ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / એડવાન્સ બુકિંગમાં જ ચાલ્યું 'જન નેતા'નું તોફાન, વેચાઈ ગઈ 6 લાખથી વધુ ટિકિટ

મનોરંજન / એડવાન્સ બુકિંગમાં જ ચાલ્યું 'જન નેતા'નું તોફાન, વેચાઈ ગઈ 6 લાખથી વધુ ટિકિટ

Published By: Bijal Vyas

Last Updated: 01:22 PM, 22 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jan Neta Advance Booking: થલપતિ વિજયની અંતિમ ફિલ્મ 'જન નેતા' મૂળરૂપે વર્ષની શરૂઆતમાં રિલીઝ થવાની હતી. જોકે, આ ફિલ્મની રિલીઝ વારંવાર મુલતવી રાખવામાં આવી હતી અને અભિનેતાએ પોતાનું સંપૂર્ણ ધ્યાન ચૂંટણી પર કેન્દ્રિત કર્યું હતું. ચૂંટણીમાં વિજયી થયા બાદ અને મુખ્યમંત્રીનો હોદ્દો સંભાળ્યા પછી, હવે આખરે તેમની ફિલ્મ રિલીઝ થઈ રહી છે.

ADVERTISEMENT

થલપતિ વિજયની અંતિમ ફિલ્મ 'જન નેતા' મૂળરૂપે વર્ષની શરૂઆતમાં રિલીઝ થવાની હતી. જોકે, આ ફિલ્મની રિલીઝ વારંવાર મુલતવી રાખવામાં આવી હતી અને અભિનેતાએ પોતાનું સંપૂર્ણ ધ્યાન ચૂંટણી પર કેન્દ્રિત કર્યું હતું. ચૂંટણીમાં વિજયી થયા બાદ અને મુખ્યમંત્રીનો હોદ્દો સંભાળ્યા પછી, હવે આખરે તેમની ફિલ્મ રિલીઝ થઈ રહી છે.

આ ફિલ્મ 23 જુલાઈએ રિલીઝ થવાની છે અને તેના એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયા છે. ચાહકો અભિનેતાની આ નવી ફિલ્મ જોવા માટે ખૂબ ઉત્સાહિત છે. હકીકતમાં, એડવાન્સ બુકિંગના મામલે ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મમાં થલપતિ વિજય મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે બોબી દેઓલ વિલનની ભૂમિકામાં જોવા મળશે અને દરેક જણ આ ટક્કર જોવા માટે આતુર છે. આ ફિલ્મે એડવાન્સ બુકિંગ દ્વારા અત્યાર સુધીમાં 21.06 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે.

સૈકનિલ્કની રિપોર્ટ સામે આવી છે. તે અનુસાર, થલપતિ વિજયની છેલ્લી ફિલ્મે રિલીઝ પહેલાં જ 21.06 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે. આ આંકડો ઓપનિંગ ડે (પ્રથમ દિવસ) માટેના એડવાન્સ બુકિંગ અને બ્લોક કરેલી બેઠકોને આવરી લે છે. જો બ્લોક કરેલી બેઠકોને બાદ કરવામાં આવે, તો ફિલ્મે 15.26 કરોડ હજારની કમાણી કરી છે. આ એક નોંધપાત્ર આંકડો છે, ખાસ કરીને એટલા માટે કે ફિલ્મ પાસે આવક ઊભી કરવા માટે હજુ એક દિવસ બાકી છે. ઓપનિંગ-ડે પર ઊંચા આંકડાની અપેક્ષા હોવાથી, એ જોવાનું રહેશે કે એડવાન્સ બુકિંગથી લઈને અંતિમ આંકડા સુધી ફિલ્મ આખરે કેટલી કમાણી કરે છે અને ટિકિટનું કુલ વેચાણ કેટલું રહે છે.

‘જન નેતા’ અત્યાર સુધી કેટલી વેચાઇ ટિકિટ?

આ રિપોર્ટ દર્શાવે છે કે થલપતિ વિજયની અંતિમ ફિલ્મ 'જન નેતા' માટે અત્યાર સુધીમાં કુલ 8,929 શો સાથે 6,61,554 ટિકિટો વેચાઈ છે. જ્યાં આ ફિલ્મે માત્ર તમિલ સંસ્કરણમાંથી જ 15 કરોડ રુપિયાની આવક મેળવી છે, ત્યાં હિન્દી સંસ્કરણમાંથી તેની કમાણી મર્યાદિત રહી છે. નોંધનીય છે કે તમિલ સંસ્કરણ માટે 6,47,200 ટિકિટો વેચાઈ છે. બીજી તરફ હિન્દી સંસ્કરણ માટે અત્યાર સુધીમાં 1,725 ​​ટિકિટો અને તેલુગુ સંસ્કરણ માટે 12,000થી વધુ ટિકિટો વેચાઈ છે. હાલમાં, તમિલ સંસ્કરણ માટે સૌથી વધુ શો નોંધાયા છે, જેમાં 6,937 શો નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે હિન્દી સંસ્કરણ માટે 1,153 શો છે.

આ પણ વાંચોઃ એક્ટ્રેસે બિકિની સાથે પુલમાં સિઝલિંગ પોઝ આપી ઈન્ટરનેટ પર લગાવી આગ, ચાહકો દંગ

આ ફિલ્મ માટેનું એડવાન્સ બુકિંગ તેની રિલીઝના ચાર દિવસ પહેલાં શરૂ થયું હતું અને શરૂઆતથી જ અનેક રેકોર્ડ તૂટ્યા હતા. ઘણા ટ્રેડ નિષ્ણાતોનું અનુમાન છે કે આ ફિલ્મ 100 કરોડ રુપિયાથી વધુની કમાણી સાથે શાનદાર ઓપનિંગ કરશે. 'જન નેતા' વિદેશી બજારોમાં પણ બ્લોકબસ્ટર શરૂઆત કરે તેવી અપેક્ષા છે. રિલીઝના દિવસે જ આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે $4 મિલિયનથી વધુની કમાણી કરી શકે છે, જેનાથી તેની વૈશ્વિક કુલ કમાણી 105 કરોડ રુપિયાના આંકડાને પાર કરી જશે. જો આવું થશે, તો ઓપનિંગ-ડેની કમાણીની દ્રષ્ટિએ તે ‘GOAT’ (99 કરોડ રુપિયા), ‘જેલર’ (91 કરોડ રુપિયા) અને ‘પઠાણ’ (104 કરોડ રુપિયા) જેવી હિટ ફિલ્મોને પાછળ છોડી દેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

collects 21 crore Film jan neta advance booking thalapathy vijay

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ