બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / "જો સરકાર મને ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ", સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર!

નેશનલ / "જો સરકાર મને ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ", સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર!

Published By: Pravin Joshi

Last Updated: 08:17 PM, 22 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકની ભૂખ હડતાળનો 25મો દિવસ છે. તેમણે કેન્દ્ર સરકારને એક પત્ર લખીને સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર આંદોલન કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ સામે કોઈ દંડાત્મક કે કાનૂની કાર્યવાહી ન કરવાની ખાતરી આપે, તો તેઓ તુરંત પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરવા તૈયાર છે.

શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને વિદ્યાર્થીઓના હકો માટે છેલ્લા 25 દિવસથી વધુ સમયથી ભૂખ હડતાળ પર બેઠેલા જાણીતા પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક સાહેબે કેન્દ્ર સરકારને એક મહત્વપૂર્ણ પત્ર લખ્યો છે. તેમણે સરકાર સમક્ષ શરત મૂકી છે કે જો કેન્દ્ર સરકાર આંદોલનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ સામે કોઈ કાર્યવાહી નહીં કરવાનું સત્તાવાર આશ્વાસન આપે, તો તેઓ પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી દેશે.

ઉલ્લેખનીય છે કે, સતત ત્રણ સપ્તાહ સુધી જંતર-મંતર પર ભૂખ હડતાળ કર્યા બાદ શનિવારે પોલીસે તેમને ત્યાંથી હટાવી દીધા હતા. તેમ છતાં તેમણે પોતાનો અનશન છોડવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને તેઓ આજે 25મા દિવસે પણ ભૂખ હડતાળ પર અડગ રહ્યા છે.

'વિદ્યાર્થીઓનો ગુનો માત્ર નિષ્પક્ષ શિક્ષણની માંગ': વાંગચુક

સોનમ વાંગચુક સાહેબે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહને લખેલા પત્રમાં વિનંતી કરી છે કે સરકાર આંદોલનકારી યુવાનોના ભવિષ્યની રક્ષા કરે. તેમણે પત્રમાં લખ્યું હતું કે, હું કેન્દ્ર સરકારને નમ્ર નિવેદન કરું છું કે તે સ્પષ્ટ ખાતરી આપે કે આંદોલનમાં ભાગ લેનારા કોઈપણ યુવાન પ્રદર્શનકારી સામે કોઈ દંડાત્મક, અન્યાયી કે બદલાની ભાવનાથી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ વિદ્યાર્થીઓનો માત્ર એક જ 'અપરાધ' છે કે તેઓ દેશમાં એક નિષ્પક્ષ અને જવાબદાર શિક્ષણ પ્રણાલી માટે અવાજ ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ CJP protest / CJP હિંસા કેસ પહોંચ્યો હાઈકોર્ટ, કેન્દ્ર અને દિલ્હી પોલીસ પાસેથી માંગ્યો જવાબ

'આખી દુનિયાએ વિદ્યાર્થીઓની શાંતિ અને લોકશાહીમાં વિશ્વાસ જોયો'

પોતાના પત્રમાં આગળ ઉલ્લેખ કરતા વાંગચુક સાહેબે જણાવ્યું હતું કે 20 જુલાઈ 2026 ના રોજ યોજાયેલી 'ચલો સંસદ યાત્રા' દરમિયાન પોલીસ દ્વારા અત્યાચાર અને અતિશય બળપ્રયોગ કરવામાં આવ્યો હોવા છતાં, વિદ્યાર્થીઓએ સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ વર્તન રાખ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આખા દેશ અને દુનિયાએ વિદ્યાર્થીઓની ધીરજ અને લોકશાહી વિરોધ પ્રદર્શન પ્રત્યેનો તેમનો અગાધ ઉત્સાહ જોયો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે દેશની લોકશાહી સંસ્થાઓમાં યુવાનોનો આ વિશ્વાસ કેસો નોંધવા, પજવણી કરવા કે બદલાની કાર્યવાહી કરવાથી નબળો નહીં પડે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

StudentProtest HungerStrike SonamWangchuk

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ