બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'કેન્દ્રીય મંત્રીનું રાજીનામું લઇ લીધું તો તમે લોકો શું છો?' જાણો કોણ છે એ 3 IPS અધિકારી જેમને અભિજીત દીપકેએ આપી ધમકી
Last Updated: 09:59 PM, 25 July 2026
દેશભરમાં NEET પરીક્ષામાં કથિત ગડબડીઓને લઈને ચાલેલા લાંબા આંદોલન બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને પ્રદર્શનકારીઓએ પોતાની મોટી જીત ગણાવી છે. જંતર-મંતર પર 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના બેનર હેઠળ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ જોરદાર ઉજવણી કરી હતી. જોકે, આ ઉજવણી વચ્ચે CJP ના અધ્યક્ષ અભિજીત દીપકેએ મંચ પરથી દિલ્હી પોલીસના 3 ઉચ્ચ અધિકારીઓ—DCP સંદીપ લાંબા, DCP સચિન શર્મા અને ACP અજય શર્માના નામ લઈને ખુલ્લેઆમ ચેતવણી આપી હતી અને 20 તારીખે થયેલી પોલીસ કાર્યવાહી માટે તેમની જવાબદેહી નક્કી કરવાની માંગ કરી હતી.
ADVERTISEMENT
#WATCH | Delhi: On the resignation of Union Education Minister Dharmendra Pradhan, Abhijeet Dipke, Founding President of Cockroach Janta Party, says, "I want to say something very important. Don't make me a hero because Dharmendra Pradhan resigned today. Don't make this mistake.… pic.twitter.com/ypODEXXUTS
— ANI (@ANI) July 25, 2026
ADVERTISEMENT
જંતર-મંતર પર વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે CJP પ્રમુખ અભિજીત દીપકેએ દિલ્હી પોલીસના અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું.. જ્યારે અમે કેન્દ્રીય મંત્રીનું રાજીનામું લઈ લીધું, તો તમે લોકો શું છો? 20 તારીખે પોલીસવાળાઓએ જે હરકત કરી હતી, તેના માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જ જોઈએ. DCP સંદીપ લાંબા, DCP સચિન શર્મા અને ACP અજય શર્મા, યાદ રાખજો મોદી અને અમિત શાહના નામે જે લાઠીઓ ચલાવી છે, તેનો હિસાબ આપવો પડશે. કોકરોચ સાથે પંગો ન લેતા. જ્યારે મંત્રીનું રાજીનામું લઈ શકીએ છીએ, તો બાકીના લોકો પાસે પણ જવાબ માગી શકીએ છીએ.

ADVERTISEMENT
DCP સચિન શર્મા
ADVERTISEMENT
DCP સચિન શર્મા 2014 બેચના IPS અધિકારી છે અને નવી દિલ્હી જિલ્લાના પોલીસ ઉપાયુક્ત (DCP) તરીકે તૈનાત રહ્યા છે. નવી દિલ્હી જિલ્લા હેઠળ જંતર-મંતર, સંસદ માર્ગ અને લ્યુટિયન્સ દિલ્હીનો મોટો હિસ્સો આવે છે. NEET પરીક્ષાના વિરોધ પ્રદર્શનો દરમિયાન જંતર-મંતર સહિત સમગ્ર વિસ્તારની કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષા વ્યવસ્થા તેમની આગેવાની હેઠળ હતી. CJP પ્રમુખે તેમના પર 20 તારીખની કાર્યવાહી અંગે સવાલો ઉઠાવીને પગલાં લેવાની માંગ કરી છે.
ADVERTISEMENT
સંદીપ લાંબા દિલ્હી પોલીસના DANIPS કેડરના અધિકારી છે અને ઉત્તર-પૂર્વ જિલ્લામાં એડિશનલ DCP ના પદ પર તૈનાત રહ્યા છે. જંતર-મંતર પર CJP ના પ્રદર્શન દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયા બાદ તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું. વીડિયોમાં એક મહિલા પ્રદર્શનકારીને થપ્પડ મારવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેના પછી વિપક્ષ અને પ્રદર્શનકારીઓએ તેમની સામે કાર્યવાહીની માંગ કરી હતી. જોકે, આ બાબતે પોલીસે પોતાનો પક્ષ પણ રજૂ કર્યો હતો.
આ પણ વાંચોઃ મોદી કેબિનેટમાં બદલાવની અટકળો, અમિત શાહને મળશે દેવેન્દ્ર ફડણવીસ, શું આ નેતાને મળશે શિક્ષણ વિભાગની કમાન?
ADVERTISEMENT
ACP અજય શર્મા દિલ્હી પોલીસમાં અસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) રેન્કના અધિકારી છે. પ્રદર્શન દરમિયાન તેમની ભૂમિકા પણ વિવાદોમાં આવી હતી. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ અને CJP કાર્યકરોએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ કાર્યવાહી દરમિયાન અતિશય બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય છત્રપતિ શિવાજી મહારાજ અને ભગતસિંહ સાથે જોડાયેલા પુસ્તકોના કથિત અનાદરના મામલે પણ તેમનું નામ લેવામાં આવ્યું હતું, જેના આધારે CJP એ તેમની સામે કડક પગલાંની માગ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.