બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / નંદન નીલેકણીની અધ્યક્ષતામાં બનશે હાઈ પાવર ટાસ્ક ફોર્સ, પરીક્ષામાં સુધારાને લઇ PM મોદીનું એલાન
Last Updated: 08:26 PM, 26 July 2026
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ NEET પેપર લીકના મામલા બાદ પરીક્ષા વ્યવસ્થામાં સુધારા માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં તેમને જાહેરાત કરી કે ટેક્નોલોજીના ફેમસ એક્સપર્ટ નંદન નીલેકણીની આગેવાનીમાં એક હાઈ પાવર ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે જે પરીક્ષા પદ્ધતિને વધુ વિશ્વસનીય, પારદર્શક અને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ બનાવવાનું કામ કરશે.
ADVERTISEMENT
નરેન્દ્ર મોદીની આ જાહેરાત એક રીતે વિપક્ષને,ખાસ કરીને કોંગ્રેસને, પણ શાંત કરવાનું કામ કરશે. કેમ કે, પરીક્ષા મુદ્દે વિપક્ષ સતત હોબાળો કરી રહ્યું છે. જેમાં નંદન નીલેકણી UPA સરકાર વખતે મહત્વના સાથી તરીકે કામ કરી ચુક્યા છે. તેમની આ એપોઈન્ટમેન્ટથી વિપક્ષ જે અટેકિંગ મોડમાં દેખાઈ રહ્યું છે તેમના તેવર ઢીલા પડી શકે છે.
આ નિર્ણયથી પરીક્ષા વ્યવસ્થામાં મોટા સુધારાની આશા વધી છે. નંદન નીલેકણી જેવા અનુભવી નેતૃત્વ હેઠળ આ ટાસ્ક ફોર્સ વિદ્યાર્થીઓના ભવિષ્યને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ADVERTISEMENT
HIGH POWERED TASK FORCE on examination reforms under the leadership of Shri Nandan Nilekani constituted.@NandanNilekani pic.twitter.com/mMpmPdIEL5
— Narendra Modi (@narendramodi) July 26, 2026
આ નિર્ણયથી પરીક્ષા વ્યવસ્થામાં મોટા સુધારાની આશા વધી છે. નંદન નીલેકણી જેવા અનુભવી નેતૃત્વ હેઠળ આ ટાસ્ક ફોર્સ વિદ્યાર્થીઓના ભવિષ્યને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ADVERTISEMENT
આ અંગે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર વીડિયો સંદેશ આપતાં કહ્યું કે, "વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર સતત પગલાં લઈ રહી છે. જેઓએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલ કર્યો છે, તેઓ જેલમાં સડી રહ્યા છે." તેમને વધુમાં જણાવ્યું કે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવી છે અને સંસદમાં સખત કાયદો બનાવવાની તૈયારી ચાલી રહી છે પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને બીજા પગલાં લેવા જરૂરી છે.
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, "અમારી પરીક્ષા પદ્ધતિને વિશ્વસનીય, પારદર્શક અને અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ બનાવવી જોઈએ. આ બધું ધ્યાનમાં રાખીને અમે વિશ્વ પ્રસિદ્ધ ટેક્નોલોજી એક્સપર્ટ નંદન નીલેકણીના નેતૃત્વમાં હાઈ પાવર ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય લીધો છે. આ ટાસ્ક ફોર્સ પરીક્ષા સુધારા પર કામ કરશે અને તેની ભલામણોના આધારે આગામી પરીક્ષાઓને વધુ વિશ્વસનીય બનાવવામાં આવશે."
ADVERTISEMENT
ADVERTISEMENT
નંદન નીલેકણી ટેક્નોલોજી ક્ષેત્રના ફેમસ ઉદ્યોગપતિ છે. તેઓ ઇન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડના જનક તરીકે જાણીતા છે. તેમને 1981માં ઇન્ફોસિસની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. વર્ષ 2009માં તેમને UIDAIના પ્રથમ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે આધાર પ્રોજેક્ટનો પાયો નાખ્યો હતો.
વર્ષ 1981માં નંદન નિલેકણીએ નારાયણ મૂર્તિ અને 6 સાથીદારોએ ઇન્ફોસિસની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ કંપની બાદમાં ભારતની સૌથી મોટી આઇટી કંપનીઓમાંની એક બની હતી. તેમને 2002 થી 2007 સુધી ઇન્ફોસિસના સીઈઓ અને એમડી તરીકે સેવા આપી હતી. બાદમાં તેઓ 2017 માં કંપનીના ચેરમેન તરીકે પાછા ફર્યા હતા.
2009 માં, મનમોહન સિંહની આગેવાની હેઠળની યુપીએ સરકારે તેમને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) ના પ્રથમ ચેરમેન તરીકે નિયુક્ત કર્યા હતા. તેમના નેતૃત્વમાં આધાર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. વર્ષ 2014 ની લોકસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસ પાર્ટીમાંથી બેંગલુરુ દક્ષિણ સીટ પર ઈલેકશન લડ્યા હતા. જેમાં તેમની ભાજપના અનંત કુમાર સામે 200,000 થી વધુ મતોથી હાર થઇ હતી.. ત્યારબાદ તેઓ સક્રિય રાજકારણમાંથી દુર થઇ ગયા હતા. હવે મોદી સરકાર તેમને હાઈ પાવર ટાસ્ક ફોર્સમાં અધ્યક્ષ તરીકે લાવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.