બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:56 PM, 26 July 2026
એક સમય હતો જ્યારે દેશમાં સરકારી યોજનાનો લાભ લેવો હોય બેંક ખાતું ખોલાવવું હોય કે પોતાની ઓળખ સાબિત કરવી હોય તો લોકોએ અનેક કાગળિયાં લઈને કચેરીના ચક્કર લગાવવા પડતા હતા. પણ બાદમાં સરકાર એક એવો પ્રોજેક્ટ લાવી જેને કરોડો ભારતીયોની ઓળખની રીત જ બદલી નાખી. જેનું નામ હતું આધાર કાર્ડ સીસ્ટમ.
ADVERTISEMENT
આ આધાર કાર્ડ પ્રોજેક્ટના પાછળના મુખ્ય વ્યક્તિ તરીકે જેનું નામ સૌથી વધુ જાણીતું છે તે છે નંદન નીલેકણિ. હવે ફરી એક વાર તેઓ ચર્ચામાં છે. NEET પેપર લીક જેવી ઘટનાઓ બાદ પરીક્ષા વ્યવસ્થામાં સુધારા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે પરીક્ષા સુધારણા માટે બનનારી હાઈ પાવર ટાસ્ક ફોર્સની આગેવાની નંદન નીલેકણિ કરશે.
ADVERTISEMENT
ઇન્ફોસિસના કો ફાઉન્ડર તરીકે જાણીતા નંદન મોહનરાવ નીલેકણિનો જન્મ 2 જૂન 1955માં કર્ણાટકના બેંગ્લોરમાં થયો હતો. આઈઆઈટી બોમ્બેમાંથી ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગની ડિગ્રી મેળવ્યા બાદ તેઓ પટની કંપનીમાં જોડાયા હતા. ત્યાં જ તેમની મુલાકાત એન.આર. નારાયણ મૂર્તિ સાથે થઈ અને 1981માં ઇન્ફોસિસની શરૂઆત થઈ હતી. જેમાં તેમને કંપનીને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં મહત્વનો રોલ ભજવ્યો હતો.
HIGH POWERED TASK FORCE on examination reforms under the leadership of Shri Nandan Nilekani constituted.@NandanNilekani pic.twitter.com/mMpmPdIEL5
— Narendra Modi (@narendramodi) July 26, 2026
ADVERTISEMENT
પછી વર્ષ 2009માં તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહે તેમને કેબીનેટ રેન્ક સાથે UIDAI (આધાર)ના પ્રથમ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. જેમાં તેમને વિશ્વની સૌથી મોટી બાયોમેટ્રિક આઈડેન્ટિટી પ્રણાલી ઊભી કરી હતી જે આજે ભારતના ડિજિટલ વહીવટનો મુખ્ય આધાર બની ગયું છે. UPI જેવા ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને પણ તેમને વેગ આપ્યો હતો.
બાદમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. અને વર્ષ 2014 માં તેઓ લોકસભા ઈલેકશનમાં સાઉથ બેંગ્લોરમાંથી ચુંટણી લડ્યા હતા. પરંતુ મોદી વેવમાં તેમની ભાજપ ઉમેદવાર સામે હાર થઇ હતી. બાદમાં તેઓ રાજનીતિથી દુર થઇ ગયા હતા.
ADVERTISEMENT
પરીક્ષાઓમાં વારંવાર થતી ગેરરીતિ અને પેપર લીકને કારણે ઊભા થયેલા અવિશ્વાસને દૂર કરવા માટે એવા વ્યક્તિની જરૂર હતી જે મોટા પાયે ડિજિટલ સિસ્ટમ ઊભી કરી શકે. જેમાં નીલેકણિ પાસે આધાર જેવા રાષ્ટ્રીય સ્તરના ડિજિટલ પ્લેટફોર્મનો શાનદાર અનુભવ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
દેશભરમાં તાજેતરમાં પેપર લીકની ઘટનાઓ બાદ પ્રધાનમંત્રી મોદીએ એક હાઈ પાવર ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય લીધો છે. જેમાં નીલેકણીના નેતૃત્વમાં આ ટાસ્ક ફોર્સ એક્ઝામ સીસ્ટમને સુરક્ષિત પારદર્શક અને ટેક્નીકલ રીતે મજબૂત બનાવવા માટે ભલામણો કરશે.
નીલેકણી પાસે મજબૂત ટ્રેક રેકોર્ડ છે. તેમની ઇન્ફોસિસને વૈશ્વિક સ્તરે લઈ જવા અને આધાર જેવા મોટા પ્રોજેક્ટ્સને સફળતાપૂર્વક અમલમાં મૂકવાનો અનુભવ છે. હવે એ જોવાનું રહેશે કે શું તેઓ એક્ઝામ સીસ્ટમમાં પણ ક્રાંતિકારી ફેરફારો લાવી શકે છે કે કેમ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.