બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! આજે વાવ-થરાદથી વડોદરા સુધી 17 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

photo-story

7 ફોટો ગેલેરી

હવામાન / ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! આજે વાવ-થરાદથી વડોદરા સુધી 17 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Last Updated: 06:50 PM, 27 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં આજથી 2 ઓગસ્ટ સુધી અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગાંધીનગર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો વધુ અસરગ્રસ્ત રહી શકે છે.

1/7

photoStories-logo

1. 27 જુલાઈથી 2 ઓગસ્ટ સુધીની આગાહી

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત્ રહેવાની આગાહી છે. જેમાં હવામાન વિભાગ (IMD) અનુસાર આજે 27 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ વરસાદની અસર જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. 27 જુલાઈમાં આ જગ્યાએ ભારે વરસાદની શક્યતા

આજે વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે અમદાવાદ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. 28 અને 29 જુલાઈની આગાહી

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ મધ્યમ વરસાદની શક્યતા. જેમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ જિલ્લામાં મધ્યમ વરસાદ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. 30 જુલાઈની આગાહી

જુલાઈએ નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસામાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, કચ્છ, વાવ-થરાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગરમાં છૂટાછવાયો વરસાદ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. 31 જુલાઈની આગાહી

31 જુલાઈ 2026ના રોજ વલસાડ, ડાંગ, નવસારી, સુરત, તાપી, નર્મદા, છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, વાવ-થરાદ, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં મધ્યમ વરસાદ થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. 1 ઓગસ્ટની આગાહી

આ તારીખે વલસાડ, ડાંગ, નવસારી, સુરત, તાપી, નર્મદા, છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, વાવ-થરાદ, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં મધ્યમ વરસાદ થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. 2 ઓગસ્ટની આગાહી

આ દિવસે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો કચ્છ, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, અરવલ્લી, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય સુરત, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rainy conditions heavy rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ