બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Youth Hockey5s Asian Championship: પાકિસ્તાન સામે ભારતનો વિજય! પુરુષ ટીમે જીત્યો ગોલ્ડ, મહિલા ટીમે મેળવ્યો સિલ્વર

સ્પોર્ટ્સ / Youth Hockey5s Asian Championship: પાકિસ્તાન સામે ભારતનો વિજય! પુરુષ ટીમે જીત્યો ગોલ્ડ, મહિલા ટીમે મેળવ્યો સિલ્વર

Published By: Priykant Shrimali

Last Updated: 12:05 PM, 26 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hockey5s Asian Championship 2026 : પાકિસ્તાનને હરાવી ભારતીય યુવા હોકી ટીમ બની ચેમ્પિયન, વર્લ્ડ કપમાં એન્ટ્રી પાક્કી; મહિલા ટીમે જીત્યો સિલ્વર મેડલ

Hockey5s Asian Championship 2026 : ભારતીય હોકીના યુવા ખેલાડીઓએ ફરી એકવાર દેશનું નામ ગૌરવથી ઊંચું કર્યું છે. ઓમાનના મસ્કટમાં રમાયેલી મેન્સ યુથ હોકી5s એશિયન ચેમ્પિયનશિપ 2026ની ફાઇનલમાં ભારતની સબ-જૂનિયર પુરુષ હોકી ટીમે પાકિસ્તાનને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો છે. ભારતે રોમાંચક મુકાબલામાં પાકિસ્તાનને 3-1થી પરાજય આપી ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ શાનદાર જીત સાથે ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં અજેય રહેવાનો રેકોર્ડ બનાવ્યો અને આગામી વર્ષે યોજાનારા પ્રથમ FIH યુથ હોકી5s વર્લ્ડ કપ 2027 માટે પણ ક્વોલિફાય કરી લીધું છે.

ભારતનો શાનદાર પ્રદર્શન, પાકિસ્તાન સામે દમદાર જીત

ફાઇનલ મુકાબલામાં શરૂઆતથી જ ભારતીય ટીમનો દબદબો જોવા મળ્યો હતો. ઝડપી પાસિંગ, મજબૂત ડિફેન્સ અને આક્રમક રમતના કારણે ભારતે પાકિસ્તાન પર સતત દબાણ જાળવી રાખ્યું હતું. મેચના પાંચમા મિનિટમાં રોમિત પાલે ગોલ કરીને ભારતને 1-0ની લીડ અપાવી હતી. પ્રથમ હાફમાં પાકિસ્તાનની ટીમ ભારતીય રક્ષણને ભેદવામાં સફળ રહી નહોતી અને ભારત એક ગોલની સરસાઈ સાથે વિરામ સુધી પહોંચ્યું હતું. બીજા હાફમાં ભારતે પોતાની પકડ વધુ મજબૂત કરી હતી. ટીમના કેપ્ટન કેતન કુશવાહાએ 12મી મિનિટે બીજો ગોલ કરીને લીડ બમણી કરી હતી. ત્યારબાદ માત્ર એક મિનિટમાં શાહરૂખ અલીએ ત્રીજો ગોલ કરીને ભારતની જીત લગભગ નિશ્ચિત કરી દીધી હતી. પાકિસ્તાન તરફથી મુહમ્મદ ઉસ્માને 16મી મિનિટે એક ગોલ કર્યો હતો, પરંતુ તે પછી પણ ભારતની મજબૂત સ્થિતિમાં કોઈ ફેરફાર આવ્યો નહોતો.

મહિલા ટીમે પણ જીત્યો સિલ્વર મેડલ

ભારતીય મહિલા સબ-જૂનિયર ટીમે પણ ટૂર્નામેન્ટમાં શાનદાર રમત બતાવી હતી. જોકે ફાઇનલમાં ચીન સામે નજીકના મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ભારતીય ટીમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. આ રીતે ભારતની પુરુષ અને મહિલા બંને ટીમોએ એશિયન ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરીને દેશ માટે મેડલ જીત્યા હતા.

આ પણ વાંચો : ભારતની દીકરીનો વિશ્વમાં ડંકો! અનાહત સિંહે જીત્યો વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ખિતાબ, રચ્યો નવો ઈતિહાસ

ખેલાડીઓ માટે હોકી ઇન્ડિયાએ જાહેર કર્યા ઇનામ

ભારતીય ટીમની ઐતિહાસિક સફળતા બાદ હોકી ઇન્ડિયાએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે ઇનામની જાહેરાત કરી છે. પુરુષ ટીમના દરેક ખેલાડીને 2 લાખ રૂપિયા, જ્યારે સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને 1 લાખ રૂપિયા આપવામાં આવશે. મહિલા ટીમની દરેક ખેલાડીને 1 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફના સભ્યોને 50 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. હોકી ઇન્ડિયાના અધ્યક્ષ દિલીપ તિર્કીએ બંને ટીમોને અભિનંદન આપતા કહ્યું કે, યુવા ખેલાડીઓએ દેશનું ગૌરવ વધાર્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ ખેલાડીઓ ભવિષ્યમાં સિનિયર સ્તરે પણ ભારત માટે મોટી સફળતાઓ હાંસલ કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hockey5s Asian Championship 2026 India vs Pakistan Hockey India Hockey Team

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ