બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 10 કરોડ દંડ, 10 વર્ષની જેલ, જાણો પેપર લીક સંશોધન બિલની 10 મોટી વાતો

નેશનલ / 10 કરોડ દંડ, 10 વર્ષની જેલ, જાણો પેપર લીક સંશોધન બિલની 10 મોટી વાતો

Published By: Jinal Chauhan

Last Updated: 02:22 PM, 26 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં પેપર લીકના વધતા કિસ્સાઓને રોકવા કેન્દ્ર સરકાર વધુ કડક કાયદો લાવવાની તૈયારીમાં છે. નવા સંશોધન બિલમાં દોષિતો માટે કડક સજા, ભારે દંડ અને ઝડપી ટ્રાયલ જેવી જોગવાઈઓનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.

દેશભરમાં વારંવાર સામે આવતા પેપર લીકના કિસ્સાઓ વચ્ચે કેન્દ્ર સરકાર હવે વધુ કડક કાયદો લાવવાની તૈયારીમાં છે. નવા સંશોધન બિલમાં દોષિતો સામે કડક સજા અને ઝડપી કાર્યવાહીનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુરક્ષિત રહે અને ભરતી તેમજ પ્રવેશ પરીક્ષાઓમાં પારદર્શિતા વધે તે માટે સરકાર આ બિલને મહત્વપૂર્ણ ગણાવી રહી છે. જો આ બિલ પસાર થશે તો પેપર લીક કરનારાઓ, સંગઠિત ગેંગ અને ગેરરીતિમાં સામેલ સંસ્થાઓ સામે અત્યાર સુધીની સૌથી કડક કાર્યવાહી થઈ શકશે.

પેપર લીક કરનારને 10 વર્ષ સુધીની જેલ

સંશોધન બિલ મુજબ પેપર લીક અથવા પરીક્ષામાં ગેરરીતિ કરનાર વ્યક્તિને ઓછામાં ઓછી 5 વર્ષની જેલ થશે. ગંભીર કેસમાં સજાની મર્યાદા વધારીને 10 વર્ષ સુધી રાખવાનો પ્રસ્તાવ છે. સાથે જ આવા આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

50 લાખ રૂપિયા સુધીનો દંડ

જેલ ઉપરાંત દોષિત વ્યક્તિ પર 50 લાખ રૂપિયા સુધીનો ભારે દંડ પણ ફટકારવામાં આવી શકે છે. સરકારનું માનવું છે કે કડક આર્થિક સજા પેપર લીકના ગુનાઓને રોકવામાં અસરકારક સાબિત થશે.

સંગઠિત ગેંગ સામે વધુ કડક કાર્યવાહી

જો પેપર લીક કોઈ ગેંગ અથવા સંગઠિત નેટવર્ક દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવશે તો ઓછામાં ઓછી 7 વર્ષની જેલની જોગવાઈ રહેશે. આવા ગેંગ પર 10 કરોડ રૂપિયા સુધીનો દંડ પણ લગાવવામાં આવશે.

neet-pg-exam

બે મહિનામાં તપાસ પૂરી કરવાની જોગવાઈ

પેપર લીકના કેસ વર્ષો સુધી લટકતા ન રહે તે માટે તપાસને સમયબદ્ધ બનાવવામાં આવશે. નવા પ્રસ્તાવ મુજબ દરેક કેસની તપાસ બે મહિનાની અંદર પૂર્ણ કરવી ફરજિયાત રહેશે.

સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રોજ સુનાવણી

દરેક રાજ્યમાં હાઈકોર્ટની સલાહથી સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની યોજના છે. આ કોર્ટમાં દરરોજ સુનાવણી થશે અને ચાર્જશીટ દાખલ થયા બાદ ત્રણ મહિનામાં કેસનો નિકાલ કરવાનો લક્ષ્ય રહેશે.

પરીક્ષા આયોજક સંસ્થાઓ પર પણ કાર્યવાહી

જો કોઈ સર્વિસ પ્રોવાઇડર અથવા પરીક્ષા સંચાલન કરતી એજન્સી ગેરરીતિમાં સંડોવાયેલી હશે તો તેના પર 5 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ઉપરાંત આવી સંસ્થાને 8 વર્ષ સુધી બ્લેકલિસ્ટ કરવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણમંત્રી, સંભાળ્યો કારભાર

મેનેજમેન્ટ પણ જવાબદાર ગણાશે

માત્ર સંસ્થા જ નહીં પરંતુ તેના મેનેજમેન્ટ સામે પણ કાર્યવાહી થશે. દોષિત અધિકારીઓને 5થી 10 વર્ષની જેલ અને ભારે દંડ થઈ શકે છે.

NEET સહિત તમામ મોટી પરીક્ષાઓ પર લાગુ પડશે

આ કાયદો NEET, UPSC, SSC, RRB, IBPS, NTA સહિત કેન્દ્ર સરકાર દ્વારા યોજાતી વિવિધ ભરતી અને પ્રવેશ પરીક્ષાઓ પર લાગુ થશે. હેતુ એ છે કે દરેક પરીક્ષા વધુ સુરક્ષિત અને પારદર્શક બને.

NEET-UGમાં પણ મોટા ફેરફાર

સરકાર NEET-UG પરીક્ષાને વધુ સુરક્ષિત બનાવવા કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT) તરફ આગળ વધી રહી છે. સાથે બે તબક્કામાં પરીક્ષા યોજવાની શક્યતા પર પણ વિચારણા ચાલી રહી છે. વિદ્યાર્થીઓના સૂચનોના આધારે પણ સુધારા કરવામાં આવશે.

લંબિત કેસોનું પણ ઝડપી નિરાકરણ

જે પેપર લીકના કેસો હાલ તપાસ હેઠળ છે તે સ્પેશિયલ ટાસ્ક ફોર્સને સોંપવામાં આવશે. કોર્ટમાં ચાલતા જૂના કેસો પણ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મોકલીને ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

સરકારનો હેતુ શું છે?

સરકારનું કહેવું છે કે નવા સંશોધન બિલનો મુખ્ય હેતુ પરીક્ષા પ્રણાલીને વધુ વિશ્વસનીય બનાવવાનો છે. કડક સજા, ઝડપી તપાસ અને સમયબદ્ધ ટ્રાયલથી પેપર લીક જેવી ગેરરીતિઓ પર અસરકારક અંકુશ લાવી શકાય અને લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુરક્ષિત રહી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NEET News Exam Reform Paper Leak Law

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ