બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ધર્મેન્દ્ર પ્રધાનની નેટવર્થ: 6.92 કરોડની સંપત્તિ, કરોડોનું દેવું અને મ્યુચ્યુઅલ ફંડમાં મોટું રોકાણ

photo-story

5 ફોટો ગેલેરી

નેશનલ / ધર્મેન્દ્ર પ્રધાનની નેટવર્થ: 6.92 કરોડની સંપત્તિ, કરોડોનું દેવું અને મ્યુચ્યુઅલ ફંડમાં મોટું રોકાણ

Last Updated: 06:20 PM, 25 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તાજેતરમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. નીટ પેપર લીક (NEET Paper Leak) અને રાજકીય વિવાદો વચ્ચે ચર્ચામાં આવેલા ધર્મેન્દ્ર પ્રધાન પાસે કરોડોની સંપત્તિ અને કરોડોનું દેવું છે.

1/5

photoStories-logo

1. ધર્મેન્દ્ર પ્રધાનની નેટવર્થ: 6.92 કરોડની સંપત્તિ, કરોડોનું દેવું અને મ્યુચ્યુઅલ ફંડમાં મોટું રોકાણ

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ સતત ચર્ચામાં રહ્યા હતા. NEET પેપર લીક મામલે કોકરોચ જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું અને વિપક્ષ પણ આ મુદ્દે સરકાર પર સતત હુમલાવર હતો. મૂળ ઓડિશાના વતની ધર્મેન્દ્ર પ્રધાનનો જન્મ 26 જૂન 1969ના રોજ તાલચરમાં થયો હતો. નરેન્દ્ર મોદી સરકાર પહેલાં તેઓ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં પણ કેન્દ્રીય રાજ્ય મંત્રી રહી ચૂક્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કરોડોની સંપત્તિ અને કરોડોનું દેવું

ધર્મેન્દ્ર પ્રધાને વર્ષ 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચ સમક્ષ પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો હતો. તેમના અધિકૃત ચૂંટણી સોગંદનામા મુજબ, તેમની અને તેમના પરિવારની કુલ જાહેર કરેલી સંપત્તિ લગભગ 6.92 કરોડ રૂપિયા હતી. તેની સામે તેમના પર 2.30 કરોડ રૂપિયાથી વધુનું દેવું (કર્જ) પણ હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. બેંક, FD અને PPF માં મોટું રોકાણ

ચૂંટણી સોગંદનામા અનુસાર, ધર્મેન્દ્ર પ્રધાન અને તેમના પરિવારનું બેંક ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સમાં સારું એવું રોકાણ છે. વર્ષ 2024 સુધીમાં બેંક ખાતા, ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને PPF મિલાવીને તેમના પરિવાર પાસે કુલ 2.47 કરોડ રૂપિયા જમા હતા. આ સિવાય ધર્મેન્દ્ર પ્રધાનનું 80.40 લાખ રૂપિયાનું મ્યુચ્યુઅલ ફંડ રોકાણ છે. તેમણે વિવિધ લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસીઓમાં પણ 67.72 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 200 ગ્રામ સોનું અને કિલોગ્રામમાં ચાંદી

ચલ સંપત્તિની વાત કરીએ તો, ધર્મેન્દ્ર પ્રધાનના નામે માત્ર એક 2011 મોડેલની હોન્ડા સિટી કાર રજિસ્ટર્ડ છે, જ્યારે તેમના પત્ની મૃદુલા ઠાકુરના નામે અનેક કમર્શિયલ વાહનો છે. દાગીના અને જ્વેલરીમાં ધર્મેન્દ્ર પ્રધાન પાસે 200 ગ્રામ સોનું અને 2.5 કિલોગ્રામ ચાંદી અને પત્ની મૃદુલા ઠાકુર પાસે 500 ગ્રામ સોનું અને 10 કિલોગ્રામ ચાંદી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ઓડિશાથી લઈને દિલ્હી સુધી જમીન અને મકાન

અચલ સંપત્તિઓમાં ધર્મેન્દ્ર પ્રધાન પાસે ઓડિશા અને દિલ્હી-NCR માં અનેક મિલકતો છે. એગ્રીકલ્ચર લેન્ડ (ઓડિશા): 12 લાખ રૂપિયા. નોન-એગ્રીકલ્ચર લેન્ડ (ઓડિશા): 20.50 લાખ રૂપિયા . રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ: ધર્મેન્દ્ર પ્રધાન અને તેમના પત્નીના નામે કુલ 1.98 કરોડ રૂપિયાની રહેણાંક મિલકતો છે. જેમાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ (ઇન્દિરાપુરમ) માં એક એપાર્ટમેન્ટ અને ઓડિશાના ભુવનેશ્વરમાં રહેણાંક મિલકત શામેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

NetWorth EducationMinister DharmendraPradhan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ