બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ધર્મેન્દ્ર પ્રધાને પોતે જ કર્યો હતો પેપર લીકનો વિરોધ, લાઠી ચાર્જમાં થયા હતા ઈજાગ્રસ્ત, ઘટના કેટલી સાચી?

આંદોલન / ધર્મેન્દ્ર પ્રધાને પોતે જ કર્યો હતો પેપર લીકનો વિરોધ, લાઠી ચાર્જમાં થયા હતા ઈજાગ્રસ્ત, ઘટના કેટલી સાચી?

Published By: Kalpesh Kandoria

Last Updated: 07:27 PM, 22 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2021માં પ્રકાશિત થયેલા એક પ્રોફાઇલ રિપોર્ટમાં ધર્મેન્દ્ર પ્રધાનના એક જૂના સહયોગીને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે 1997માં ઓડિશા સચિવાલયની બહાર પેપર લીકના વિરોધમાં થયેલા પ્રદર્શનમાં તેઓ સામેલ થયા હતા. રિપોર્ટ અનુસાર, આ દરમિયાન પોલીસે કરેલા લાઠીચાર્જમાં ધર્મેન્દ્ર પ્રધાનને ઈજા થઈ હતી. જોકે, આ ઘટનાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.

NEET-UG પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ વચ્ચે લગભગ ત્રણ દાયકા જૂની એક ઘટના ફરી ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર 2021માં પ્રકાશિત થયેલા એક પ્રોફાઇલ રિપોર્ટની ચર્ચા થઈ રહી છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે 1997માં ઓડિશામાં થયેલા કથિત પેપર લીક સામે ધર્મેન્દ્ર પ્રધાને આંદોલન કર્યું હતું. હવે લોકો તેમના જૂના આંદોલનને હાલની ભૂમિકા સાથે જોડીને સવાલો ઉઠાવી રહ્યા છે.

જોકે, આ દાવો નવો નથી. 2021માં પ્રકાશિત થયેલા એક પ્રોફાઇલ રિપોર્ટમાં ધર્મેન્દ્ર પ્રધાનના એક જૂના સહયોગીને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે 1997માં ઓડિશા સચિવાલયની બહાર પેપર લીકના વિરોધમાં થયેલા પ્રદર્શનમાં તેઓ સામેલ થયા હતા. રિપોર્ટ અનુસાર, આ દરમિયાન પોલીસે કરેલા લાઠીચાર્જમાં ધર્મેન્દ્ર પ્રધાનને ઈજા થઈ હતી. જોકે, આ ઘટનાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.

1997માં શું થયું હતું?

1997માં ઓડિશામાં એક પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થવાનો મામલો સામે આવ્યો હતો. તે સમયે ધર્મેન્દ્ર પ્રધાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના રાષ્ટ્રીય સચિવ હતા અને ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા હતા.

Dharmendra-P

દાવા પ્રમાણે, તેમણે આશરે 1500 વિદ્યાર્થીઓ સાથે મળીને તત્કાલીન ઓડિશાની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. દાવા મુજબ, લાઠીચાર્જમાં ધર્મેન્દ્ર પ્રધાનને ગંભીર ઈજા થઈ હતી અને તેમના શરીરમાં ફ્રેક્ચર પણ થયું હતું.

જૂનું આંદોલન ફરી કેમ ચર્ચામાં આવ્યું?

NEET-UG પેપર લીક મામલે દેશભરમાં વિદ્યાર્થીઓ અને વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્ર પ્રધાનના વિદ્યાર્થી નેતા તરીકેના જૂના ફોટા અને 1997ના આંદોલન સાથે જોડાયેલી માહિતી ફરી વાયરલ થઈ રહી છે.

કેટલાક લોકો ધર્મેન્દ્ર પ્રધાનને તે સમયના સંઘર્ષશીલ વિદ્યાર્થી નેતા તરીકે રજૂ કરી રહ્યા છે. બીજી તરફ, કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જે નેતા એક સમયે પેપર લીક સામે રસ્તા પર ઉતર્યા હતા, તેઓ આજે દેશના શિક્ષણમંત્રી તરીકે આ સમસ્યાને કેમ રોકી શક્યા નથી?

વિદ્યાર્થી રાજકારણથી શરૂ થઈ હતી સફર

2021ના પ્રોફાઇલ રિપોર્ટ મુજબ, ઓડિશા સરકાર વિરુદ્ધ થયેલું આ આંદોલન ધર્મેન્દ્ર પ્રધાનની આગેવાનીમાં થયું હતું. પોલીસ કાર્યવાહી છતાં તેમણે વિરોધ ચાલુ રાખ્યો હતો. આ આંદોલન બાદ તેઓ ઓડિશાના મહત્વના વિદ્યાર્થી નેતાઓમાં સામેલ થયા હોવાનો દાવો કરવામાં આવે છે.

ધર્મેન્દ્ર પ્રધાને 18 વર્ષની ઉંમરે વિદ્યાર્થી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ઉત્કલ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન તેઓ વિદ્યાર્થી આંદોલનોમાં સક્રિય રહ્યા હતા. નવેમ્બર 1994થી 1997 દરમિયાન તેઓ બે વખત ABVPના રાષ્ટ્રીય સચિવ પણ રહ્યા હતા.

90ના દાયકામાં વિદ્યાર્થી આંદોલનોમાં સક્રિય રહ્યા બાદ સંગઠનમાં તેમની ઓળખ મજબૂત બની હતી. ત્યારબાદ તેમણે ઓડિશામાં ભાજપનું સંગઠન મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. રાજકીય વિશ્લેષકોના મતે, ઓડિશામાં ભાજપના વિસ્તરણમાં પણ તેમનું યોગદાન રહ્યું છે.

2024માં ઓડિશામાં પ્રથમ વખત ભાજપની સરકાર બની અને બીજુ જનતા દળ (BJD)નું બે દાયકાથી વધુ લાંબું શાસન સમાપ્ત થયું.

હવે શિક્ષણમંત્રી તરીકે સવાલોના ઘેરામાં

2021માં શિક્ષણમંત્રી બન્યા બાદ ધર્મેન્દ્ર પ્રધાન સામે અનેક પડકારો આવ્યા છે. પેપર લીકથી લઈને પરીક્ષા વ્યવસ્થા સુધીના અનેક મુદ્દે સરકારને વિપક્ષની ટીકાનો સામનો કરવો પડ્યો છે.

રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા આઠ વર્ષમાં દેશમાં પેપર લીકની 90થી વધુ ઘટનાઓ સામે આવી છે. હાલ NEET-UG પેપર લીક મામલે દિલ્હી સહિત દેશના વિવિધ વિસ્તારોમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને રાજકીય પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા આંદોલનમાં પ્રદર્શનકારીઓ શિક્ષણમંત્રી પાસેથી જવાબ માગી રહ્યા છે. આ સાથે જ 2026ના NEET પેપર લીક મામલે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ માગ કરવામાં આવી રહી છે.

આ સમગ્ર મામલે હવે 1997ની એ જૂની ઘટના ફરી ચર્ચામાં આવી છે. એક તરફ પેપર લીક સામે રસ્તા પર ઉતરેલા યુવા નેતા ધર્મેન્દ્ર પ્રધાનની તસવીર છે અને બીજી તરફ આજે દેશના શિક્ષણમંત્રી તરીકે પેપર લીકના મુદ્દે તેમના પર સવાલો ઉઠી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ બંને સમયગાળાની સરખામણી વચ્ચે રાજકીય ચર્ચા પણ તેજ બની છે.

સંકળાયેલા મુદ્દાઓ

1997 paper leak protest Dharmendra Pradhan Dharmendra Pradhan paper leak

Published by

Kalpesh Kandoria
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ