવળ / 52 ગામના હજારો લોકોના જીવને તંત્રની નિષ્ક્રિયતાને કારણે જોખમ, નવી કચેરી તૈયાર પણ ઉદઘાટન નથી થતું!

Published By: Vishal Khamar

Last Updated: 08:57 PM, 27 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેરાવળ શહેરમાં ચોમાસામાં જર્જરિત ઈમારતો તોડી પાડવા માટે નોટિસો આપવામાં આવી રહી છે. પરંતું છેલ્લા કેટલાય સમયથી જર્જરીત તાલુકા પંચાયત કચેરી જર્જરીત હાલતમાં રહેલ કચેરીમાં કર્મચારીઓ ભયના ઓથા તળે કામ કરી રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ તાલુકા પંચાયતની ઈમારત મુર્હતની રાહ જોઈ રહી છે.

વેરાવળ શહેરમાં સામાન્ય નાગરિકોને જર્જરિત ઇમારતો તોડી પાડવા માટે નોટિસો આપવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ તાલુકા પંચાયતની અંદાજે 70 થી 75 વર્ષ જૂની જર્જરિત ઇમારત આજે પણ યથાવત ઊભી છે. લાખો રૂપિયાના ખર્ચે નવી તાલુકા પંચાયતની ઇમારત લગભગ તૈયાર થઈ ચૂકી હોવા છતાં હજુ સુધી કચેરીનું સ્થળાંતર થયું નથી. જેના કારણે દરરોજ 52 ગામના લોકો કચેરીમાં કામ માટે આવતા ગ્રામજનો અને કર્મચારીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે

ઇમારતના અનેક ભાગોમાંથી પ્લાસ્ટર ઊખડી ગયું

વેરાવળ શહેરના મધ્યમાં આવેલી તાલુકા પંચાયતની જૂની ઇમારત હવે ખતરનાક હાલતમાં જોવા મળી રહી છે. ઇમારતના અનેક ભાગોમાંથી પ્લાસ્ટર ઊખડી ગયું છે, લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે અને સીડી સહિતના અનેક ભાગો જર્જરિત બની ગયા છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા બે વર્ષથી ઇમારતની સ્થિતિ અત્યંત ખરાબ છે અને ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ છે. તેમ છતાં હજુ સુધી ઇમારતને તોડી પાડવા કે સંપૂર્ણપણે બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી નથી.

મુદ્દે અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી

સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ આ મુદ્દે અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. ડેપ્યુટી કલેક્ટરને પણ ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક કાર્યવાહીનું આશ્વાસન અપાયું હતું. એક પ્રસંગે ઇમારતનો ભાગ નીચે પડતાં વાહનો હટાવવા પડ્યા હતા. ત્યારબાદ કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કચેરીનું સ્થળાંતર તો કરવામાં આવ્યું, પરંતુ સામાન્ય નાગરિકો હજુ પણ આ જર્જરિત ઇમારત પાસે આવવા મજબૂર બન્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે નવી ઇમારત તૈયાર હોવા છતાં માત્ર ઉદ્ઘાટનની રાહમાં સ્થળાંતર અટકાવવામાં આવ્યું છે.

રાજેશ પી.ટીલાવત(TDO)

ટૂંક સમયમાં કચેરીનું સ્થળાંતર કરવામાં આવશેઃ રાજેશ પી.ટીલાવત(TDO)

આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી રાજેશ પી.ટીલાવત જણાવ્યું કે હાલ નવી તાલુકા પંચાયતની ઇમારતનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને માત્ર ફર્નિચર સહિતનું નાનુ કામ બાકી છે. ટૂંક સમયમાં કચેરીનું સ્થળાંતર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે હાલની ઇમારત અંદાજે 70 થી 75 વર્ષ જૂની છે. જોકે, ઇમારતને જર્જરિત તરીકે સત્તાવાર સમાવેશ કર્યા બાદ જ ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ જ્ઞાનસહાયક ભરતીમાં થશે મોટો ફેરફાર? શિક્ષણમંત્રી સમક્ષ TET-2 સહિત અન્ય ઉમેદવારોને તક આપવાની માંગ

સવાલ એ છે કે જ્યારે નવી ઇમારત લગભગ તૈયાર છે ત્યારે હજુ સુધી સ્થળાંતરમાં વિલંબ શા માટે? અને જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? હવે સૌની નજર તંત્ર ક્યારે આ જર્જરિત ઇમારતને લઈને અંતિમ નિર્ણય લે છે તેના પર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Veraval Taluka Panchayat Old Government Building Veraval News

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ