બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / પેટ્રોલ ડીઝલ મોંઘા નહીં થાય, ક્રૂડ ઓઈલના ભાવમાં થયો મોટો ફેરફાર

photo-story

5 ફોટો ગેલેરી

બિઝનેસ / પેટ્રોલ ડીઝલ મોંઘા નહીં થાય, ક્રૂડ ઓઈલના ભાવમાં થયો મોટો ફેરફાર

Last Updated: 09:02 AM, 27 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Crude Oil Price Today : છેલ્લા બે દિવસોમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ બનેલી છે અને તેની અસર તેલ બજાર પર જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનામાં 20 ટકાનો ઉછાળો આવેલા ક્રૂડ ઓઈલના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે.

1/5

photoStories-logo

1. ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ

છેલ્લા બે દિવસોમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી સામસામેની કાર્યવાહીમાં વિરામ આવતાં ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. અગાઉ, એક મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવમાં 20 ટકાનો ઉછાળો આવ્યો હતો અને તે બેરલ દીઠ 100 ડોલરની સપાટીને વટાવી ગયા હતા, જેના કારણે ભારત સહિત વિશ્વભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની ચિંતા ઊભી થઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. આજે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો નોંધાયો

પશ્ચિમ એશિયામાં તણાવ હળવો થવાને કારણે આજે ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ એક ટકાનો ઘટાડો થયો છે. તણાવ હળવો થતાં જ ઓઈલ માર્કેટમાં અચાનક ઠંડક આવી ગઈ. આજના ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ દરમિયાન, બ્રેન્ટ ક્રૂડના ભાવ ટૂંકા ગાળા માટે બેરલ દીઠ 90 ડોલરની સપાટીથી નીચે સરકી ગયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કેટલો થયો ઘટાડો?

ઉલ્લેખનીય છે કે, આ સમાચાર લખાયા ત્યાં સુધીમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 6.34%નો ઘટાડો થયો હતો અને તે લેવલ પર ટ્રેડ થઈ રહ્યું હતું. યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI)ના ભાવમાં પણ આશરે 6.31%નો ઘટાડો થયો હતો અને તે બેરલ દીઠ 84.73 ડોલર પર પહોંચ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. અમેરિકા-ઇરાન તણાવમાં નરમી

સતત 13 રાત સુધી થયેલા હવાઈ હુમલા બાદ, છેલ્લા બે દિવસથી ખાડી દેશોમાં શાંતિ છે. કુવૈત અને બહેરીન જેવા વિસ્તારોમાં જ્યાં અમેરિકી સૈન્ય મથકો આવેલા છે, ત્યાં ઈરાને કોઈ વળતી કાર્યવાહી કરી નથી. ઈરાન-સમર્થિત હુથી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાની આરામકો રિફાઈનરીને નિશાન બનાવ્યાનો દાવો કર્યો હતો. જોકે, સાઉદી અધિકારીઓ દ્વારા તેની પુષ્ટિ ન કરવામાં આવતાં બજારે આ અહેવાલને ધ્યાનમાં લીધો ન હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. મહીના ભરની તેજી પર લાગ્યો બ્રેક

આ મહિનામાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 20 %થી વધુનો ઉછાળો આવ્યો હતો. હોર્મુઝની સ્ટ્રેટની સ્થિતિ ઉપરાંત લાલ સમુદ્રમાં જહાજો પર થયેલા હુમલાઓને કારણે શિપિંગ માર્ગો ખોરવાઈ ગયા હતા, જેના પરિણામે ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 100 ડોલરની સપાટીને વટાવી ગયો હતો. હવે, 'ઓવરબોટ' ઝોનમાંથી ટેકનિકલી બહાર આવ્યા બાદ બજાર સામાન્ય સ્થિતિમાં આવી રહ્યું હોય તેવું જણાય છે. અગાઉ અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 120 ડોલર સુધી પહોંચી ગયા હતા. જોકે, બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયા બાદ ભાવ ઘટીને પ્રતિ બેરલ આશરે 70 ડોલર થઈ ગયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

petrol diesel price hike latest crude oil prices crash 7 percent
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ