બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર સોનાક્ષી સિન્હાની પ્રતિક્રિયા: અભિજીત દીપકેનો વીડિયો શેર કરીને લખ્યું - "ભાઈ શું કહી દીધું?"
5 ફોટો ગેલેરી
Last Updated: 06:37 PM, 25 July 2026
1/5
NEET પેપર લીક મામલે 16 May 2026 થી શરૂ થયેલા આંદોલનમાં 25 July 2026 ના રોજ એક નવો અને મોટો મોડ આવ્યો છે, જ્યારે દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. શિક્ષણ મંત્રીના રાજીનામાના સમાચાર મળતા જ દિલ્હીના જંતર-મંતર પર હાજર 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના પ્રમુખ અભિજીત દીપકે અને પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓમાં ભારે ખુશી છવાઈ ગઈ હતી.
2/5
શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ CJP પ્રમુખ અભિજીત દીપકેએ કહ્યું, "તેઓ કહેતા હતા કે આ સરકારમાં રાજીનામા નથી થતા, પણ નમે છે દુનિયા, નમાવનારો જોઈએ. આ ખબર આવતા જ દેશભરમાં આંદોલનને સમર્થન આપી રહેલા નાગરિકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા, જે છેલ્લા કેટલાક સમયથી સતત વિદ્યાર્થીઓ માટે ન્યાયની માંગ કરી રહી હતી, તેમણે પણ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી છે. પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરતા તેમણે લખ્યું: "ધર્મેન્દ્ર પ્રધાને રિઝાઇન કરી દીધું". અન્ય એક પોસ્ટમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની તસવીર શેર કરીને લખ્યું, "ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું", જેની બેકગ્રાઉન્ડમાં 'ધુરંધર' મૂવીનું ગીત 'આરી આરી' વાગી રહ્યું હતું.
3/5
4/5
મળેલી માહિતી અનુસાર, ધર્મેન્દ્ર પ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. 2 પાના અને 575 શબ્દોમાં લખેલા આ પત્રમાં તેમણે લખ્યું છે. છેલ્લા 10 દિવસના ઘટનાક્રમ જોઈને મારું મન દુઃખી છે. આ મારા માટે વ્યક્તિગત પ્રતિષ્ઠાનો વિષય નથી. ભારતની યુવાશક્તિ જ આ દેશની સાચી તાકાત છે અને દેશની યુવાશક્તિને ભ્રમના કુચક્રમાં ફસાવા નહીં દઈએ, એ જ મારો સંકલ્પ છે. તેમણે ઉલ્લેખ કર્યો કે તેઓ છેલ્લા 4 દાયકા કરતાં પણ વધુ સમયથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ સુધારાના ક્ષેત્ર સાથે જોડાયેલા છે.
5/5
NEET-UG પરીક્ષામાં થયેલી ગડબડીઓ અંગે તેમણે જણાવ્યું કે ભારત સરકારે મામલાની ગંભીર નોંધ લઈને તપાસ CBI ને સોંપી દીધી છે તેમજ પરીક્ષા રદ કરીને ફરીથી યોજવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ તેમણે જાહેરાત કરી કે આવતા વર્ષથી NEET-UG પરીક્ષા Computer Based Test (CBT) મોડમાં યોજવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ